Wednesday, 17 October 2018

IMFનાં ચીફ ઇકોનોમીસ્ટ તરીકે નિમાયા ભારતીય મૂળનાં ગીતા ગોપીનાથ


તાજેતરમાં જ હાર્વડ યુનિવર્સીટીના ભારતીય પ્રોફેસર ગીતા ગોપીનાથની IMFનાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિમણુક કરવામાં આવી છે. તેઓ ડિસેમ્બર ૨૦૧૮માં નિવૃત્ત થતાં મોરી ઓબ્સ્ટફેલ્ડનું સ્થાન લેશે. ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ ફાઈનાન્સ અને માઈક્રોઇકોનોમિક્સ પર સંશોધન કરેલું છે.

IMFનાં મેનેજિંગ ડાયરેકર ક્રિશ્ચન લેગાર્ડ અનુસાર ગીતા એક નામાંકિત અર્થશાસ્ત્રી છે અને તેઓને આવી વ્યક્તિ IMFનાં ચીફ ઈકોનોમિસ્ટ બનાવવા બદલ ગર્વની લાગણી છે.  

ગીતા ગોપીનાથનો જન્મ તેમજ ઉછેર ભારતમાં થયો હતો અને તે યુ.એસ. સિટીઝન અને ઓવરસિઝ ઓફ ઇન્ડિયા છે. તેમનો જન્મ કર્ણાટકનાં મૈસુરમાં થયો હતો. ૨૦૦૧માં તેઓ પ્રિન્સેટોન યુનિવર્સીટીમાંથી P.hd.ની પદવી પ્રાપ્ત કરી હતી અને દિલ્હી યુનિવર્સીટીમાંથી B.A. કર્યું હતું. આ ઉપરાંત તેઓ M.A. યુનિવર્સીટી ઓફ વોશિંગ્ટન અને દિલ્હી સ્કુલ ઓફ ઇકોનોમિકસમાંથી કર્યું હતું. આ સિવાય તરો કેરળનાં મુખ્યપ્રધાનનાં નાણાકીય સલાહકાર પણ રહી ચુક્યા છે. અર્થશાસ્ત્ર પર તેઓ ૪૦થી વધુ રિસર્ચ પેપર લખી ચૂક્યાં છે.

૨૦૧૪માં ૪૫ વર્ષથી ઓછી ઉંમરના ટોચના ૨૫ અર્થશાસ્ત્રીઓની જારી કરાયેલી યાદીમાં ગીતા ગોપીનાથનું પણ નામ હતું.

આ પદ સંભાળનાર તેઓ બીજા ભારતીય બનશે. ૨૦૦૩થી ૨૦૦૬ દરમિયાન IMFના મુખ્ય સલાહકાર તરીકે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ રહી ચુક્યા છે. આ સિવાય તેઓ IMFના પ્રથમ મહિલા ચીફ ઇકોનોમિસ્ટ બનશે.

No comments:

Post a Comment