Thursday, 13 December 2018

ચિત્રા મુદ્ગલ : ૨૦૧૮ની સાહિત્ય અકાદમી સમ્માન વિજેતા, કથા જ ઓળખ છે.

આધુનિક હિન્દી કથા-સાહિત્યની બહુચર્ચિત લેખિકા ચિત્રા મુદ્ગલને વર્ષ ૨૦૧૮માં પ્રતિષ્ઠિત સાહિત્ય એકેડમી પુરસ્કારથી સમ્માનિત કરવાની ઘોષના કરવામાં આવી છે. આ પુરસ્કાર તેમને તેમની કૃતિ 'પોસ્ટ બોક્સ નંબર ૨૦૩- નાલા સોપારા' માટે મળ્યો છે. ચિત્રા હિન્દીની સર્વાધિક વંચાતા લેખકોમાંની એક છે.

તેમનો જન્મ ૧૦ સપ્ટેમ્બર ૧૯૪૪નાં ચેન્નઈનાં તમિલનાડુમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ ઉત્તર પ્રદેશમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં થયું હતું. તેમની પહેલી સ્ટોરી સ્ત્રી-પુરુષ સંબંધો પર હતી, જે ૧૯૫૫માં પ્રકાશિત થઈ.


અત્યાર સુધીમાં લગભગ તેમના ૧૩ વાર્તા સંગ્રહો, ૩ બાળ ઉપન્યાસ, ૪ બાળ કથા સંગ્રહો, ૫ સંપાદિત પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યા છે. બહુચર્ચિત ઉપન્યાસ 'આવાં' માટે તેમને વ્યાસ સમ્માનથી પણ નવાજવામાં આવ્યા હતા. આ સિવાય ઈંદુ શર્મા કથા સમ્માન, સાહિત્ય ભૂષણ, વીર સિંહ દેવ સમ્માન પણ મળી ચુક્યા છે.

તેમની સ્ટોરી વાચકોને અનાયસે જ પોતાની તરફ ખેચે છે. લેખન સિવાય ચિત્રા ચિત્રકલા અને મહિલાઓ માટે સંઘર્ષ કરવામાં પણ ગહેરી રુચિ રાખે છે. સોમૈયા કોલેજનાં અભ્યાસ દરમિયાન તે શ્રમિક નેતા દત્તા સામંતનાં સંપર્કમાં આવી અને શ્રમિક આંદોલનથી જોડાયેલી રહી.

અભ્યાસ અને મહિલાઓના સંઘર્ષ દરમિયાન તેમના મનમાં લેખનની પ્રવૃત્તિ પેદા થઈ. જો કે કેટલાક અંગત કારણો પણ તેમને લખવા માટે પ્રેરિત કરી.

ચિત્રા મુદ્ગલ પોતાના લગ્નની ઘટના પણ ભૂલી શકી નથી. એમનાં જ શબ્દોમાં કહીએ તો, એ જમાનામાં અંતરજાતીય વિવાહ કરવાનો ફેસલો લેવાને કારણે ઘણી કઠણાઈ આવી; પરંતુ મને કઠણ માર્ગ અપનાવવામાં પણ કોઈ દુવિધા ન થઈ.

અવધ નારાયણ મુદ્ગલથી પોતાના લગ્ન થયાની સ્ટોરી બતાવતાં તે આજે પણ ભાવુક થઈ જાય છે. તેમનું કહેવું છે કે આ લગ્નને લઈને ઘરવાળાનો ખુબ જ વિરોધ હતો. એટલું જ ઘરમાં ઘણો જ હંગામો થયો. લગ્ન થયાં બાદ પણ લોકોની નારાજગી ઓછી ન થઈ. તેમના માં બન્યા બાદ તેમનાં પિતાજીનો ગુસ્સો થીડા ઓછો થયો અને તે હોસ્પિટલમાં તેમને બાળકને જોવા આવ્યાં, પરંતુ તેમનાથી કોઈ જ વાત ન કરી. લગ્નનાં લગભગ ૧૦ વર્ષ બાદ ઘરવાળાથી તેમની વાતચીત શરૂ થઈ.

કદાચ આ માટે જ તેઓ તેમના પાત્રોની જિંદગી ઘણી જ ચુનૌતીપૂર્ણ દેખાડી છે પરંતુ આ રચનાઓ તેણે ઘણી જ લોકપ્રિય બનાવી છે.

ચિત્રા મુદ્ગલ ખુદ માને છે કે સફળતા કોઈને એમજ નથી મળતી. તે લગન, પરિશ્રમ અને વિદ્વતાની માંગ કરે છે અને જે વ્યક્તિમાં આ બધા ગુણ હોય તે પોતાની રીતે જ એક પૂર્ણ વ્યક્તિ બની જાય છે.

No comments:

Post a Comment