Thursday, 25 October 2018

ખુદ કો કર બુલંદ ઈતના કિ....

શેરબજારથી સ્પિરિચ્યુઆલિટી સુધીનાં ક્ષેત્રોમાં રસ ધરાવતી મેરી ફોર્લિયા નવી પેઢીની થોટ લીડર છે.
૪૨ વર્ષની મેરી ફોર્લિયાએ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડીંગ-સહાયકની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી મેરી ગ્રાહકોને માર્ગદર્શન આપવાનો કસબ શીખી. બાર-ટેન્ડર ને ડાન્સ ટીચરની નોકરી કરી અને પોતાની લેખનક્ષમતા તથા શોખનો વ્યવસાયિક વિનિમય પણ કર્યો. આ બધું કરતાં એ ૨૦૦૫માં પ્રથમ નાઈકી એલિટ ડાન્સ એથ્લીટ બની. આ ડાન્સમાં પોતાની મર્યાદાને શારીરિક વ્યાયામ થકી પરાસ્ત કરીને રમતગમતમાં ઉત્તમ દેખાવ કરતાં શીખવવામાં આવે છે.

૨૦૦૮માં મેરીએ એક પુસ્તક લખ્યું: મેક એવરી મેન વોન્ટ યુ: હાઉ ટુ બી સો ઈર્રેઝિસ્ટેબલ ધેટ યુ વિલ બેરલી કીપ ફ્રોમ ડેટિંગ યોરસેલ્ફ (ટૂંકમાં, તમારી જાતના પ્રેમમાં પડવાથી બચી ન શકાય એટલા આકર્ષક બનો). ૧૬ ભાષામાં પ્રગટ થયેલું એ પુસ્તક એની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ બન્યો.


આજે પોતાની મેરી ફોર્લિયો ઈન્ટરનેશનલ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં એ યુવા ઉદ્યોગસાહસિકોને વ્યક્તિત્વના વ્યવસાયના વિકાસની અફલાતૂન તાલીમ આપે છે.

મેરી ટીવી-શો અને ઓનલાઈન તાલીમ વર્ગોની પહોંચ અનન્ય છે. એનું કારણ એ છે કે મેરીની સકારાત્મક સલાહ અને શીખ લોકો સત્વરે પોતાના જીવનમાં અમલ કરાવે છે. વળી, એમાંની ઘણીખરી સલાહ ફ્રી કન્ટેન્ટ તરીકે ઉપલબ્ધ છે. ૧૯૫ દેશના યુવાઓ આ સામગ્રીનો ઉપયોગ કરે છે, જેમાંથી સેંકડો તેમની મદદથી પોતાના જીવન અને વ્યવસાયની કટોકટીમાંથી બહાર આવ્યા છે. એ સૌ માટે મેરી એક અદ્ભુત પ્રેરણાત્મક ગુરુ છે.

ઓપ્રા વિન્ફ્રે એને નવી પેઢીની થોટ લીડર કહે છે અને ફોર્બ્સ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી ઉદ્યોગસાહસિકો માટેની ટોપ ૧૦૦ વેબસાઈટ્સમાં મેરીની વેબસાઈટ સામેલ છે. મલ્ટી-પેશનેટ આંત્રપ્રેન્યોર કહે છે. એ યથાર્થ છે.

5G આવ્યા બાદ આ રીતે બદલાશે જિંદગી

આવતા વર્ષે એટલે કે 2019 સુધીમાં ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ થઈ જશે. ભારત પણ મેક ઈન ઈન્ડિયા ડિજિટલ ઈંડિયાને વધુ આગળ વધારવા માટે 5G એટલે કે ફિફ્થ જનરેશન ટેક્નોલોજી લાવવાની તૈયારીમાં લાગ્યું છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટની સેવા આવવાથી જીવન પૂર્ણતઃ બદલાઈ જશે.


5G ન માત્ર ઈન્ટરનેટ સ્પીડને વધારી દેશે પરંતુ ટેક્નોલોજીની દુનિયામાં પણ એક ક્રાંતિ લઈ આવશે. 5Gનાં દોરમાં લાખો ડિવાઈસીસ એકબીજાના સંપર્કમાં રહેશે. તમારુ ડિવાઈઝ ઘર પર ઉપસ્થિત ડિવાઈઝ એટલે કે ફ્રિઝથી લઈને તમારા સિક્યોરિટી સિસ્ટમ સુધી કનેક્ટેડ રહેશે. ભારતમાં 5G નેટવર્ક 2022 સુધી આવશે.

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે 5G શું છે. 5Gને મોબાઈલ ઈન્ટરનેટને પાંચમી પેઢી કહી શકાય. કેટલાક વર્ષોના સમયગાળા બાદ મોબાઈલ ઈન્ડસ્ટ્રી એક ઉત્કૃષ્ઠ સ્પીડ માટે પોતાને અપગ્રેડ કરેશે. 5G એટલે કે બાઈ સ્પીડ ઈન્ટરનેટ. 5G નેટવર્ક 1 સેકન્ડમાં 20 ગીગાબાઈટ્સ સુધીની સ્પીડ પકડી શકશે. 3જી અને 4જીના મુકાબલે આના દ્વારા 2 ગણુ વધારે તેજીથી ડેટા ડાઉનલોડ અને ટ્રાંસફર કરી શકાશે. આમાં એક સાથે ઘણા ડિવાઈઝને ઈન્ટરનેટથી જોડી શકાશે.

5G દ્વારા સ્વચાલિત કારણ એકબીજા સાથે ઉત્કૃષ્ઠ સંવાદ કરી શકશે અને ટ્રાફિક તેમજ મેપ સાથે જોડાયેલો ડેટા લાઈવ શેર કરી શકશે. માની લો કે શહેરોમાં અલગ અલગ સેન્સર લાગેલા છે તો પછી ચાલતા જતા લોકો અને વાહનોની મૂવમેન્ટ પર નજર રાખી શકાય છે અને ઓટોમેટિકલી ટ્રાફિક લાઈટ્સનું સંચાલન કરીને જામ થવાની સ્થિતીને રોકી શકાશે.

5G સર્વિસથી લેસ સ્માર્ટ હોમ્સ સિક્યોરિટી સિસ્ટમ, વિજળી અને પાણીના વપરાશને પણ મેનેજ કરી શકશે. એક સ્માર્ટ હોમ ઘરના તમામ કામ કરી શકશે અને વિજળીનો વ્યય પણ રોકશે. તો સાથે જ આ તમારી તબીયતનો પણ ખ્યાલ રાખશે. ઈમર્જન્સી હોવા પર આના દ્વારા ડોક્ટરને પણ બોલાવી શકાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા

એકતાનું પ્રતિક એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર ૩૨ કિ.મી. દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. આ સ્ટેચ્યુ ભારતના સ્વાતંત્ર્ય ચળવળના નેતા એવા વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ પ્રોજેક્ટની સ્થાપના ૭ ઓક્ટોબર ૨૦૧૦નાં રોજ કરવામાં આવી હતી ૨૦,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના ૧૨ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.


6 લાખ ગામોમાંથી લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, 5000 મેટ્રિક ટનથી વધુ આયર્ન એકત્ર કરવામાં આવ્યું, અને આખરે ૩૧ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ મુર્તિનું બાંધકામ શરૂ થયું.

ભારત માં એકતા ચળવળ નું પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. નર્મદા ડેમની એકદમ સામે સરદાર પટેલની આ પ્રતિમા સ્થિત કરવામાં આવી. તેમની પ્રતીક બનવવાનો મુખ્ય ઉદેશ લોકો માં એકતા જાળવવાનો છે.

