Saturday, 22 September 2018

સમુદ્રમાં મોતી કઈ રીતે બને છે?સમુદ્રને તળિયે કાલુ નામની છીપ પડી રહેતી હોય છે. તેમનો ઉપર અને નીચોનો ભાગ ઢાળ જેવો મજબૂત અને કઠણ હોય છે; પરંતુ અંદરનો જીવ અત્યંત નરમ અને પોચો હોય છે. આ છીપની નાની અમથી ફાટ દ્વારા ક્યારેક રેતીના કણ અંદર ખૂંપી જાય છે ત્યારે તેમને સખત બળતરા થાય છે અને દુખાવો ઓછો કરવા તે ખાસ જાતનાં પ્રવાહીના રસનું પડ આવાં કણ ફરતે લપેટે છે.
 
ટૂંક સમયમાં પ્રવાહી થીજે એટલે ગોળાકાર જેવું એક મોતી બને છે. કાલુની હિંસા વગર આ મોતી કાઢવું અશક્ય છે; આમ છતાંય દરવર્ષે મરજીવાઓ દ્વારા અનેક કાલુનો ભોગ લેવાય છે. ઘણીવાર તો કાલુનાં નરમ શરીરમાં મરજીવાઓ જાતે રેતીનો કણ ઘૂસાડીને મોતી તૈયાર કરવા ફરજ પાડે છે.

Wednesday, 19 September 2018

15 સપ્ટેમ્બરને કેમ ભારતમાં એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે?ભારત આઈટી ક્ષેત્રનો દુનિયાનો અગ્રણી દેશ હોવાની સાથોસાથ તેમાં આઈટી એન્જિનિયર્સની સંખ્યા ખુબ જ વધારે છે અને ભારતનાં યુવાનો એન્જિનિયરીંગનાં કોર્સ પણ રોજગારનાં તરીકા તરીકે ઘણો જ પસંદ કરે છે. જો તમારા કોઈ પરિચિત કે દોસ્ત હોય તો આ એ સમય છે જેમને તમે આ સમયે માનવ જીવનમાં રચનાત્મક બદલાવ લાવવા માટે દરેક એન્જિનિયર્સને ધ્યાનમાં રાખીને બધાઈ આપી શકો છો.

શું તમે જાણો છો કે મહાન ભારતીય એન્જિનિયર ભારત રત્ન સર એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરની એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે? આ દિવસે સર એમ. વિશ્વેશ્વરૈયાનો જન્મ થયો હતો.


વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1860નાં મૈસૂરમાં થયો હતો. અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર વિશ્વેશ્વરૈયાએ મૈસૂર સરકારની મદદથી એન્જિનિયરીંગનાં અભ્યાસ માટે પૂનાની સાઈન્સ કોલેજમાં એડ્મિશન મેળવ્યું. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારમાં તેઓ નાસિકમાં સહાયક એન્જિનિયરનાં પદ પણ નિયુક્ત થઈ ગયા.

કૃષ્ણરાજસાગર બંધ, ભદ્રાવતી આયર્ન એન્ડ સ્ટીલ વર્કસ, મૈસૂર સંદલ ઓઈલ એન્ડ સોપ ફેક્ટરી, મૈસુર વિશ્વવિદ્યાલય, બેંક ઓફ મૈસુર - આ બધાનું નિર્માણ તેમનાં અથાગ પ્રયત્નોને કારણે જ શક્ય બન્યું છે. શિક્ષણને તેઓ ખુબ જ મહત્વ આપતા હતા. તેમના મૈસુર રાજ્યનાં દિવાન રહેતાં સ્કૂલોની સંખ્યા 4500થી વધીને 10,500 થઈ ગઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા 1,40,000થી 3,66,000 સુધી પહોંચી ગઈ. છોકરીઓ માટે અલગ હોસ્ટેલ અને પહેલી ફર્સ્ટ ગ્રેડ કોલેજ ખોલાવવાનો શ્રેય પણ વિશ્વેશ્વરૈયાને ફાળે જાય છે.

તેમનાં કામોને જોતા ઈ.સ. 1955માં તેમને સર્વોચ્ય ભારતીય સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યાં. સાર્વજનિક જીવનમાં તેમનાં એન્જિનિયરીંગનાં યોગદાનમાં તેમનાં જન્મદિવસ નિમિત્તે ભારતમાં દરવર્ષે એન્જિનિયર ડે તરીકે મનાવવામાં આવે છે.

Tuesday, 18 September 2018

ચાલતો આંબો, મળેલ છે હેરિટેજ વૃક્ષમાં સ્થાન.

આપણા ગુજરાત રાજ્યનાં છેવાડે આવેલ વલસાડ જિલ્લો વાડીઓના પ્રદેશ તરીકે ઓળખાય છે; પરંતુ શું તમે જાણો છો કે દેશ-વિદેશમાં વલસાડ કેરી તરીકે પણ જાણીતું છે. 


આ સિવાય અહીંનાં સંજાણમાં આવેલું એક આંબાનું ઝાડ અનેક અજાયબીઓ અને વિવિધતાઓ ધરાવે છે. સામાન્ય રીતે તમામ ઝાડ જમીનથી આકાશ તરફ વધે છે; પરંતુ અહીં આવેલો આ આંબો જમીનને સમાંતર વધી રહ્યો છે; જેથી તે ચાલતાં આંબા તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાજ્ય સરકારે આ આંબાને હેરિટેજ વૃક્ષોની યાદીમાં પણ સમાવેશ કર્યો છે. આ આંબો 1300 પણ વધુ વર્ષ જૂનો છે.

