પ્રાચીન વિશ્વવિદ્યાલય નાલંદા એ એક શિક્ષણ સંસ્થા હતી. બૌદ્ધ ધર્મના આ શૈક્ષણિક કેન્દ્રમાં અન્ય ધર્મના વિદ્યાર્થીઓને પણ ભણવાની છૂટ હતી. દૂર દૂરથી લોકો અહીં અભ્યાસ કરવા આવતા હતા.
હાલમાં બિહાર રાજ્યમાં પટનાથી ૮૮.૫ કિલોમીટર દક્ષિણ-પૂર્વ બાજુ અને રાજગીરથી ૧૧.૫ કિલોમીટર ઉત્તર બાજુ એક ગામ છે, જ્યાં એલેક્ઝાન્ડર કનિંઘમ દ્વારા શોધવામાં આવેલ આ મહાન વિશ્વવિદ્યાલયના અવશેષો મળી આવ્યા હતા.

આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુપ્ત વંશના શાસક કુમારગુપ્તે કરેલી. કુમાર ગુપ્તના વંશના પછીના શાસકોએ પણ એક મહાન વિશ્વવિદ્યાલય તરીકે નાલંદાનો દબદલો જળળાઈ રહે એ માટે ખૂબ મહેનત કરેલી. મહાન સમ્રાટ હર્ષવર્ધને નાલંદાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપેલો. સ્થાનિક રાજાઓ-અધિકારીઓ-અમીરો ઉપરાંત દેશ-વિદેશથી અનેક ખમતીધર લોકો આ વિશ્વવિદ્યાલય મસ્ત રીતે ચાલે એ માટે મોટી મોટી રકમોનું દાન કરતા.
એક તબક્કે, ઇસુ પછીની સાતમી સદીમાં, નાલંદા વિશ્વવિદ્યાલયમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૧૫૧૦ શિક્ષકો હોવાનું નોંધાયું છે. છેક કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, ર્પિશયા અને તુર્કીથી પણ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા હોવાનું નોંધાયું છે. આ વિશ્વવિદ્યાલય નવમી સદીથી લઈને બારમી સદી સુધીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
એકદમ વિશાળ વિસ્તારમાં બાંધવામાં આવેલું આ અત્યંત વ્યવસ્થિત વિશ્વવિદ્યાલય વાસ્તુકળાનું એક સુંદર ઉદાહરણ હતું. આખું પરિસર વિશાળ દીવાલથી ઘેરાયેલું હતું, જેમાં એક મોટો પ્રવેશ દ્વાર હતો. ઉત્તરથી દક્ષિણ દિશા તરફ મઠોની કતાર હતી અને તેની સામે ઘણા ભવ્ય સ્તૂપ અને મંદિરો હતા. મંદિરમાં બુદ્ધ ભગવાનની સુંદર મૂર્તિઓ હતી. આ આખા વિશ્વવિદ્યાલયમાં સાત એકદમ મોટા હોલ હતા અને આ ઉપરાંત ત્રણસો નાનાં રૂમો હતાં, જેમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. અત્યાર સુધીમાં ખોદકામ દરમિયાન તેર મઠ મળી આવ્યા છે. જોકે મઠોની અસલી સંખ્યા આના કરતાં પણ વધુ હોવાનું મનાય છે.
અહીંના છાત્રાલયોમાં સુવા માટે પથ્થરના ઓટલા હતા. કમરાઓમાં દીવા માટે ગોખલા અને પુસ્તકો મૂકવા માટે ખાસ ખાનાં પણ રાખવામાં આવતાં. પ્રત્યેક મઠના આંગણાંમાં એક કૂવો બનાવવામાં આવતો. વિદ્યાર્થીઓ આનંદથી અને એકાગ્રતાથી અભ્યાસ કરી શકે એવી બધી જ સગવડ ધરાવતી આ વિશ્વવિદ્યાલય આજે વિશ્વભરમાં વિખ્યાત છે.
ભારતના આ પ્રાચીન અને ભવ્ય વારસાને આજે સમગ્ર દુનિયા આદરથી જુએ છે.

No comments:
Post a comment