પ્રતિમાના પ્રથમ તબક્કામાં સ્મારકની મુખ્ય જમીન, કેન્દ્રની ઇમારતો, એક બગીચો, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, એક મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો અને સંસ્થાઓ સાથે જોડતા પુલ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના ઐતિહાસિક સ્વરૂપ નું પ્રતિનિધિત્વ કરે છે.

૩૧ ઓક્ટોબર ૨૦૧૮નાં રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ નિમિત્તે ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવામાં આવશે.

આ સ્ટેચ્યુ બાદ ચીનનાં લ્યુશાન શહેરમાં સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધાની પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે.

લોખંડી પુરુષ
સરદાર સરોવર બંધ 

ચીન-હોંગકોંગ વચ્ચે બનાવાયો વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ

હોંગકોંગથી મકાઉ અને ચીનના ઝુહાઈ શહેરને જોડતો વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ ૨૩ ઓક્ટોબર ૨૦૧૮થી રોજ ખુલ્લો મુકાયો. આ પુલનું નિર્માણ કાર્ય શરૂ થયાને ૯ વર્ષ થયા. વિશ્વના આ સૌથી લાંબા દરિયાઈ પુલને બનાવવા માટે ખર્ચ 20 અબજ ડોલરનો થયો છે. 


55 કિલોમીટર લાંબા આ પુલનું ઉદ્ઘાટન પહેલાં 2016માં થવાનું હતું; પરંતુ હવે તેને આ વર્ષે ખુલ્લો મુકવામાં આવશે. આ પુલ ચીનની ગ્રેટર બે એરિયા યોજનાનો મુખ્ય ભાગ છે. ગ્રેટ બે એરિયા યોજના દક્ષિણ ચીનનો લગભગ 56 હજાર 500 ચોરસ કિલોમીટર ક્ષેત્રને આવરી લે છે. આ ક્ષેત્રમાં 6.8 કરોડ લોકો રહે છે. અને તેમાં હોંગકોંગ-મકાઉ સહિત 11 શહેરોનો સમાવેશ થાય છે. 

આ પુલનું નિર્માણ દરિયામાં કરવામાં આવ્યું છે. અગાઉ તેની સુરક્ષા નેવી દ્વારા કરવામાં આવતી હતી તેમજ જમીની સરહદનું રક્ષણ પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવતું હતું. અમેરિકાની સિલિકોન વેલીને ટક્કર આપવા દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલા કથિત ગ્રેટર બે એરિયાને આ પુલ દ્વારા એક તાંતણે બાંધવાનો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ઉદ્દેશ છે.

Wednesday, 24 October 2018

નાગાલેન્ડનું આ ગામ અડધું મ્યાનમાર તો અડધું ભારતમાં છે.

પૂર્વ ભારતના નાગાલેન્ડ રાજયની ઉત્તર પૂર્વ સરદદે મોન જિલ્લામાં લોંગવા નામે એક ગામ આવેલું છે; જેમાં ૩૦૦ પરિવારો ધરાવતું આ ગામ અડધું ભારતમાં અને અડધું મ્યાનમાર દેશમાં છે. જિલ્લા મથક મોનથી ૪૨ કિમી દૂર આવેલુ લોંગવા બે દેશનું નાગરિકત્વ ધરાવતું હોય તેવુ વિશ્વનું એક માત્ર ગામ છે.

સામાન્ય રીતે સરહદી વિસ્તારમાં તણાવ જોવા મળતો હોય છે. ભારત અને પાકિસ્તાનની સરહદથી ૪૦ થી ૫૦ કિમી દૂર આવેલા ગામો પણ સૂખ ચેનથી રહી શકતા નથી. યુધ્ધ વિરામનો ભંગ કરીને પાક દ્વારા તોપમારો થતો હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઇ જાય છે; જયારે અહીં કોઇ પણ પ્રકારની લડાઇ, ઝઘડો કે મતભેદો જોવા નથી મળતા.


આ ગામના લોકો એક ખૂણાથી બીજા ખૂણે જાય ત્યારે દેશ બદલાઇ જાય છે. લોંગવા ગામના લોકો મ્યાનમારમાં ભોજન કરીને ભારતમાં આરામ કરે છે, કારણ કે ટેકનિકલી જોઇએ તો રસોડું બર્મામાં તો લીવિંગરૂમ ભારતમાં આવે છે.

નવાઇની વાત તો એ છે કે આ ગામના સરપંચનો પુત્ર મ્યાનમાર સેનામાં નોકરી કરે છે તો અહીંનાં કેટલાક યુવાનો ભારતની પણ સિકયોરિટી કરે છે. આ ગામની આ વિશિષ્ટ ભૂગોળ અને ખૂબીઓ જ તેમને બધાથી અલગ બનાવે છે. આ ગામમાં ઘર છૂટા છવાયા અને લગભગ ત્રણ કિમી વિસ્તારમાં પથરાયેલા હોવાથી પણ એક ભાગ ભારતમાં અને બીજો ભાગ પાડોશી દેશ મ્યાનમારમાં રહી જાય છે.

આ ગામના લોકોને મ્યાનમાર જવા કે ભારતમાં આવવા માટે કોઇ જ વિઝાની જરૂર રહેતી નથી. નાગાલેન્ડમાં ૬૦થી પણ વધુ ટ્રાયબલ જાતિઓ રહે છે. તેમાંથી કોન્યાક ટ્રાઇબલ જાતિના લોકો વસવાટ કરે છે. એક સમયે આ ગામના રાજાને ૬૦ પત્નીઓ હતી અને તે બર્માની આજુબાજુ આવેલા ૭૦ ગામો પર રાજ કરતો હતો. આ ગામના લોકોની ભાષામાં તિબેટીઅન, મ્યાનમાર અને અસમી પ્રકારની બોલીની છાંટ આવે છે.

લોંગવા ગામમાં બર્મીઝ ટ્રાયબલ ભાષાનાં પણ જાણકાર છે. ગામ લોકો લાકડા અને ઘાસમાંથી તૈયાર કરેલા સાદા ઘરોમાં રહે છે.

ક્રિકેટની પીચ કેવી રીતે બને છે?


ક્રિકેટની વાતોમાં ઘણીવાર પીચ સારી હતી એટલે વધુ રન થયા, પીચ નબળી હતી એટલે બોલર ફાવ્યો નહીં એવી બાબતો સાંભળવા મળે છે.

બોલર અને બેટ્સમેનની સફળતા પર અસર કરનારી પીચ એટલે બેટ્સમેન અને બોલર વચ્ચેની જમીનનો પટ્ટો. રમત શરૂ કરતા પહેલા પીચનું નિરિક્ષણ પણ કરવામાં આવે છે. ક્રિકેટના ગ્રાઉન્ડમાં પીચ ખાસ પ્રકારે બનાવવામાં આવે છે.

તેમાં સૌથી નીચે પથ્થરોનો થર, ત્યારબાદ કાંકરા અને માટીના થર અને તેની ઉપર ટોપ સોઇલ નામની માટીનો પાંચ ઈંચ જાડો થર પાથરવામાં આવે છે.

ટોપ સોઇલની પીચને વરસાદથી બચાવવા તેની ઉપર પ્લાસ્ટીક પાથરી રાખવામાં આવે છે. ભેજ ન હોય ત્યારે પીચનો ઉપરનો પોપડો સખત હોય છે. આવા સમયે દડો ટપ્પો ખાઇને વધુ ઝડપથી ઉછળે છે. તેને બાઉન્સ થયો કહેવાય છે.

