Friday, 28 December 2018

પ્રિયા પૉલ : APEEJAY SURRENDRA HOTELS GROUP

હોટલ બિઝનેસની વાત આવે અને પ્રિયા પૉલના નામનો ઉલ્લેખ ન થાય એવું બને જ નહીં.

પ્રિયાને આ હોટલીંગના વ્યવસાયમાં પિતાના અગાઉથી એસ્ટાબ્લિશ્ડ થયેલો એપીજય સુરેન્દ્ર હોટલ્સ ગ્રૂપનો વ્યવસાય હતો જ જેનાથી તેમને આ વ્યવસાયે ઝંપલાવવા માટે મન દ્રઢ કરી લીધું હતું. 
 
 
તેમણે પાર્ક હોટલ્સનો વ્યવસાય તેઓ સાચવી લેશે એવા દ્રઢ ભરોસા સાથે આ વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. જેમાં આજે બુટીક હોટલ્સને જન્મ આપનાર વિશિષ્ટ વ્યક્તિ તરીકે સૌપ્રથમ પ્રિયા પૉલનો જ ચહેરો આંખ સામે ઉભો થઈ જાય છે.

આજે હોટલ ઉદ્યોગ પણ આ વાતને સ્વીકારે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે પિતાના વ્યવસાયે તેમને પીઠબળ પૂરું પાડ્યું અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ પણ તેમાં જ મળ્યો. પોતાની અંદર કંઈક નવું કરવાની સર્જનશીલતા અને રચનાત્મક દ્રષ્ટિ પણ હોવી જરૂરી છે.

પ્રિયાનું માનવું છે કે સફળતા તો અનાયાસ રીતે આ કર્મનો એક અતૂટ ભાગ થઈ જાય છે.

No comments:

Post a Comment