1. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શુર.
-
અખો
2. મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ! તારા
બનાવેલા તને આજે બનાવે છે.
- હરજી લવજી
દામાણી
3. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં
આપની,
- કવિ કલાપી
4. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.
- કવિ
નર્મદ
5. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું
બાગમાં.....
- શેખાદમ આબુવાલા
6. હેજી તારા આંગણીયે કોઈ આવે તો
એને આવકારો મીઠો આપજે રે......
- દુલા કાગ
7. ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.
-
મકરંદ દવે
8. હું માનવી માનવ થાઉં તો ધણું.
- સુન્દરમ્
9. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં
ત્યાં સદાકાળ ગુજરાત.
- અરદેશર ખબરદાર
10. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત.
- કવિ નર્મદ
11. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ
સ્થાન પર નહી મુકું ત્યાં સુધી
હું પાધડી નહીં બાંધુ. - પ્રેમાંનદ
12. ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત.
-
કવિ અરદેશર ખબરદાર
13. મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત
મોરી મોરી રે.
- ઉમાશંકર જોશી
14. ધન્હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો
ગુણીયન ગુર્જર-દેશ
- ન્હાનાલાલ
15. હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી
ઉતર્યું છે,
પાપી તેમાં
ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
-
કલાપી
16. જનનીની જોડ સખી!
નહિ જડે રે લોલ!
- કવિ બોટાદકર
17. રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
- મીરાંબાઈ
18. જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી
થાજો,
ભૂખ્યા કાજે
ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.
- કરસનદાસ માણેક
19. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા
અંજલિ નવ ઢોળજો બાપુ !
-
ઝવેરચંદ મેધાણી
20. રે પંખીડા! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી
ડરીને ખેલ છોડી ઊડો છો.
- કવિ કલાપી
21. હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું
છેક તો રાખતું કોણ છાનો?
- દલપતરામ
22. તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને
અશ્રુનો થાળ એકલો.
- કવિ કલાપી
23. આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે
હવે જિંદગી સોગાત
ખુદાની.
- બરકત વિરાણી
24. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ
મનમાં મરી જવાના?
- અમૃત ધાયલ
25. ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ;
બહુ આપી દીધું
નાથ, જા, ચોથું નથી
માગવું.
- ઉમાશંકર જોશી
26. સિંહને શસ્ત્ર શાં! અને વીરને મુત્યુ
શાં!
- કવિ ન્હાનાલાલ
27. શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.
- ચંદ્રકાન્ત શેઠ
28. મંગલ મંદિર ખોલો! દયામય મંગલ મંદિર
ખોલો!
- નરસિંહરાવ દિવેટિયા
29. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
- રાવજી પટેલ
30. વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.
- ઉમાશંકર જોશી
31. મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને
જરી
એક મટકુ ન
માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.
- ન્હાનાલાલ
32. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,
સૌદર્ય પામવા માટે સુંદર
બનવું પડે.
- કલાપી
33. વૈષ્ણવજન તો તેને રે કહીએ......
- નરસિંહ મહેતા
34. એક મુરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ....
- અખો
35. હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને.
-
પ્રીતમ
36. શ્યામ રંગ સમીપે ન જાઉં,
- દયારામ
37. મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....
- ગંગાસતી
38. વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું,
- દયારામ
39. અંધેરી નગરી ને ગંડુ રાજા....
- દલપતરામ
40. આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...
- નરસિંહરાવ દિવેટિયા
41. નિશાન ચૂફ માફ, નહી નીચું નિશાન..
- બ.ક.ઠાકર
42. મને એ સમજાતું નથી કે આવું શાને થાય
છે.
- કરસનદાસ માણેક
43. માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે,
- પન્નાલાલ પટેલ
મારી
44. ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર,
-
રાજેન્દ્ર શાહ
45. પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તને યાદ આવ્યા,
- હરીન્દ્ર દવે
Thank you for Sharing This UPSC Full Syllabus
ReplyDelete