ભેજવાળી પીચ પર દડો પછડાય ત્યારે ભીની માટીમાં દડો સહેજ ખૂંપે અને પછી ફરી ઉછળીને બહુ ઊંચાઇએ જઈ શકતો નથી અને ઝડપ પણ ઘટી જાય છે. આ સ્થિતિમાં બેટ્સમેન ફાવી જાય છે. જોકે દડાની ગતિ અને દિશા ઉપર પીચ સિવાય હવાની ઝડપ, દડાનો આકાર અને બોલરની કાબેલિયત પણ અસર કરે છે.

ટ્રુકોલર ઉપયોગી કે જોખમી?

જો તમારા સ્માર્ટફોનમાં આ એપ છે તો તમે ભારતનાં ૩૫ કરોડથી વધુ લોકોમાના એક છો. આ એપ ભારત એટલી પોપ્યુલર છે કે આખી દુનિયામાં આ એપનાં યુઝર્સમાંથી અડધોઅડધ લગભગ ભારતમાં જ છે!!! સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્સની રેસમાં ટ્રુકોલર ફેસબુકને પણ પાછળ રાખી દીધી છે.


જો તમને ટ્રુકોલર વિશે ખ્યાલ ન હોય તો જાણી લો કે આ એપને આખી દુનિયાની ક્રાઉડસોર્સડ ટેલિફોન ડીરેક્ટરી ગણી શકીએ. આ એપના દાવા અનુસાર પૂરી દુનિયાની ટેલિફોન ડીરેક્ટરીઝ, સોશિયલ નેટવર્ક્સ અને ટ્રુકોલર કમ્યુનિટી પાસેથી તેણે આખી દુનિયાના લોકોની સંપર્ક માહિતીનો વિરાટ ડેટાબેઝ તૈયાર કર્યો છે. વિરાટ એટલે કેટલો? તો જાણી લો જવાબ: ૩ અબજ લોકો!!!

અસંખ્ય લોકોના મતે, આ એપ તમને ખુબ ઉપયોગી નીવડે છે કારણ કે તેમના પર અજાણ્યા લોકોનો ફોન આવે ત્યારે તેઓ એ વ્યક્તિનું નામ પોતાની એડ્રેસ બુકમાં ન હોય તો પણ જાણી શકે છે. આ ઉપરાંત, તમને જુદી જુદી માર્કેટિંગ કંપનીઝ તરફથી વણજોઈતા-સ્પામ-કોલ્સ આવતા હોય તો તમે તેને સ્પામ તરીકે રિપોર્ટ કરી શકો છો.

જુદા જુદા અનેક લોકો આવા નંબર્સને સ્પામ તરીકે રિપોર્ટ કરે એટલે છેવટે, આપણા પણ એ જ નંબર પરથી ફોન આવે ત્યારે એપ આપણને જાણ કરે છે કે આ નંબરને આટલા લોકોએ સ્પામ તરીકે રિપોર્ટ કરે છે. અને આપણે કોલનો જવાબ ન આપીને આપણો સમય બચાવી શકીએ છીએ.

એનાથી વિરુદ્ધ, ટ્રુકોલર 'આપણી જાણ બહાર' આપણો નંબર જાણી લેતી હોવાના મુદ્દે તેની સામે વારંવાર હોબાળો પણ ઉભો થતો રહે છે. આપણે આ બંને પાસામાંથી હકીકત શું છે એ જાણીએ.

સંસ્કૃતિથી સર્જનાત્મક સેવા

ધરતીકંપથી નિરાધાર થયેલા લોકોને પગભર કરવા જોએને જાપાની સંસ્કૃતિના પ્રતિક એવા કિમોનોને આધુનિક ફેશનજગતમાં પહોંચાડી દીધી.

૨૧ વર્ષની વયે બ્રિટનથી જાપાન આવેલી જોએને ૧૯૯૭માં વિખ્યાત અમેરિકી કમ્પ્યુટર ઉત્પાદક કંપની ડેલની જાપાન ખાતેની ઓફીસમાં નોકરી લીધી અને પંદર વર્ષમાં તો તે ડેલની જાપાન થથા એશિયા-પેસેફિક વિસ્તારની ચીફ ઓપરેટિંગ ઓફિસર બની ગઈ.

પરંતુ ૨૦૧૧માં પૂર્વ જાપાનના તોહોકુમાં આવેલા ભયંકર ભૂકંપ અને ત્સુનામીએ તેમની જિંદગીને એક નવા વળાંક પર જ મૂકી દીધી. ૨૦માં માળની તેમની ઓફીસમાં આવેલી ધરતીકંપની ધણધણતી ધ્રુજારી અનુભવતાં જ તેમને પોતાના બે નાનકડાં બાળકોની યાદ આવી. ઘરે પહોંચીને એમને સલામત જોયા બાદ જ તેમને નિરાંત થઈ.


બસ આ જ વખતે એમના હ્રદયમાં જન્મી એક ઈચ્છા: આ ભયંકર ઘટનાએ સર્જેલી તારાજીથી ત્રસ્ત લોકો અને નિરાધાર બાળકોને પગભર કરવા માટે કશુંક કરવું છે.

પોતાની કંપની અને જાપાનની બ્રિટિશ સ્કૂલ દ્વારા તેમણે મોટો ફાળો ભેગો કરી આપ્યો; પરંતુ કંઈક વિશેષ કરવું હતું એટલે નોકરી છોડીને થોડા સમય પછી એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો. પહેરવા-ઓઢવાની શોખીન જોએને પોતાનો સિલાઈકામનો શોખ, વિરાટ કોર્પોરેટ કંપનીનો સેલ્સ અનુભવ અને પોતાની અતિપ્રિય જાપાની પારંપરિક પોશાક એવા કિમોનોનો સમન્વય કરીને 'વિન્ટેજ કિમોનોઝ' નામની એક કંપની શરૂ કરી.

આ કંપનીએ કિમોનોના રંગબેરંગી સિલ્કના કાપડનો ઉપયોગ કરી આધુનિક ફેશનનાં ટ્રેન્ડી ડ્રેસ, પર્સ, બેડસ્પ્રેડ્સ તથા અન્ય ચીજો બનાવવા લાગી. આમાં જોએનનું કિમોનોનું કલેક્શન ખૂબ કામ લાગ્યું. વળી, આ ચીજો બનાવવાની તાલીમ તોહોકુનાં લોકો અને મહિલાઓને આપી જોએને તેમને પગભર કર્યા. આમ, પરિવારનાં સદસ્યો ગુમાવી ચૂકેલા લોકોનાં જીવનમાં તેમણે રંગો પૂર્યા. અનેક જાપાની ઘરોમાં પેઢીઓથી સચવાઈને પડેલા કિમોનો બહાર આવ્યા અને એને જોએને સર્જેલા નવા સ્વરૂપે બજારમાં મૂકવામાં આવ્યા. નવેમ્બર ૨૦૧૨થી શરુ થયેલી આ કંપનીની પ્રોડકટ્સ આજે યુરોપ તેમજ દુનિયાની ફેશનેબલ બજારોમાં વેચાય છે અને તેમની ઉંચી માંગ છે.

જોએનની આ કલ્પનાશીલ પહેલે મરવા પડેલા કિમોનો ઉદ્યોગને આજે ધબકતો પણ કર્યો અને જાપાની સંસ્કૃતિના આ પ્રતિકને આધુનિક ફેશનજગતમાં પણ પહોંચાડી દીધું. આનું નામ જ સંસ્કૃતિ દ્વારા સર્જનાત્મક સેવા.

