વિશ્વમાં આજે આકાશને આંબી જતા અનેક બાંધકામો થયા; પરંતુ એફિલ ટાવરની વાત જ કંઈક અલગ છે. આ ટાવરની મહામુલી ભેટ આપનાર ગુસ્તાવ એફિલનો તો ભૂલાય જ કેમ?
પેરિસના રહેવાસીઓ લંડનને બદલે પોતાના શહેરને પૂરા વિશ્વમાં મોખરે સ્થાન પ્રાપ્ત થાય તે માટે તેઓ વિશ્વ મેળાનું આયોજન કર્યું. જેમાં લોકોને આકર્ષિત કરવા નવીન પ્રકારનું બાંધકામ કરવાનું નક્કી કર્યું; જે ૨૦ વર્ષ બાદ નાબૂદ કરવાનું હતું.
પેરિસના રહેવાસીઓ લંડનને બદલે પોતાના શહેરને પૂરા વિશ્વમાં મોખરે સ્થાન પ્રાપ્ત થાય તે માટે તેઓ વિશ્વ મેળાનું આયોજન કર્યું. જેમાં લોકોને આકર્ષિત કરવા નવીન પ્રકારનું બાંધકામ કરવાનું નક્કી કર્યું; જે ૨૦ વર્ષ બાદ નાબૂદ કરવાનું હતું.
આ માટે ફ્રાંસના બાહોશ ગણાતાં એન્જિનીયર ગુસ્તાવ એફિલને આ કામ સોપવામાં આવ્યું. તેમની ડીઝાઈન સરકારને પસંદ આવતા તેઓ તરત જ બાંધકામ માટે ભંડોળ આપી દીધું. ૪૦ ઈજનેરો અને ૨૫૦ જેટલા કારીગરોથી ૧૮૮૭માં આ કામ શરૂ થઈ ગયું. ૧૪ મહિનાના સખત પરિશ્રમમાં તો માત્ર ૪ પાયા જ તૈયાર થઈ શક્યા. આખરે ૨ વર્ષ, ૨ માસ અને ૨ દિવસ બાદ એટલે કે ૧૮૮૯માં આ મિનારાનું બાંધકામ પૂર્ણ થયું.
મે, ૧૮૮૯માં ૨૧ તોપોની સલામી સાથે આ ટાવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ટોચ પર ફ્રાંસનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. ગુસ્તાવની લગન અને મહેનત જોઈને સરકારે આ ટાવરનું નામ એફિલ ટાવર રાખ્યું.
શરૂઆતનાં ૮ જ માસમાં અહીં ૨૦ લાખ જેટલાં લોકો આ ટાવરની મુલાકાત લીધી અને ટાવરને જોવાની ટીકીટોનું જ એટલું બધું વેચાણ થયું કે જોતજોતામાં બાંધકામનો ખર્ચ વસુલ થઈ ગયો. દર વર્ષે લાખો પ્રવાસીઓ માત્ર પેરીસની મુલાકાત આ ટાવર જોવા કરે છે. આથી સરકારે ૨૦ વર્ષ બાદ તેમને તોડી નાખવાનો પ્લાન કેન્સલ કર્યો.
આજે દરરોજ સરેરાશ ૨૦,૦૦૦ જેટલા લોકો આ ટાવરની મુલાકાત લે છે. આ ટાવરના સંચાલન અને સારસંભાળ માટે જ ૪૦૦થી વધુ કર્મચારીઓ છે; જેમાંના ઘણા ખરા તો ટાવર નીચે જમા થતા કચરાને વીણવાનું કામ કરે છે.
દર ૭ વર્ષે આ ટાવરને ફરી રંગવામાં આવે છે અને આ કામ બીજા દોઢ વર્ષે પૂર્ણ થાય છે.
No comments:
Post a comment