Thursday, 6 September 2018

ખલિલ જિબ્રાન

ખલિલ જિબ્રાન એક એવી જબરદસ્ત ફિલોસોફર વ્યક્તિ છે કે જેમનાં વિચારોની ગણના આજે ગીતા અને બાઈબલ સમકક્ષ થાય છે! આવી સિદ્ધિ લાખો અને કરોડોમાં એક વ્યક્તિને વરે છે; જેમાંનાં જિબ્રાન એક હતા. તેમણે લખેલો એક એક વિચાર ક્રાંતિજનક નીવડ્યો છે અને અનેક લોકોનાં જીવન પરિવર્તન કરવા નિમિત્ત બનેલ છે.

તેઓ કલાકાર, કવિ તથા ન્યુયોર્ક પેન લીગનાં લેખક હતા. તેમને પોતાના ચિંતનને કારણે સમકાલીન પાદરીઓ અને અધિકારી વર્ગનું કોપભાજન થવું પડ્યું તેમજ જાતિથી બહિસ્કૃત કરી દેશનિકાલ પણ આપવામાં આવ્યો હતો.

ખલીલ જિબ્રાનનો જન્મ 6 જાન્યુઆરી 1883નાં લેબનાનનાં બથરી નગરમાં એક સંપન્ન પરિવારમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં જ માતા-પિતાની સાથે બ્લેજિયમ, ફ્રાંસમ અમેરિકા વગેરે દેશોમાં ભ્રમણ કરતા 1912માં અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં સ્થાયી રૂપથી રહેવા લાગ્યા.


ચિત્રકળામાં તેમની ખુબ રૂચિ હતી. જયારે બાળકો તેમને વાતોમાં લગાડી દેતા હતા ત્યારે તે એવી અદ્ભુત વાતો રજૂ કરતાં કે તે એ સમજવા વિવશ થઈ જતા કે કોઈ ઘણો જ વિચિત્ર બાળક છે. ઈ.સ. 1908માં તેમણે પેરિસની ફાઈન આર્ટસ એકેડમીમાં મૂર્તિકલાનું શિક્ષણ મેળવ્યું. પેરિસથી પરત ફરી તે ન્યુયોર્કમાં નિવાસ કરવા લાગ્યા પરંતુ તે દર વર્ષે પોતાનાં પરિવારજનોની સાથે કેટલોક સમય વ્યતીત કરવા તે બોસ્ટન જતા હતા. અહીં તે શાંતિપૂર્વક ચિત્રકળામાં પોતાનો સમય વ્યતીત કરતા હતા.

ખલીલ જિબ્રાન પોતાનાં વિચારો જે ઉચ્ચકોટિનાં સુભાષિત કે કહેવતનાં રૂપમાં હતાં; તેઓ કાગળનાં ટુકડા, થિયેટરનાં કાર્યક્રમોનાં કાગળ, સિગરેટનાં ખોખા તથા ફાટેલા પરબીડિયા પર લખી રાખી દેતાં હતાં. આ રચનાઓ પ્રકાશિત કરવાનો શ્રેય તેમની સેક્રેટરી શ્રીમતિ બારબરા યંગને જાય છે. તેઓ દરેક વાત અથવા કંઈક કહેવાનાં પૂર્વે એક કે બે વાક્ય સૂત્ર રૂપમાં સૂક્તિ કહેવાની આદત હતી.

તેમનામાં અદ્ભુત કલ્પના શક્તિ હતી. તે પોતાનાં વિચારોને જ કારણે રવીન્દ્રનાથ ટાગોરની સમકક્ષ સ્થાપિત થયા હતા. તેમની રચનાઓ દેશ-વિદેશમાં 22થી વધારે ભાષાઓમાં રજૂઆત પામી છે; જેમનજેમાંની સૌથી વધારે અનુવાદ ભાષા ઉર્દુ અને મરાઠી છે. તેમનાં ચિત્રોને કેટલાંય દેશનાં પ્રદર્શનમાં ગોઠવાયા; જેમની લોકોએ મુક્તકંઠે પ્રસંશા કરી. દેશનિકાલ બાદ પણ તેઓ પોતાની દેશભક્તિને કારણે પોતાનાં દેશ હેતુ સતત લખતાં રહ્યાં.

48 વર્ષની વયે કાર દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ થઈ 10 એપ્રિલ 1931નાં ન્યુયોર્કમાં જ તેમનું દેહાંત થઈ ગયું. તેમનાં નિધન બાદ હજારો લોકો તેમનાં અંતિમ દર્શન માટે આવતાં રહ્યાં. બાદમાં તેમને તેમની જન્મભૂમિનાં ગિરજાઘરમાં દફનાવામાં આવ્યા.

No comments:

Post a Comment