Tuesday, 23 October 2018

સાઈકલ પર સફળતાના પેડલ


લોકો સ્વાસ્થ્ય માટે સાઈક્લિંગ કરે એ સારી વાત છે. આપણે એકસાથે વધારેમાં વધારે ૫-૧૦ કિ.મી. સાઈકલ વડે અંતર કાપી શકીએ છીએ; પરંતુ તાજેતરમાં જ રાજકોટની એક મહિલાએ એકસાથે ૬૦૦ કિ.મી. સાઈકલ વડે અંતર કાપ્યું. આ માટે તેમને ૩૮ કલાકનો સમય લાગ્યો.

આ પહેલા પણ ખુશ્બૂ ડોડિયા એ ૨૦૦, ૩૦૦ અને ૪૦૦ કિલોમીટરની સાઈકલિંગ કરી છે. એક વર્ષમાં આ તમામ કિલોમીટરની સાઈકલ સ્પર્ધા પૂર્ણ કરનારને સુપર રેન્ડોન્યુઅરનો ખિતાબ મળે છે. સૌરાષ્ટ્રમાંથી મહિલામાં પહેલી વાર આ ખિતાબ ખુશ્બૂએ હાંસલ કર્યો છે.

ડૉ. ખુશ્બુ એ પોતે ડેન્ટિસ્ટ છે અને પોતાનું સ્વતંત્ર ક્લિનિક ધરાવે છે. તેઓ હેલ્થ ફિટનેસ માટે સાઈકલિંગ શરૂ કર્યું. સાઈકલિંગ પ્રત્યે વધુ લગાવ અને અશક્યને શક્યમાં પરિવર્તિત કરવાની નેમ સાથે તેમણે સુપર રેન્ડોનિયર્સની ચેલેન્જ રાજકોટની ક્લબે સ્વીકારી. પોતાના સહિત ૧૧ સાઈક્લિસ્ટોએ આ અંતર ૪૦ કલાકમાં પૂર્ણ કર્યું. આ માટેનો રૂટ વડોદરા-પાલનપુર-વડોદરા રાખવામાં આવ્યો હતો.

Monday, 22 October 2018

બ્રિટનમાં આ નવી બસ આસપાસની હવા 'શુદ્ધ' કરે છે!


બ્રિટનમાં શરુ કરાયેલી નવી બસ પ્રવાસ દરમિયાન આસપાસની હવાને શુદ્ધ કરે છે. અહીંની પબ્લિક ટ્રાન્સપોર્ટ બ્લૂસ્ટાર નામની સર્વપ્રથમ એર ફિલ્ટરિંગ બસ શરૂ કરી છે. તેમાં રૂકટોપ ફિલ્ટરિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે, જે વાતાવરણમાં સ્વચ્છ હવા છોડે છે. બસ જેમ આગળ વધે તેમ તેમ હવા શુદ્ધ થતી આવી છે. એવો દાવો આ બસ બનાવનારી કંપનીએ કર્યો છે.
આ કંપનીના CEO ડેવિડ બ્રાઉને જણાવ્યું હતું કે, આ બસ હવામાંનાં અલ્ટ્રાફાઈન પાર્ટિક્લ્સ શોષી લઈ તાજી હવા વાતાવરણમાં છોડે છે, જેને પરિણામે વાયુ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. આ બસ ૧૦ મીટર ઉંચાઈ સુધીની હવા શુદ્ધ કરે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (W.H.O.) એ બસના પ્રયોગ માટે સાઉથમ્પટન શહેરની પસંદગી કરી છે, કારણ કે અન્ય શહેરોની તુલનામાં ત્યાં પ્રદૂષણનું પ્રમાણ વધુ છે.

વિશ્વભરમાં વીગન જીવનશૈલીની બોલબાલા… શું છે આ ‘વીગન’ જીવનશૈલી?

સનાતન કાલથી ભારતમાં શાકાહારી પરંપરા ચાલી આવી છે. એક સમય હતો જયારે કોઈ ભારતીય પશ્ચિમનાં દેશોમાં પ્રવાસે જાય ત્યારે તેમને એક સમસ્યા રહેતી હતી કે ત્યાં કોઈ શાકાહારી ભોજન મળશે કે નહીં. ત્યાનું વાતાવરણ જ એવું હતું કે કોઈ ત્યાં જઈ અને કહે કે હું માંસાહાર નથી કરતો તો આવું કહેનારને ત્યાંનો સમાજ વિચિત્ર નજરેથી જોતો. પરંતુ આજે એ જ દેશોમાં આપણી સંસ્કૃતિથી એક કદમ આગળ એટલે કે 'વીગન' થઈ રહ્યો છે. 


હવે તમને સવાલ થશે કે, આખરે 'વીગન' એ કઈ બલાનું નામ છે? જેની પાછળ આખું યુરોપ ઘેલું બન્યું છે. આમ તો વીગન એ શાકાહારની શ્રેણીમાં જ આવે છે, પરંતુ આ શાકાહારી લોકો માંસાહારથી દૂર રહે છે, પરંતુ પ્રાણીઓમાંથી મળતી વસ્તુ દૂધ અને તેની બનાવતો પ્રત્યે છોછ રાખતાં નથી. જયારે વીગન લોકો આવો ખોરાક તો શું પરંતુ પ્રાણીઓમાંથી મળતી બનાવટોનો ઉપયોગ કરવાનું કટ્ટરતાપૂર્વક ટાળે છે. ત્યાં સુધી કે તેઓ મધથી પણ દૂર રહે છે.

આ લોકો માને છે કે દૂધ, મધ જેવી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે પશુઓ સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. સાથી આવું ખાવું એ એક પ્રકારનો માંસાહાર જ છે. આથી આવી ચીજવસ્તુઓ પણ ખાવાથી બચવું જોઈએ.

ગૂગલનું માનીએ તો પાછલાં ૫ વર્ષમાં ગૂગલ પર 'વીગનવાદ' શબ્દમાં સર્ચ કરવા પર 550%નો વધારો થયો છે અને વધુ ને વધુ લોકો આ જીવનશૈલી અંગે જાણવા ઉત્સુક બન્યા છે. આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે ભારતના ૫૦૦ મિલિયનથી વધુ લોકો સાથે સૌથી મોટો શાકાહારી દેશ છે; પરંતુ વીગન જીવનશૈલીને બાબતે એટલે અણીશુદ્ધ શાકાહારની પરંપરામાં ભારત હજુ પ્રારંભિક ચરણમાં છે.

જો ૨૦૫૦ સુધી વિશ્વ સંપૂર્ણ શાકાહારી બની જાય તો દર વર્ષે લગભગ ૮ મિલિયન મૃત્યુ ઓછા થઈ જાય. વીગન બનવાથી દિલથી બીમારી, ડાયાબિટીઝ, સ્ટ્રોક અને કેટલાક કેન્સરનો ભય એકદમ ઓછો થઈ જાય છે. માટે સારવાર ખર્ચમાં ૨-૩ ટકા બચશે. ઓક્સફર્ડ માર્ટિન સ્કૂલ ફ્યુચર ઓફ ફૂડ પ્રોગ્રામના એક સંશોધન મુજબ શાકાહાર અપનાવવાથી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં લગભગ ૬૦ ટકા ઘટાડો નોંધાશે. જો દરેક શાકાહારી બની જાય તો ઓછો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન થશે, જેના કારણે ૫૭૦ અરબ રૂપિયાની વર્ષે બચત થશે.

સોયાબીનથી કેન્સરનું જોખમ વધી જાય છે.

