ગલીઓનું મ્યુઝિયમ… ડોલ્સ
મ્યુઝિયમ.. સાંભળતાં જ એક પરીકથા જેવું લાગે. રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ
આંતરરાષ્ટ્રીય રોટરી ડોલ્સ મ્યુઝિયમ એક અનોખી સ્વપ્નનગરી કહેવાય છે.
આ ડોલ્સ મ્યુઝિયમમાં લગભગ ૧૬૦૦ જેટલી
અલગ-અલગ પ્રકારની ઢીંગલીઓને રાખવામાં આવી છે; જે અલગ-અલગ દેશની છે. અહીં કોઈપણ
ઢીંગલીને ખરીદવામાં આવી નથી બલકે ગીફટ કરવામાં આવી છે. આ ઢીંગલીઓની સજાવટ એ રીતે
કરવામાં આવી છે કે તેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.
અહીં જે પણ ઢીંગલીએ રાખવામાં આવી છે એ
બધી ઢીંગલીઓ સામાન્યલોકો દ્વારા અમુક, કરન્સી નોટમાંથી, વુડમાંથી, કાપડમાંથી, વાંસમાંથી, પ્લાસ્ટીકમાંથી
વગેરે જેવા મટીરીયલમાંથી બનાવવામાં આવી છે. જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ.
આ બધી ઢીંગલીઓ પાછળ અરિસો મુકવામાં આવ્યો છે; જેની total ૩D effect સૌ કોઈની નજરે પડે છે અને દરેક ડોલ
જીવંત લાગે છે. ઉપરાંત દરેક ઢીંગલીઓના કબાયમાં તેના, દેશનો તિરંગો રાખવામાં આવ્યો છે અને
દરેક દેશની વિશિષ્ટતાને અનોખી રીતે દર્શાવવામાં આવી છે, જેની જે તે
દેશની વિશિષ્ટતાનો ખ્યાલ આવે છે.
આ મ્યુઝિયમની ખાસ વિશેષતા એ છે કે અહીં જેટલી પણ ડોલ્સ ગીફટ કરવામાં આવી છે તેનો પોતાનો આગવો ઈતિહાસ છે. અહીં રાખવામાં આવેલી અમુક ડોલ્સ તો ૧૦૦ વર્ષી પણ વધુ જુનો ઈતિહાસ ધરાવે છે. તમામ ડોલ્સને મ્યુઝિયમના પોતાના ઈન્ટીરીયલ દ્વારા અનોખી રીતે સજાવવામાં આવી છે. અમુક ડોલ ઘણી રમીયાળ તો અમુક ડોલનું પોતાનું અલગ રૂપ-રંગ છે. આ પ્રકારનું મ્યુઝિયમ વિશ્વનું પહેલું મ્યુઝિયમ છે; જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે વિશ્વ વિખ્યાત ડોલ્સ મ્યુઝિયમ ૯૦૦૦ ચોરસ ફૂટમાં બનેલું છે. જેમાં ૧૦૮થી પણ વધુ દેશની ઢીંગલીઓ રાખવામાં આવી છે.
આ મ્યુઝિયમ કોઈ ગર્વમેન્ટએ બનાવેલું
નહિ પરંતુ સામાન્ય માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમની સ્થાપના તા. ર4
જુલાઇ, ર004ના રોજ કરવામાં આવી હતી. જેનું વિધિવત્ ઉદ્ઘાટન ભારતના ભૂ.પૂ.
ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના વરદ્હસ્તે કરવામાં આવેલ.
આટલું અદ્ભુત ડોલ્સ મ્યુઝિયમ જોઇને,
એના વિશે જાણીને બધાને આ વિચાર આવે એ સહજ છે કે
આવું મ્યુઝિયમ બનાવવાનો વિચાર કોને આવ્યો? આ મ્યુઝિયમ
પાછળનો ઇતિહાસ શું?.. તો ડોલ્સ
મ્યુઝિયમ બનાવવાનો આ વિચાર રાજકોટમાં રહેતા દીપક અગ્રવાલને આવ્યો હતો. તો આવો
જાણીએ તેની વિગતે વાત..
દીપક અગ્રવાલ વરસો પહેલાં તેમના ફેમિલી
સાથે ચારધામની જાત્રાએ ગયેલા. એ સમયે તેમણે પોતાની દીકરીને કહ્યું કે, ‘બેટા, દિલ્હી તને ઢીંગલીઓનું મ્યુઝિયમ જોવા
માટે લઇ જઇશ.’ દીકરી એકદમ ખુશ થઇ ગઇ કે વાહ આ તો એકસાથે
કેટલી બધી ઢીંગલીઓ જોવા મળશે. પરંતુ બીજે બધે ફરીને દીપક અગ્રવાલ ફેમિલી સાથે
દિલ્હી પહોંચ્યા ત્યારે તે દિવસે સોમવાર હોવાના કારણે દિલ્હીનું ડોલ્સ મ્યુઝિયમ
બંધ હતું. માત્ર ચાર વર્ષની વય ધરાવતી દીપકભાઇની દીકરી એકદમ નારાજ થઇ ગઇ અને કહે,
‘પપ્પા, તમે મ્યુઝિયમ
બતાવવાનું ખોટું કહેલું. આ મ્યુઝિયમ તો બંધ છે!’ એટલે એ સમયે દીપકભાઇએ પોતાની દીકરીને કહ્યું કે, ‘બેટા, પપ્પા કદી ખોટું ન બોલે! પણ ચાલ આપણે
રાજકોટમાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવીશું.’ મિત્રો, દીપકભાઇ પોતાની વાત જણાવતાં કહે છે, ‘ત્યારે તો એ વાત આમ પૂરી થઇ ગઇ.