Tuesday, 4 December 2018

માઇકલ જેક્સન

ડાન્સની વાત આવે અને માઇકલ જેક્સનની વાત જો ન થાય તો સમજી જવાનું કે તે વાત સાવ અધૂરી છે. માઇકલ જેક્સન ડાન્સનો ખેરખાં હતો. તેના જેવી વિભૂતિ બીજી વખત આ ગ્રહ ઉપર આવશે કે કેમ તે સવાલ છે.

યૂ-ટયૂબના પહેલાના સમયમાં મ્યુઝિક વીડિયોનો ટ્રેન્ડ આ માણસે શરૂ કરેલો. માઇકલ જેક્સન જેવી સફળતા માનવજાતના ઇતિહાસમાં જૂજ કલાકારોને કે કોઇ પણ ક્ષેત્રના જૂજ માણસોને જ મળી છે. તેના જેવી સફળતા મેળવવાનું ભલભલા કલાકારો સપનામાં પણ નથી વિચારતા. 
 
 
આ બધી હકીકતની સામે બીજી હકીકત એ છે કે જેક્સન મૂળત: ડાન્સર નહીં પણ ગાયક કલાકાર અને ગીતકાર હતો. તેની સાથે સાથે તેણે ડાન્સ કરવાના ચાલુ કર્યા. પદ્ધતિસરની ખાસ તાલીમ લીધા વિના. કિંગ ઓફ પોપે ચાર ચાર દાયકાઓ સુધી અબજો દિલો ઉપર રાજ કર્યું.

જિનિયસ માણસો આ હદ સુધી ફેમસ થતા હોતા નથી. ગાંધીજી કે આઇનસ્ટાઇન કે જેક્સન અપવાદોમાં આવે. આપણા ભારતીય ડાન્સર શોભાના સાથે જેક્સનનો વીડિયો અવેલેબલ છે. થોડી જ મિનિટોમાં એ ભરત નાટયમના સ્ટેપ શીખી ગયો હતો… આ જેક્સનની તાકાત બતાવે છે. કલાકો સુધી થાક્યા વિના તે નાચતો અને હાંફયા વિના ગાઇ બતાવતો. લાખોની સંખ્યામાં ઓડિયન્સ તેને જોવા આવતું. લોકો તેને જોઇને જ ખુશીના માર્યા રડી પડતા.

તેના સિગ્નેચર સ્ટેપ જેવો મૂનવોક ડાન્સ હજુ આજે પણ ડાન્સર્સ અને યુવાઓમાં લોકપ્રિય છે. તેના જેવો સફળ પોપ આઇકન કદાચ આપણને બીજો નહીં મળે.

No comments:

Post a Comment