ન્યુયોર્કના મેમોરિયલ સ્લોન કેટ્ટરિંગ કેન્સર સેન્ટરના વિજ્ઞાનીઓ મુજબ આહારમાં સોયાબીન લેવાથી કેન્સરનું જોખમ વધી જાય છે. આહારમાં સોયાબીન લેવાથી કેન્સરના કોષોનો ફેલાવો ઝડપી બને છે. આ સેન્ટરના વિજ્ઞાનિકોએ મહિલાઓનાં બે જૂથ પાડ્યા. જેમાં એક જૂથને એક મહિના સુધી સોયાબીનયુક્ત આહાર આપવામાં આવ્યો હતો; જ્યારે બીજા જૂથને સોયાબીન વગરનો આહાર આપવામાં આવ્યો હતો. તેમણે જોયું કે સોયાબીન લેનારી મહિલાઓના કોષોમાં કેન્સરની વૃદ્ધિને પ્રોત્સાહન આપતાં જિન્સ વધુ સક્રિય થઈ ગયા હતા. 


ભૂતકાળમાં અમેરિકાના વિજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું કે સોયાબીનથી બ્રેસ્ટ કેન્સરમાં ફાયદો થાય છે. પરિણામે કરોડો અમેરિકનો હેલ્થ ફૂડ તરીકે સોયાબીન તરફ વળ્યા હતા. છેક ઈ.સ. ૧૯૯૬માં સંશોધકો દર બહાર પાડવામાં આવ્યું હતું કે સોયાબીન લેનારી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી જાય છે.

કાયલા ટી. ડેનિયલ નામના લેખકે તો પુસ્તક લખીને સોયાબીનનાં ભયસ્થાનો બાબતમાં ચેતવણી આપી હતી કે જે મહિલાઓ દૈનિક ૫૧ ગ્રામ જેટલું સોયામિલ્ક વાપરતી હતી તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી ગયું હતું. જે લોકો ગાય કે ભેંસનું દૂધ વાપરતાં નથી તેઓ દિવસમાં ચાર કપ જેટલું સોયા મિલ્ક પીએ છે, તેમનું કેન્સરનું જોખમ વધી જાય છે.

Friday, 19 October 2018

પોલાદી નેતા : એર્ના સોલબર્ગ

નોર્વેનાં બર્ગન શહેરની સ્કૂલમાં ભણતી સોળ વર્ષીય એર્ના સોલબર્ગને ક્લાસનાં બ્લેકબોર્ડ પર જે કંઈ ટીચર લખે એ વાંચવામાં તકલીફ પડતી હતી. તેઓ ડિસ્લેક્સિયાથી પીડાતી હતી. વાંચવા લખવામાં થતાં ગોટાળા છતાંય તે ભારે આત્મવિશ્વાસુ અને જુસ્સાદાર વક્તા હતી. આ જ કારણે ૧૮ વર્ષીય એર્ના સોલબર્ગ ૧૯૭૯માં સ્કૂલ સ્ટુડન્ટસ યુનિયન બોર્ડ પર ચૂંટાઈ હતી.


સમાજશાસ્ત્ર, રાજનીતિ, અર્થશાસ્ત્ર અને સ્ટેટિસ્ટિકસ સાથે અનુસ્નાતક થયેલી એર્ના સોલબર્ગ આજે ૨૦૧૩થી નોર્વેના વડાપ્રધાન પદે છે. ૨૦૧૭માં તેઓ ફરીથી એટલે કે બીજી ટર્મ માટે વડાપ્રધાન બની છે, જે નોર્વેનાં રાજકરણમાં એક વિક્રમ છે. એર્ના એક સ્પષ્ટવક્તા અને મક્કમ રાજકરણી છે. તેમને ડિડિસ્લેક્સિયા વિશે સવાલ પૂછવામાં આવ્યો તો ત્યારે તેમણે કહેલું કે એને કારણે જ મને આપત્તિઓ શું છે એનો પરિચય જિંદગીમાં વહેલો થઈ ગયો.

એર્ના ૨૦૦૧થી ૨૦૦૫ દરમિયાન સ્થાનિક સરકાર અને રિજનલ વિકાસખાતામાં મંત્રી હતી. તે વખતે તેમણે નોર્વેમાં આશ્રિતો સામે આકરી નીતિ અપનાવેલી. રાષ્ટ્રીય સલામતી માટે જોખમી બને એવી વ્યક્તિઓને આશ્રય નહીં આપવાની અને તેમને હદપાર કરવાની નીતિનો તેણે દ્રઢતાથી અમલ કરવાયો. બસ ત્યારથી જ તેમને જર્ન એર્ના એટલે એટલે કે નોર્વેજિયન ભાષામાં પોલાદી એર્નાનું બિરુદ મળ્યું.

તેમના દેશમાં લોકોનું જીવનધોરણ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને બેકારી ન્યૂનતમ છે. સૌથી વધુ આયુષ્ય પણ તેમનાં દેશનાં લોકોનું છે.ગેરકાયદે ઘૂષણખોરી કે ડ્રગની દાણચોરી ન થાય તે માટે ચુસ્ત વ્યવસ્થા છે. તેમના દેશની સ્વાયત્તતા અને સરહદની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી થતી. આધુનિક ટેકનોલોજી વાપરવા છતાંય એર્નાને શ્વાનોની ક્ષમતા અને વફાદારીમાં ભારે ભરોસો છે અને શ્વાનોને સર્વોપરી ટેકનોલોજી ગણાવે છે. હવે દુનિયાના નેતાઓ સુદ્ધાં આ પોલાદી મહિલાનું માર્ગદર્શન મેળવવા ઉત્સુક રહે તેમાં કોઈ નવાઈ ખરી???


બરફનો ટુકડો પાણીમાં કેમ ડૂબતો નથી?

તમે કોઈ પાણી ભરેલા વાસણમાં બરફનું નિરીક્ષણ કર્યું હશે તો તમે જોયું હશે કે બરફ તરે છે. હવે તમને પ્રશ્ન થશે કે બરફ ઘન પદાર્થ હોવા છતાંય ડૂબતો કેમ નથી? શા માટે તરે છે?


વાસ્તવમાં કોઈ પણ ચીજ પાણીમાં તરે છે કે ડૂબે છે તો તે એક સિદ્ધાંત અનુસાર થાય છે. આર્કીમિડિજ સિદ્ધાંત અનુસાર બરફનો ટુકડો પાણીમાં ડૂબતો નથી.
આ સિદ્ધાંત અનુસાર કોઈ પણ ચીજ કે વસ્તુ પાણીમાં તરે છે તો પાણી પોતાના વજનની બરાબર વસ્તુને હટાવી દે છે; પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બરફનો ટુકડો પાણીથી હલકો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો પાણી જામ્યાં બાદ બરફ બની જાય છે; જે વધારે જગ્યા રોકી લે છે. આ કારણે બરફનું ઘનત્વ પાણીનાં ઘનત્વથી ઓછું થઇ જાય છે. આથી જ બરફ પાણી પર તરે છે.

ગુજરાતનાં રાજ્યનાં મુખ્યમંત્રી - વિજય રૂપાણી

વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ તેઓ ગુજરાત રાજ્યના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી.

વિજય રૂપાણીનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્માનાં રગૂનમાં થયો હતો. તેમના માતાનું નામ માયાબેન તેમજ પિતાનું નામ રમણિકલાલ હતું અને તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. ૧૯૬૦માં રમણિકલાલ સપરિવાર બર્માને છોડી હંમેશ માટે ભારત રહેવા આવી ગયા. ત્યારબાદ તેઓ ગુજરાતના રાજકોટ શહેરમાં વસવાટ કર્યો. તેઓ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક અને સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાંથી L.L.B.નો અભ્યાસ પૂર્ણ કર્યો.


તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા ત્યારથી જ પોતાનાં જીવનને સાર્વજનિકપણે જીવવા લાગ્યા. ત્યારબાદ તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને જનસંઘમાં પણ તેઓ જોડાયા. ભારતીય જનતા પક્ષના સ્થાપનાના સમયથી જ એટલે કે ૧૯૭૧થી જ રૂપાણી પક્ષના કાર્યકર્તા છે. ૧૯૭૮થી ૧૯૮૧ દરમિયાન તેઓ સ્વયં સેવક સંઘના પ્રચારક પણ રહ્યા.

જયારે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી રહ્યા ત્યારે રૂપાણી ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ અને ગુજરાત મહાનગરપાલિકાનાં વિત્તવિભાગનાં એકવાર અધ્યક્ષ રહ્યા. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪નાં રોજ વિધાયક પદનાં નિર્વાચનમાં તેઓ બહુમતિથી જીત્યા.

બાળપણથી જ તેઓ R.R.S.નાં આદર્શોને વરેલા રહ્યા છે. તેમનો સ્વભાવ અને શૈલી દીવા જેવો જ સ્પષ્ટ છે. બદારી ઉપાડવાની તેમની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની તેમની સહજવૃતિ દ્વારા તેમણે તેમના પ્રભાવશાળી ગુણોને મજબૂતી આપી છે. તેમને કોઈપણ કામ સોંપવામાં આવે ત્યારે, તેમની કામગીરી હંમેશા આંજીં દેનારી રહી છે. સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતી વખતે શ્રી રૂપાણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

સ્વાભાવિક રીતે જ જન્મજાત નેતા હોવા છતાંય તેઓ લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કર્યું છે. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેઓ આગેવાની પણ કરી હતી. કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ વ્હોર્યો હતો. તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોર્પોરેટર તરીકે ભાજપમાં શરૂ થએલી સફર મુખ્યમંત્રી સુધી પહોંચી.

Wednesday, 17 October 2018

મળો એશિયન રમતોત્સવ - ૨૦૧૮ના ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતાઓને...એશિયન રમતોત્સવ - ૨૦૧૮ ભારતનું શાનદાર પ્રદર્શન

ભારતે ૧૮મા એશિયન રમતોત્સવમાં ૧૫ સુવર્ણ, ૨૪ કાંસ્ય અને ૩૦ તામ્ર પદક સાથે કુલ ૬૯ પદકો જીત્યાં છે. આ સાથે જ આપણે ૨૦૧૦ના એશિયન રમતોત્સવના સૌથી વધુ ૬૪ પદકોનો વિક્રમ પણ તોડ્યો છે, તો ૧૫ જેટલાં સુવર્ણ પદકો જીતી આપણા રમતવીરોએ ૬૭ વર્ષ પુરાણા ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ૧૯૫૧માં એશિયન રમતોત્સવમાં આપણે આટલાં સુવર્ણ પદક મેળવ્યાં હતાં. ત્યારે આવો માણીએ, ભારતના ગૌરવ સમાન એ સુવર્ણ પદક વિજેતાઓ અને તેમની સંઘર્ષગાથાઓને...ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડે અપાવ્યો સુવર્ણ પદક 


ડાંગ જિલ્લાની યુવતી સરિતા ગાયકવાડે ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે. સરિતાની આ જીતથી તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે. ૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેક્ધડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શારદા ફાઉન્ડેશને સરિતાને દત્તક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો. પિતા ખેતમજૂર અને એક નાની બહેન ઘરકામમાં મદદરૂપ બનતી. આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે. કૉલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી. ત્યાર બાદ કર્ણાટકમાં ઓલ ઇન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી, જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડ્મિશન થયું હતું અને તે નેશનલ પ્લેયર બની હતી. ત્યારબાદ સરિતાએ ઓલિમ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે.

સરિતા ગાયકવાડની સિદ્ધિ અન્ય તમામ કરતાં અનોખી એટલા માટે કહી શકાય કે તે જે બેકગ્રાઉન્ડમાંથી આગળ આવી છે તે આશ્ર્ચર્યજનક છે. જે ગામમાં હજી વીજળી પણ પહોંચી ન હોય અને જે જિલ્લાને વર્ષોથી સાવ પછાત માનવામાં આવતો હોય તે ડાંગના આહવા નજીકના કરાડી આંબા ગામની વતની સરિતા ગાયકવાડ હજી થોડા વર્ષ અગાઉ ટેલિવિઝન પર કાર્યક્રમ નિહાળવા માટે પણ પડોશીના ઘરે જતી હતી. આહવા સુધી જવાનું પણ જેના માટે દુષ્કર હતું તે સરિતા ગાયકવાડ ખેલ મહાકુંભમાં ભાગ લેવા ગઈ અને તેને કઈ રમતમાં રહેવું તેની પૂરતી માહિતીને અભાવે તેણે પાંચ ઇવેન્ટમાં એન્ટ્રી લીધી અને પાંચેય ઇવેન્ટમાં મોખરે રહી ત્યારે સૌનું ધ્યાન તેની તરફ ગયું. નેશનલ એથ્લેટિક્સમાં આવ્યા બાદ તેણે ૪૦૦ મીટર દોડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેમાં ય ૪ x ૪૦૦માં તેના જેવી રનર હોય તો બાકીની રનરે કદાચ કોઈ ભૂલ કરી હોય તો સરિતા આવીને સરભર કરી આપે તે ઇરાદાથી તેને ટીમમાં લેવાઈ. જાકાર્તામાં જ ૨૦૧૮ના ફેબ્રુઆરીમાં એશિયન એથ્લેટિક્સ મીટ યોજાઈ જેમાં તેણે ગોલ્ડ જીત્યો અને એશિયન ગેમ્સની દાવેદાર બની ગઈ. આ વખતે તેણે ઇતિહાસ રચી દીધો.

જોકે માધ્યમોમાં તેના બેકગ્રાઉન્ડને લઈ વહેતી થયેલી વાતો બાદ સરિતા ગાયકવાડે ખુલાસો કર્યો છે કે, હું ચોક્કસ ગરીબ પરિવારમાંથી આવું છું. એક સમયે અમારી આવક ઘણી ઓછી હતી. પરંતુ આજ હું સરકારી વિભાગમાં નોકરી કરું છું અને મને વેતન પણ ખૂબ સારું મળે છે. ઈન્કમટેક્ષ વિભાગમાં મને થોડા વર્ષો પહેલાં જ સ્પોર્ટ્સના ક્વોટમાં નોકરી મળી હતી. સરકાર પણ મને સારી મદદ કરી રહી છે.


૧૫૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક જીતનાર જિનસન જાનસન


ભારતીય એથ્લીટ જિનસને એશિયાઈ રમતોત્સવમાં ૧૨મા દિવસે પુરુષોની ૧૫૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક જીત્યો. જિનસને ૩ મિનિટ ૪૪.૭૨ સેકંડના સમય સાથે ઈરાનના આમિર મોરાદીને પછાડી આ પદક પોતાને નામે કર્યો હતો. રિયો ઓલિમ્પિકમાં કેરલના આ રમતવીર પાંચમા સ્થાને રહ્યો હતો, પરંતુ તેઓ ત્રણ મિનિટ ૪૪.૭૨ સેક્ધડના સમયમાં ખૂબ સારા અંતર સાથે સુવર્ણ પદક જીતી લાવ્યા છે.

