Monday, 10 December 2018

હીરા નગરી : સુરત

 
વર્ષ ૨૦૦૬માં સૂરતમાં ભયંકર પૂર આવ્યું હતું. આ બરબાદી જોઈને કેટલાય વિશેષજ્ઞોએ તો એવું પણ કહી દીધેલું કે આર્થિક રૂપથી સૂરત ૨૫ વર્ષ પાછળ રહી ગયું છે. આ ભયંકર બરબાદી બાદ સવાલ એ ઉભો થાય છે કે આ શહેર પોતાનું જુનું રૂપ કઈ રીતે હાંસલ કર્યું? વિશેષજ્ઞોનું તો કહેવું હતું કે આ વિનાશને જોઈને હવે ધંધાદારીઓ આ શહેરમાં રોકાણ કરતા પહેલા વિચારશે.

.... પરંતુ .... પરંતુ આ શહેરે ન તો કેવળ પોતાનું જુનું રૂપ હાંસલ કર્યું; પરંતુ પૂરી દુનિયામાં પોતાનાં નામનાં ડંકા વગાડી દીધા!!! 
 
પ્લેગ હોય કે ભૂકંપનાં ઝટકા કે ભયાનક પૂરનો પ્રકોપ.. આ શહેરના લોકોની ખાસિયત જ એ છે કે તેઓ ક્યારેય હિંમત હારતા નથી અને એક નવા વિશ્વાસ સાથે ઉભા થઈ જાય છે.

આજે સૂરતની હીરા નગરી માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં વિખ્યાત છે.

કેટલાંય પ્રાચીન લેખકોએ પોતાના લેખોમાં સૂરત ઉલ્લેખ કર્યો છે. પોર્ટુગલી, ડચ, મુગલ અને અંગ્રેજોના શરણસ્થળે રહેલું સુરત પંદરમી સદીથી જ ઉદ્યોગનગરી માનવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ૧૬૧૨માં પ્રથમ ગોડાઉન પણ આ જ શહેરમાં સ્થાપ્યો હતો.

આ શહેરની ગણના ગુજરાતના પ્રમુખ શહેરમાં થાય છે. આ શહેરના મધ્યમાંથી તાપી નદી વહે છે.

મુખ્યત્વે આ શહેર કપડા અને ડાયમંડ કટિંગ-પોલિશિંગ માટે પ્રખ્યાત હોવાથી તે સિલ્ક સિટી અને ડાયમંડ સિટીનાં નામે પણ ઓળખાય છે.

દુનિયાભરનાં ૮૦% ટકા પોલિશિંગ હીરાઓ સૂરતનાં હોય છે. માત્ર આટલું જ નહીં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ ૮૦,૦૦૦ કરોડની આવકમાંથી ૮૦% હિસ્સો સૂરત શહેરનો હોય છે. 
 

સૂરતમાં લગભગ ૪૦૦૦ પોલિશિંગ યુનિટ છે જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં લગભગ ૨૦૦૦. એટલું જ નહીં હીરાનાં મક્કા તરીકે જાણીતાં એન્ટવર્પનાં અધિકતર વ્યાપારી પણ ગુજરાતી હોય છે.

સૂરતનાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગમાં કુલ સાત લાખ કામગાર કાર્યરત છે; જેમાંનાં મોટાભાગનાં યુવાઓ છે. પાછલા કેટલાક વર્ષોથી મુંબઈનાં ડાયમંડ ઉદ્યોગો પણ સૂરતમાં શિફ્ટ થવા લાગ્યા છે!!! 
 

અહીંનું એક intresting fact એ પણ છે કે જવેલર્સ અને હીરાનાં કારખાના બંધ થયા બાદ પણ અહીં બિઝનેસ ચાલુ રહે છે. જી હા, આ શહેરમાં હજારોની સંખ્યામાં સફાઈ કામદારો છે, જો આ દુકાનો અને કારખાનોમાં કચરા વીણે છે. હકીકતમાં, હીરો ખુજ સખ્ત હોય છે આથી કટિંગ દરમિયાન તેમના કેટલાય બારીક-બારીક કણ તૂટીને જમીન પર પડી જાય છે; જે કચરાની સાથે દુકાનની બહાર આવી આવે છે. આ કચરો સફાઈ કામદાર વીણી તેમાંથી હીરાનાં કણોને અલગ પાડે છે. કેટલાક કણો એકત્ર થયા બાદ તેને દુકાનોમાં વેચી દે છે. આથી જ તો સૂરત શહેર સાથે આ કહેવત જોડાયેલી છે કે આ શહેરની નાલીઓમાં પણ હીરા વહ્યા કરે છે.

દેશના પાંચ સર્વાધિક સરેરાશ આવકવાળા દેશમાં સૂરત પહેલા ક્રમે છે. નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઈડ ઇકોનોમિક રિસર્ચ એન્ડ ફીચર્સ કેપિટલ રિસર્ચનાં રીપોર્ટ અનુસાર સૂરત એ દેશનું સૌથી સમૃદ્ધ શહેર છે.

સૂરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આજે આ ઉદ્યોગને પરિણામે ૧૦ લાખ લોકોને રોજગાર મળી રહ્યો છે. અહીંનાં ડાયમંડ દુનિયાભરનાં દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

દિવાળી, હોળી જેવા મોટા તહેવારોની છુટ્ટીઓમાં આ શહેરમાં સન્નાટો છવાઈ જાય છે. હકીકતમાં અહીંની ૮૦ ટકા વસ્તી અન્ય જગ્યાઓથી સબંધિત છે. છુટ્ટીઓમાં કર્મચારી પોતાના શહેરમાં રવાના થઈ જાય છે. કર્મચારીઓ ન હોવાને કારણે શહેરનો બજાર પૂરી રીતે બંધ થઈ જાય છે. અને એટલું જ નહીં આ સમયે શહેરમાં દૂધની જરૂરિયાત ૨૦થી ૨૫ ટકા શાકભાજીની જરૂરિયાત ૫૦% સુધી ઘટી જાય છે. 
 

કાપડની વાત કરીએ તો અહીં હીરાની જેમ જ મોટા પ્રમાણમાં આવેલી છે; તેમજ વિવિધ પ્રકારના કપડાની પણ ડઝન અને જથ્થાબંધ દુકાનો જોવા મળે છે.

ચોખ્ખાઈની વાત કરીએ તો ભારતના ટોપ ૫ શહેરોમાં સુરતનું નામ આવે છે. આ બાબતે ૨૦૨૨ સુધી તે ૨ નંબર સુધી આવી શકે છે. 
 ભોજનમાં સુરતની ધારી, ફાફડા, આલૂ પુરી, લોચ્ચો વગેરે પ્રખ્યાત છે. જો તમે જાણતાં ન હોવ તો કહી દઉં કે 'સુરતનું જમણ અને કાશીનું મરણ' વખણાય છે. આથી જ તો સુરતને ભારતનું ખાદ્ય પાટનગર કહેવામાં આવે છે.

No comments:

Post a Comment