Saturday, 15 December 2018

માલવા સામ્રાજ્યની મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર

મહાન શાસિકા અને માલવા સામ્રાજ્યની મહારાણી અહિલ્યાબાઈનો જન્મ ૩૧ મે, ૧૭૨૫ના મહારાષ્ટ્રનાં ચોડી ગામમાં થયો હતો. તેમના પિતા માનકોજી શિંદે ડાંગર સમુદાયથી સંબંધ રાખતા હતા તથા તેઓ ગામના પાટિલ હતા. પિતાએ સ્વયં પુત્રીને શિક્ષણ આપ્યું. પવિત્ર અને સૌમ્ય વાતાવરણમાં અહિલ્યાબાઈનો ઉછેર થયો. કિસ્મતનાં ધની અહિલ્યાબાઈનું ભાગ્ય પલટાયું અને ૧૮મી સદીમાં તેઓ માલવાનાં શાસિકા બની ગયા.

ઈન્દોર રાજ્યનાં સંસ્થાપક મલ્હાર રાવ હોલ્કર અહિલ્યાબાઈની સાદગી અને ચરિત્ર પર મુગ્ધ થઈ ઉઠ્યા અને પોતાના પુત્ર ખાંડે રાવથી અહિલ્યાનાં લગ્ન કરાવી દીધા. આ પ્રકારે તેઓ પ્રતિષ્ઠિત પરિવારનાં વધૂ બની ગયા.

૧૭૫૪માં તેમના પતિનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ શ્વસુરથી પ્રશાસનિક તેમજ સૈન્ય કાર્યોનું પ્રશિક્ષણ મેળવ્યું. મલ્હાર રાવના મૃત્યુ બાદ ૧૭૬૬માં રાજ્યનું નિયંત્રણ સાંભળ્યું. ૧૭૬૭માં તુકાદી હોલ્કર તેમના સેનાપતિ બન્યા અને તેમને પોતાની વફાદાર સેનાનું પૂરું સમર્થન પ્રાપ્ત થયું. અહિલ્યાબાઈ એક બહાદુર યોદ્ધા અને કુશળ તીરંદાજ હતા. એક વીરાંગનાની જેમ તે હાથી પર બેસીને વિદ્રોહી ભીલો અને ગોડોથી પણ લડતા.
 

નર્મદાને કિનારે આવેલ મહેશ્વરી તેમની રાજધાની હતી; જ્યાં તેઓ મરાઠા વસ્તુકલાનો અદ્ભુત નમૂનો 'અહિલ્યા દુર્ગ' તૈયાર કરાવ્યો. તેમના શાસનમાં આ રાજધાની વસ્ત્ર ઉદ્યોગની ઔદ્યોગિક રાજધાની બની ગઈ. સાહિત્ય, સંગીત તેમજ કળાને પણ તેઓ પૂરું પ્રોત્સાહન આપ્યું.

તેઓ એક યોગ્ય અને બુદ્ધિમાન શાસિકાના રૂપમાં પોતાના લોકોની દેખરેખ કરી. તેમના દરબારમાં રોજ સામાન્ય સુનવણી થતી. તેઓ પોતાની ઉદારતા, પ્રજાવત્સલતા તથા દાર્શનિકતાના કારણે થોડા જ સમયમાં પ્રજાના માનતા શાસિકા બની ગયા. સરકારી કોષથી અનેક કિલ્લાઓ, વિશ્રામગૃહ, કુવા તેમજ રસ્તાઓ બનાવડાવ્યા, મંદિરોનું નિર્માણ પણ કરાવ્યું. વિશ્વ પ્રસિદ્ધ 'કાશી વિશ્વનાથ મંદિર'નું નિર્માણ પણ તેમણે જ કરાવડાવ્યું હતું.

તેમણે કાયદો બનાવ્યો કે, વિધવા સ્ત્રીને પોતાના પતિની આવકમાંથી હિસ્સો મળશે તથા તે પુત્ર પણ ખોળે લઈ શકે છે. તેમના શાસનકાળ દરમિયાન ઇન્દોર એક સમૃદ્ધ નગર બની ગયું.

૧૪ ઓગસ્ટ, ૧૭૯૫માં તેમના મૃત્યુ બાદ તુકાજી ઇન્દોરની ગાડી પે બેઠા. ૨૫ ઓગસ્ટ ૧૯૯૬ એ ભારત સરકારે એમની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટ જારી કરી. તેમને શ્રદ્ધાંજલિ રૂપે ઈન્દોર ઘરેલું વિમાની મથકનું નામ 'દેવી અહિલ્યાબાઈ હોલ્કર હવાઈ અડ્ડો' રાખવામાં આવ્યું અને ઈન્દોર વિશ્વવિદ્યાલયને 'દેવી અહિલ્યાબાઈ વિશ્વવિદ્યાલય'નું નામ આપવામાં આવ્યું.

No comments:

Post a Comment