કેરલના કોઝિકોડ જિલ્લાના ચક્કિટ્ટાપારામાં સામાન્ય પરિવારમાંથી આવતા જિનસન ૨૦૦૯થી ભારતીય સૈન્યમાં છે. ૨૦૧૫માં તેઓને જુનિયર કમિશંડ ઓફિસરનું પ્રમોશન મળ્યું હતું. તેઓ ૨૦૧૫માં થયેલ એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. વૃદાનમાં આયોજાયેલ આ ચેમ્પિયનશિપમાં જોનસને ૮૦૦ મીટર દોડમાં કાંસ્ય પદક મેળવ્યો હતો.તેજિંદરપાલ સિંહ તૂર : શોટપૂટમાં જીત્યો સુવર્ણ પદક એશિયાઈ રમતોત્સવના ૭મા દિવસે પુરુષોની શોટપૂટ (ગોળાફેંક)ની સ્પર્ધામાં પંજાબના ૨૩ વર્ષના રમતવીર તેજિંદરપાલ સિંહે ભારત માટે સુવર્ણ પદક જીત્યો. તેઓએ ૨૦.૭૫ મીટર દૂર ગોળો ફેંકીને ન માત્ર સુવર્ણ પદક મેળવ્યો સાથે સાથે વિક્રમ પણ નોંધાવ્યો. તેઓએ ભારતના જ ઓમપ્રકાશ કરહાનાના નામે નોંધાયેલ ૨૦.૬૯ના છ વર્ષ જૂના વિક્રમને તોડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પંજાબના માંગા જિલ્લાના ઓસોપાડો નામના ગામમાં રહેતા તેજિંદરપાલ સિંહના પિતાનું સ્વપ્ન હતું કે તેમનો પુત્ર આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે અને ભારત માટે સુવર્ણ પદક જીતી લાવે. પોતાના પિતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા તેઓએ દિવસ-રાત એક કરી દીધાં હતાં. પિતાને કેન્સર થયું હોવા છતાં ખુદની તાલીમમાં આંચ આવવા દીધી નહોતી. સુવર્ણ પદક જીત્યા બાદ તેજિંદરે કહ્યું હતું કે, આ સન્માન મારા પિતાનાં સ્વપ્નોને સમર્પિત. હવે હું તેમની સામે ઊંચા મસ્તકે જઈશ અને આ પદક અર્પણ કરીશ. પરંતુ અફસોસ, કે તેઓ પોતાના પિતા પાસે પહોંચે તે પહેલાં જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું.પોતાનો જ વિક્રમ તોડી જીત્યો સુવર્ણ પદક ભારતના ખેલાડી નીરજ ચોપડાએ એશિયન ગેમ્સના ૯મા દિવસે પુરુષવર્ગની જૈવલિન થ્રો (બરછી ફેંક)માં સુવર્ણ પદક જીતી ઇતિહાસ રચ્યો હતો. તેઓ એશિયન રમતોત્સવમાં બરછી ફેંકમાં સુવર્ણ પદક જીતનાર પ્રથમ ભારતીય છે. આ રમતના ઇતિહાસમાં આજ સુધી ભારતને માત્ર બે જ પદક મળ્યા છે. આ અગાઉ એશિયન રમતોત્સવમાં ૧૯૮૨માં ગુરતેજસિંહને તામ્ર પદક મળ્યો હતો. તેઓએ પોતાના જ નામનો નેશનલ વિક્રમ તોડી ૮૮.૦૬ મીટર દૂર બરછી ફેંકી સુવર્ણ પદક ભારતના નામે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સુવર્ણ પદક જીત્યા બાદ તેઓએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું કે, ‘હું આ સુવર્ણ પદક સ્વ. અટલ બિહારી વાજપેયીજીને સમર્પિત કરું છું. તેઓ એક મહાન વ્યક્તિ હતા.’મનજિતસિંહ ચહલ : ૮૦૦ મીટર દોડમાં સુવર્ણ પદક હરિયાણાના ઉઝના ગામના આ યુવકે રમતોત્સવના ૧૦મા દિવસે પુરુષોની ૮૦૦ મીટર દોડ ૧ મિનિટ ૪૬.૧૫ સેક્ધડમાં પૂરી કરી સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો.

હરિયાણાના આ યુવાનની સફળતાની તો આજે સૌ કોઈ વાહવાહી કરે છે, પરંતુ આ સફળતા પાછળ તેણે આપેલા ભોગ, બલિદાન અને તેના સંઘર્ષની કદાચ જ કોઈને ખબર હશે. રાજ્યનાં નરવાનાના ઉઝના ગામના એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવતા મનજિત ચાર મહિના પહેલાં જૂનમાં ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં ૮૦૦ મીટર દોડમાં ભાગ લઈ રહ્યા હતા. ત્યારે તેમને સમાચાર મળ્યા કે, તેઓને એક પુત્ર થયો છે. પરંતુ તે પોતાના દીકરાનું મ્હો પણ જોઈ ન શક્યા અને એશિયાઈ રમતોત્સવની તૈયારી માટે ભૂતાન જવું પડ્યું અને ત્યારથી આજ-દિન સુધી તેઓ પોતાના દીકરાનું મોં જોઈ શક્યા નથી.ટ્રિપલ જંપમાં ૪૮ વર્ષ બાદ સુવર્ણ પદક અપાવનાર અરપિંદર સિંહ એશિયન રમતોત્સવના ૧૧મા દિવસે ટ્રિપલ જંપમાં ૪૮ વર્ષ બાદ ભારતને સુવર્ણ પદક મળ્યો અને ભારતને આ સુવર્ણ પદક અપાવનાર રમતવીરનું નામ છે અરપિંદર સિંહ. આ અગાઉ ૧૯૭૦માં મનપિંદરપાલ સિંહે ભારતને સુવર્ણ પદક અપાવ્યો હતો.

