Wednesday, 12 December 2018

સર્જિકલ સ્ટ્રાઈકનાં માસ્ટર માઈન્ડ : અજીત ડોભાલ

અજીત કુમાર ડોભાલ એ સેવાનિવૃત્ત IPS, ભારતનાં પાંચમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. આ પદ પર તેઓ ૩૦ મે ૨૦૧૪થી છે. તેમને એક નવી જિમ્મેદારી સોપાઈ છે, રણનીતિક નીતિ સમૂહની. એટલે કે તે હવે કેબિનેટ સચિવને બદલે આની અધ્યક્ષતા કરશે.

તેમનો જન્મ ૨૦ જાન્યુઆરી ૧૯૪૫માં ઉત્તરાખંડનાં પૌડી ગઢવાલમાં એક ગઢવાલી પરિવારમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ અજમેરના મિલિટરી સ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ આગ્રા વિશ્વ વિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં MA કર્યું અને પોસ્ટ ગ્રેજયુએશન બાદ IPSની તૈયારીમાં લાગી ગયા.


સર્જિકલ સ્ટ્રાઈકનાં માસ્ટર માઈન્ડ ગણાતાં અજીત ડોભાલ એ એક એવા ભારતીય છે, જે ખૂલ્લેઆમ પાકિસ્તાનને મુંબઈને બદલે બલૂચિસ્તાન છીનવી લેવાની ચેતવણી દેવાથી નથી બચતા. પાકિસ્તાનનાં લાહોરમાં પોતાના દેશના રક્ષણ માટે તેઓ ૭ વર્ષ મુસલમાન બનીને રહ્યા હતા. તે ભારતનાં એકમાત્ર નાગરિક છે, જેમને સૈન્ય સમ્માન કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ પહેલા પુલિસ ઓફિસર હતા.
  • ૧૯૬૮ કેરળ બેચના IPS ઓફિસર અજીત ડોભાલ પોતાની નિયુક્તિનાં ચાર વર્ષ બાદ ૧૯૭૨માં ઈન્ટેલીજન્સ બ્યુરોથી જોડાઈ ગયા હતા.
  • તેમના કરિયરના મોટાભાગના સમયમાં ખુફિયા એજન્સીમાં જ કામ કર્યું. કહેવાય છે કે તે ૭ વર્ષ સુધી પાકિસ્તાનમાં ખુફિયા જાસૂસ રહ્યા.
  • વર્ષ ૨૦૦૫માં એક તેજ તર્રાર ઓફિસરના રૂપમાં સ્થાપિત અજીત ડોભાલ ઈન્ટેલીજન્સ બ્યુરોનાં ડાયરેક્ટર પદથી રિટાયર થઈ ગયા.
  • ત્યારબાદ ૨૦૦૯માં અજીત ડોભાલ વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર પ્રેસિડન્ટ બન્યા. આ દરમિયાન તેઓ ન્યુઝ પેપરમાં લેખ પણ લખતા રહ્યા.
  • ૧૯૮૯માં અજીત ડોભાલ અમૃતસરનાં સુવર્ણમંદિરનાં ચરમપંથિઓને નીકાળવા માટે 'ઓપરેશન બ્લેક થંડર'નું નેતૃત્વ કર્યું હતું.
  • તેમણે પંજાબ પુલિસ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની સાથે મળી ખુફિયા બ્યુરોમાં અધિકારીઓનાં દળ સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
  • જમ્મુ-કશ્મીરમાં ઘુષણખોરો અને શાંતિવાદીનાં લોકોની વચ્ચે કામ કરતા અજીત ડોભાલે કેટલાય આંતકવાદીઓને સરેન્ડર કરાવ્યું હતું.
  • તેઓ ૩૩ વર્ષ સુધી નોર્થ-ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ખુફિયા જાસૂસ રહ્યા છે; જ્યાં તેમણે કેટલાંય મહત્વના ઓપરેશન કર્યા છે.
  • ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન તેમણે એક જાસૂસની ભૂમિકા નિભાવી અને ભારતીય સુરક્ષા બળ માટે મહત્વની ખુફિયા જાણકારી ઉપલબ્ધ કરાવી, જેમનાથી સૈન્ય ઓપરેશન સફળ થઈ શક્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનાં કાર્યકાળબે સાડા ચાર વર્ષ પૂર્ણ થયા બાદ નેશનલ સિક્યોરીટી કાઉન્સિલની સહાયતા કરવા તથા દીર્ધાવધિ રણનીતિક રક્ષા સમીક્ષાને મદદ કરવા માટે SPGનો પુનરોદ્ધાર કરવાનો ફેસલો કરવામાં આવ્યો છે. આ કદમથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દેશના સૌથી શક્તિશાળી નોકરશાહ બની જાશે.
No comments:

Post a comment