Tuesday, 4 December 2018

નીફા વાયરસ શું છે?

નીફા વાયરસને કારણે હાલમાં કેરળ રાજ્યનાઅનેક લોકો મૃત્યુ પામ્યા. W.H.O.નાં અહેવાલ અનુસાર આ વાયરસ એક એવો નવો ઘાતક રોગ છે; જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. આ વાયરસ સૌપ્રથમ ૧૯૯૮માં મલેશિયા અને સિગાપુરમાં જોવા મળ્યો હતો. આ વાયરસ એ મનુષ્ય જાતિ માટે અતિ જીવલેણ રોગ છે.


આ વાયરસ મુખ્યત્વે ભૂંડ અને ચામાચીડિયા દ્વારા ફેલાય છે. ચામાચિડિયું ઝાડ પર રહેલું ફળ ખાય છે અને જયારે આ ફળ કોઈ મનુષ્ય ખાય ત્યારે આ વાયરસ તેમનામાં પ્રવેશે છે. ફળની ખેતી કરતાં ખેડૂતોમાં આ વાયરસ ઝડપથી ફેલાય છે. ઉપરાંત નિફા વાયરસનો ચેપ ધરાવનાર વ્યક્તિ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ તેને આ વાયરસનો ચેપ લાગી શકે છે.
 

વધારે તાવ આવવો, ખુબ જ માથું દુખવું, શરીરમાં સુસ્તી આવવી, યાદશક્તિ ગુમાવવી, બીજા દિવસે કોમામાં આવવું વગેરે આ વાયરસનાં લક્ષણો છે.

અત્યાર સુધી આ વાયરસની કોઈ પણ દવા શોધાયેલી નથી તેમ છતાંય રીબાવાયરીન નામની દવા કે જે પ્રાણીઓ દર ફેલાતા વાયરસ સામે લડે છે તે આપવામાં આવે છે પરંતુ તે સંપૂર્ણ રીતે અસરકારક સાબિત થઈ શકી નથી.

આ વાયરસથી બચવા ભૂંડથી બચીને રહેવું જોઈએ તેમજ ચામાચીડિયા દ્વારા ખવાયેલ ફળ ખાતા બચવું જોઈએ અને આ જે લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો હોય તેમના સંપર્કમાં આવતાં અટકવું જોઈએ.

No comments:

Post a Comment