એક સમયે અરપિંદર સિંહે રમતની દુનિયાને અલવિદા કરી દેવાનું મન બનાવી લીધું હતું. ૨૦૧૪ના ઓલિમ્પિક રમતોત્સવમાં કાંસ્ય પદક જીતવા છતાં પંજાબ સરકાર તરફથી યોગ્ય સન્માન ન મળતાં તેઓએ રમતની દુનિયાને અલવિદા કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાં કોઈએ કહ્યું, ‘હરિયાણા ચાલ્યા જાઓ. ત્યાં કદાચ તમારી પ્રતિભાનું યોગ્ય સન્માન થાય.’ તેઓ પંજાબ છોડી હરિયાણા રહેવા આવી ગયા અને સેનીપતમાં અભ્યાસ શરૂ કર્યો. હરિયાણા રાજ્ય તરફથી તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક જીત્યો અને હરિયાણા સરકારે પણ તેની કદર કરી. અરપિંદર સિંહને નેશનલ એથ્લિટનું સન્માન આપ્યું અને આજે તેઓએ ઇતિહાસ રચી દેશ માટે ત્રિપલ જંપમાં સુવર્ણ પદક અપાવ્યો છે.હેપ્ટાથલોન ગર્લ સ્વપ્ના બર્મન તમામ પ્રકારની મુશ્કેલીઓ અને અભાવ છતાં કોઈ તપીને બહાર આવે છે તો તેને કુંદન કહેવામાં આવે છે. કુંદન એટલે કે તપેલું સોનું. આવું જ કુંદન સાબિત થઈ છે પશ્ચિમ બંગાળની સ્વપ્ના બર્મન. રિક્ષા ચલાવી માંડ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરી શકતા પિતાની દીકરી સ્વપ્ના બર્મન એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક જીતી. આ ક્ષેત્રે સુવર્ણ પદક જીતી લાવનારી ભારતની પ્રથમ મહિલા બની ગઈ છે. ૨૧ વર્ષની સ્વપ્નાએ બાળપણથી જ ભારત માટે પદક મેળવવાનું સ્વપ્ન જોયું હતું. તેની માતા કહે છે કે, સ્વપ્ના માટે એશિયન રમતોત્સવમાં ભાગ લેવો એ આસાન ન હતું. મારા પતિ રિક્ષા ચલાવે અને માંડ ઘરનું પૂરું થાય. ત્યાં તેનો તાલીમનો ખર્ચો ક્યાંથી કાઢવો. ઉપરથી તે બીમારીને કારણે પથારીવશ છે. સ્વપ્નાને જૂતાં પણ મળતાં ન હતાં. કારણ કે તેના બન્ને પગે છ-છ આંગળીઓ છે. પગની વધુ પહોળાઈને કારણે તેને સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ બની જતી. તેનાં જૂતાં પણ વારંવાર ફાટી જતાં.સુવર્ણ પદક જીતનાર ભારતના પાંચમા નિશાનેબાજ : સૌરભ ચૌધરી હજી તો માંડ મૂછનો દોરો ફૂટ્યો છે, ત્યાં ઉત્તર પ્રદેશના આ લબરમૂછિયા કિશોરે જે કારનામું કર્યું છે તે સાંભળી દરેકની છાતી ગજ-ગજ ફૂલી જાય. ૧૬ વર્ષના સૌરભે એશિયન રમતોત્સવમાં ૧૦ મીટર એયર પિસ્ટલમાં વિશ્ર્વ અને ઓલિમ્પિક વિજેતાઓને ધૂળ ચાટતા કરી એશિયન રમતોત્સવના ઇતિહાસમાં સુવર્ણ પદક જીતનાર ભારતનો પાંચમો નિશાનેબાજ બની ગયો છે. આ અગાઉ ભારતના જસપાલ રાણા, રણધીર સિંહ, જીતુ રાય અને રંજન સોઢી સુવર્ણ પદક જીતી ચૂક્યા છે. નોંધનીય બાબત એ છે કે, સૌપ્રથમ વખત સીનીયર સ્તરે રમી રહેલા સૌરભે ૨૦૧૦ના વિશ્ર્વવિજેતા તોમોયુકી મત્સુદાને ૨૪ શોટની ફાઈનલમાં હરાવ્યો છે. મેરઠના એક ગામના સામાન્ય પરિવારમાંથી આવતા સૌરભને બાળપણથી જ ભણવા પ્રત્યે ખૂબ જ ચીઢ હતી. ભણવા પ્રત્યે જેટલી ચીઢ હતી તેટલી જ હદે નિશાનેબાજીનું ઝનૂન હતું. જીદ કરી આ અંગે પ્રશિક્ષણ મેળવ્યું. તેની આ જીદ અને ઝનૂને તેને મેરઠના એક ગામડામાંથી ઇન્ડોનેશિયાના જાકાર્તામાં પહોંચાડ્યો અને તેણે વિશ્ર્વસ્તરે ભારતનું નામ ઉજાળ્યું.૨૫ મીટર સ્પર્ધામાં સુવર્ણ પદક જીતનાર રાહી જીવન સરનાબોતકાનપુરની રાહી જીવન સરનાબોતે એશિયન રમતોત્સવમાં ૨૫ મીટર પિસ્ટ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતી જાણે કે દેશને બેટી વધાવોનો સંદેશ આપ્યો છે. રાહી એશિયન રમતોત્સવમાં સુવર્ણ પદક જીતનારી પ્રથમ ભારતીય નિશાનેબાજ મહિલા બની ગઈ છે. ૧૯૯૦માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલ રાહી ઓલિમ્પિકમાં પણ ત્રણ વખત પદક જીતી ચૂકી છે.પત્તાંની રમતમાં પણ જીત્યો સુવર્ણ પદક ભારતના પ્રણવ વર્ધન અને શિવનાથ સરકારે એશિયન રમતોત્સવના ૧૪મા દિવસે પુરુષોની બ્રિઝ (પત્તાં)ની રમતમાં સુવર્ણ પદક જીત્યો હતો. ૬૦ વર્ષના પ્રણવ અને ૫૬ વર્ષના શિવનાથ સરકારની જોડીએ ૩૮૪ અંકો સાથે સુવર્ણ પદક અંકે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પત્તાંની રમતને એશિયન રમતોત્સવમાં સૌપ્રથમ વખત સામેલ કરવામાં આવી હતી, જેમાં ભારતે ડંકો વગાડ્યો હતો. બન્ને મહાનુભાવો ભારત માટે સુવર્ણ પદક જીતનારા સૌથી વધુ ઉંમર લાયક રમતવીરો બની ગયા છે.નૌકાયનમાં ભારતને સૌપ્રથમ સુવર્ણ પદક 


એશિયન રમતોત્સવ ૨૦૧૮માં નૌકાયનમાં પણ ભારતે ધડબડાટી બોલાવી છે. ભારતનાં સ્વર્ણસિંહ, ભોનાકલ દત્ત અને સુખમીતસિંહની પુરુષોની ટીમે નૌકાયનમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો છે. ભારતના નાવિકોની આ ઝાંબાજ ટીમે અંતિમ સ્પર્ધામાં ૬ મિનિટ અને ૧૭.૧૩ સેક્ધડમાં સ્પર્ધા જીતી સુવર્ણ પદક અંકે કર્યો હતો. આ જ સ્પર્ધામાં ભારતને બે તામ્ર પદકો પણ મળ્યા છે.ટેનિસમાં બોપન્ના અને દિવિજનો ગોલ્ડન શોટ 


ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણના અનુભવે પણ એશિયન રમતોત્સવમાં ભારતને સુવર્ણ પદક અપાવ્યો. આ સ્ટાર જોડીએ પુરુષ ડબલ્સની ફાઈનલમાં જીત મેળવી સુવર્ણ પદક પર કબજો જમાવ્યો. આ બેલડીએ ખરાખરીનો જંગમાં કઝાકિસ્તાનના એલેક્ઝેન્ડર બુબલિક અને ડેનિસ યેવસેવની જોડીને ૬-૩-૬-૪થી મ્હાત આપી હતી.બોક્સર અમિત પંધલનો ગોલ્ડન પંચ 


ભારતીય સૈન્યમાં સૂબેદાર અને બોક્સર અમિત પંઘલે ઓલિમ્પિક રમતોત્સવના ૧૩મા દિવસે ભારત માટે ગોલ્ડન પંચ મારી સુવર્ણ પદક જીત્યો હતો. પુરુષોની ૪૯ કિલો વર્ગની સ્પર્ધામાં અમિતે ઉઝબેકિસ્તાનના હસનબોય કસામાટોવને ૩-૨થી હરાવ્યો હતો, જે ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકમાં વિજેતા હતા.’રિલે દોડમાં મહિલાઓની સુવર્ણજીત


ભારતીય મહિલાઓએ પણ એશિયન રમતોત્સવે પોતાની શક્તિનો પરચો બતાવ્યો છે. હિમાદાસ, યુવમ્મા રાજુ, વિસમાયા અને ગુજરાતની ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત સરિતા ગાયકવાડની ટીમે ૪ x ૪૦૦ મીટર રિલે દોડમાં સુવર્ણ પદક જીતી ભારતની જીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ભારતની ચોકડીએ ૩ મિનિટ અને ૨૮.૭૨ સેક્ધડમાં આ સ્પર્ધા જીતી ભારતના નામે વધુ એક સુવર્ણ પદક કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ સ્પર્ધામાં વિક્રમ સર્જવાથી માત્ર .૦૫ સેક્ધડથી જ ચૂકી ગઈ હતી. અગાઉનો વિક્રમ ૨૮.૬૮ સેકન્ડનો છે.

Cradit : Sadhna