Friday, 21 December 2018

ગુજરાતનાં શક્તિપીઠો


દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે. ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ ભરૂચમાં આવેલું અંબેમાતાનાં મંદિરને 52માં શક્તિપીઠ તરીકે હાલમાં જ મળી છે.

માન્યતા અનુસાર ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્ર થી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જ્ગ્યાઓએ પડ્યાં. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહિં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળમાં પણ આવેલી છે. 

અંબાજી શક્તિપીઠ
ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ગબ્બર અથવા આરાસુરના શિખર પર આ શક્તિપીઠ આવેલી છે. માનવામાં છે કે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો.

ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરીને પડ્યો હતો. આથી આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠોમાં હ્રદયનું સ્થાન ધરાવે છે.

આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.

પાવાગઢ શક્તિપીઠ

પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. 
મંદીરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે. બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે. આ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજને એવુ વરદાન હતુ કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થશે. મહાકાળી માએ હાથમાં ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પૃથ્વી પર ન પડવા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો. આ ઉપરાંત માએ ચંડ અને મૂંડ નામના રાક્ષસનો સંહાર કર્યો. 
પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનુ ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે.

લોકવાયકા મુજબ આ ડુંગર જેટલો બહાર છે તેનાથી ત્રણ ગણો જમીનમાં અંદર છે. એટલે જ તેનુ નામ પાવાગઢ પડ્યું છે.

બહુચરાજી શક્તિપીઠ
ગુજરાતની મધ્ય ઉત્ત્તરે આવેલો પ્રદેશ ચુવાળ પંથક તરીકે જાણીતો છે. જે મહેસાણા જિલ્લામાં આવતો પ્રદેશ છે.

અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો. આથી આ સ્થળ બાળા ત્રિપુરા સુંદરીનું પ્રસ્થાપન થયું.

આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. પુરાણોમાં પૌરષત્વ આપનારી શક્તિ તરીકે માતા બહુચરાનો ઉલ્લેખ છે.

ભરૂચનું અંબાજી માતાનું શક્તિપીઠ
ગુજરાતમાં નર્મદા નદીનાં કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાનાં મંદિરો આવેલાં છે. જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો છે. જૂના ભરૂચનાં દાંડિયાબજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં માં અંબાનું સ્થાનક આવેલું છે. અંબાજી, પાવાગઢ, બેહુચરાજી બાદ હવે ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાશે.

આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોકિયું કરીએ તો વર્ષ 1944માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

71 વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક 1,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ નમાવી તેમના આશિષ મેળવવાનો પ્રયાસ કરે છે.
52 શક્તિપીઠનાં નામો:
1. હિંગળાજ માતા કરાચી (પાકિસ્તાન)
2. નૈનાદેવી મંદિર બિલાસપુર (હિમાચલપ્રદેશ)
3. સુનંદા બાંગ્લાદેશ
4. મહામાયા પહલગાંવ (કાશ્મીર)
5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
6. ત્રિપુર માલિની જલંધર (પંજાબ)
7. અંબાજી આરાસુર, અંબાજી (ગુજરાત)
8. મહાશિરા પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
9. દાક્ષાયની માનસરોવર (કૈલાસ)
10. વિમલા ઉત્કલ (ઓડિશા)
11. ગંડકી ચંડી પોખરા (નેપાળ)
12. દેવી બાહુલા પં. બંગાળ
13. મંગલ ચંદ્રિકા પં. બંગાળ
14. ત્રિપુરસુંદરી ત્રિપુરા
15. ભવાની બાંગ્લાદેશ
16. ભ્રામરી પં. બંગાળ
17. કામાખ્યા ગુવાહાટી (આસામ)
18. જુગાડયા પં. બંગાળ
19. કાલીપીઠ કોલકાતા
20. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
21. જયંતી બાંગ્લાદેશ
22. વિમલા મુકુટ પં. બંગાળ
23. મણિકર્ણી વારાણસી (ઉત્તરપ્રદેશ)
24. શ્રવણી તામિલનાડુ
25. સાવિત્રી હરિયાણા
26. ગાયત્રી અજમેર (રાજસ્થાન)
27. મહાલક્ષ્મી બાંગ્લાદેશ
28. કાંચી પં. બંગાળ
29. કાલી મધ્ય પ્રદેશ
30. નર્મદા અમરકંટક (મધ્યપ્રદેશ)
31. શિવાની ઉત્તરપ્રદેશ
32. ઉમા- ઉત્તરપ્રદેશ
33. નારાયણી- તામિલનાડુ
34. વારાહી ગુજરાત
35. અર્પણ બાંગ્લાદેશ
36. શ્રી સુંદરી આંધ્રપ્રદેશ
37. કપાલીની પં. બંગાળ
38. ચંદ્રભાગા પ્રભાસ સોમનાથ (ગુજરાત)
39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
40. ભ્રામરી નાસિક (મહારાષ્ટ્ર)
41. વિશ્વેશ્વરી આંધ્રપ્રદેશ
42. રત્નાવલી પં. બંગાળ
43. અંબિકા ભરતપુર (રાજસ્થાન)
44. મિથિલા ભારત નેપાળ બોર્ડર
45. નલહાટી પં. બંગાળ
46. જયદુર્ગા અજ્ઞાત
47. મહિષર્મિદની પં. બંગાળ
48. યશોરેશ્વરી બાંગ્લાદેશ
49. ફુલ્લરા પં. બંગાળ
50. નંદિની પં. બંગાળ
51. ઇન્દ્રક્ષી શ્રીલંકા
52. અંબાજી મંદિર - ભરૂચ, ગુજરાત

No comments:

Post a Comment