Tuesday, 9 October 2018

વધતી પેટ્રોલ - ડીઝલની કિંમતોથી પંપ માલિકો પણ પરેશાન

 

હાલમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભારે ભરખમ વધારો થઈ રહ્યો છે; જેમનાંથી સામાન્ય નાગરિકોની પરેશાન થઈ રહ્યા છે. પેટ્રોલ ડીઝલનાં વધતા ભાવ ન માત્ર સામાન્ય જનતાને પરેશાન કરી રહ્યા છે, બલ્કે આ વાતથી ડીલર્સ પણ પરેશાન થવા પર ઉભા છે. હવે જો પેટ્રોલના ભાવ વધીને ૧૦૦ રૂપિયા ઉપર પહોચી જાય તો કંપનીઓ માટે નવી સમસ્યા ઉભી થશે; કારણ કે પેટ્રોલ પંપ પર ઉપયોગમાં લેવામાં આવતા મશીનોમાં માત્ર બે ડિજિટનાં જ નંબર નોંધાયેલ છે.

પેટ્રોલ પમ્પો પર લાગેલ મશીનોમાં પેટ્રોલ અને ડીઝલ એમ બંનેની મહત્તમ કિંમત ૯૯.૯૯ રૂપિયા જ નોંધાયેલ છે. ડેસીમલ ફિગરથી પહેલા આ મશીનમાં બે અંક જ ફીડ કરી શકાય છે. એવામાં જો પેટ્રોલ-ડીઝલનાં ભાવ ૧૦૦ રૂપિયાની સપાટીએ પહોંચી જાય તો DUs (ડિસ્પેંસિંગ યૂનિટ) કામ કરતું બંધ થઈ જશે અને ૧૦૦ રૂપિયાની કિંમત સપાટીએ પહોંચતા જ મશીન ૦.૦૦ રેટ દેખાડશે. જો ખરેખર આવું થયું તો પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે અલગથી રૂપિયા લેવા પડશે. જયારે DUs મશીન બની રહ્યું હતું ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે પેટ્રોલ-ડીઝલની કિંમત આટલી હરળફાળ ભરશે. અને ડીલર્સ અને ગ્રાહકો એમ બંને મુશ્કેલીમાં મુકાશે.

No comments:

Post a Comment