સ્થાનિક જાણકારોનાં મત મુજબ આ આંબો જમીનને સમાંતર આડો વધે છે અને તેની શાખાઓ જમીનને સમાંતર વિકાસ પામે છે. આગળ જતા વિકાસ થતાં આપોઆપ ડાળીઓ જમીનમાં જાય છે અને ફરીથી જમીનમાં બહાર આવી એક નવા જ આંબાના વૃક્ષનું સ્વરૂપ લે છે. જોકે પાછળનો ભાગ આપોઆપ સુકાઈને નષ્ટ પામે છે.

ભીલાડનાં ખેડૂત ભરત જાધવ અનુસાર આ ઝાડ પૂર્વ તરફ જ વધે છે. પૂર્વ તરફ આંબાની કોઇપણ ડાળી જમીનની અંદર જાય છે અને એની અંદર બરાબર સ્થિર થઈને મૂળ પકડે છે અને નવી ડાળી થયા બાદ પાછળનો ભાગ આપોઆપ સુકાઈ જાય છે.

અત્યાર સુધી આ આંબાનાં અનેક માલિકો બદલાઈ ગયા છે. આ આંબો જે રીતે વધી રહ્યો છે તે દાબ કલમની પદ્ધતિથી વધી રહ્યો છે. આ એક જાતની વંશ વર્ધનની પ્રક્રિયા છે; જેવી રીતે વડમાં થાય.


વિશ્વની પાંચમા નંબરની સૌથી વધુ શક્તિશાળી નૌસેના : ઇન્ડિયન નેવી

ભારતીય નૌસેનાની હાલની ક્ષમતા જોતાં તે વિશ્વની પાંચમાં નંબરની સૌથી શક્તિશાળી નૌસેના છે. ભવિષ્યમાં આ શક્તિમાં વધારો થાય તેવાં આયોજનો પણ ઘડાવા લાગ્યાં છે. ભારતમાં આવેલાં વિશાળ દરિયાકાંઠાને સુરક્ષિત રાખતી ભારતની નૌસેના દુશ્મનોને પાણી બતાડવા તો સમર્થ છે જ. આ સાથોસાથ તે દરિયાકાંઠે આવી પડતી કુદરતી હોનારતોમાં ફસાયેલ હજારો અને લાખો લોકોનો જીવ બચાવી માનવતાની મિસાલ પ્રજ્વલિત પણ રાખે છે.

ભારતની એક બાજુ વિસ્તારવાડી ચીન અને બર્ફીલી સરહદ છે, તો બીજી બાજુ અટકચાળા કરતાં પાકિસ્તાન સાથે રણપ્રદેશ અને દરિયાઈ સરહદ છે. ઘુસણખોરી કરતાં બાંગ્લાદેશ તરફ તો વિચિત્ર રીતે અંકાયેલી બોર્ડર છે. આ સિવાય પૂર્વમાં મ્યાનમાર સાથે જમીની સરહદ અને દક્ષિણમાં શ્રીલંકા સાથે સમુદ્રી જોડાણ છે. આવી વિવિધ અને વિચિત્ર સીમા હોય ત્યારે દેશની રખેવાળીનું કાર્ય અઘરું બની જતું હોય છે.

પરંતુ જો આટલી બધી વિભિન્ન સીમા અને માથાફરેલ પાડોશી દેશો હોય અને સુરક્ષામાં જરા પણ બેદરકારી હોય ત્યારે આનું ઘાતક પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડે છે. આ માટે ભારતની ત્રણ પાંખ આર્મી, એરફોર્સ અને નેવી સતત કાર્યરત રહી કસોટીમાં પાર ઉતરતી હોય છે. આપણું સૈન્ય એટલે જ કદાચ ઘણી બધી રીતે અદ્રિતીય મનાતું આવ્યું છે. જયારે જયારે આવી અનોખી શક્તિનો સરવાળો થાય ત્યારે જ ભારતીય ડિફેન્સ વિશ્વનાં પાવરફૂલ મહાસત્તામાં સમાવેશ પામી શકે. સંખ્યાત્મક રીતે આઝાદી પહેલાં માત્ર 2,000 નૌસૈનિકોનું બળ ધરાવતી આપણી નેવી અત્યારે 80,000ની થઈ ગઈ છે; જે ભલભલા દુશ્મનોનાં દાંત ખાટા કરી દેવા સમર્થ બની ગઈ છે.


સુદીર્ઘ ઈતિહાસ

ભારતીય નૌકાદળનો ઈતિહાસ કંઈ નાનો-સુનો નથી. તેમનો ઈતિહાસ છેક ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે લંબાતો નજર ચડ્યો છે. દરિયાનો ઉપયોગ કરી વેપાર કરવામાં કુશળ અંગ્રેજોએ વેપાર માટે આવતાં-જતાં દરિયાઈ જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીનનાં નામે એક નાનકડાં નૌકાદળની રચના કરી હતી.


19 સદીની શરૂઆતમાં આ નૌસેનામાં ભારતીય નાવિકોની પણ ભરતી થઈ. ભારતીય તેમજ અંગ્રેજ અધિકારીઓથી બનેલ આ નેવી ઇન્ડિયન નેવી તરીકે ઓળખાતી. આ નૌસેના ઘણાં દરિયાઈ યુદ્ધોમાં વિજેતા બની પરંતુ આંખે વળગે તેવી સફળતા તેમને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રાપ્ત થઈ. ત્યાં સુધીમાં તો તેમનું નામ રોયલ ઇન્ડીયન મરીન પડી ગયું હતું.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય નૌસેના એ વિવિધ ઓપરેશનમાં ભાગ લેવાની સાથોસાથ પુરવઠો સપ્લાય કરવાનું કામ ખૂબ સારી રીતે નિભાવ્યું હતું. આ કામગીરીને પરિણામે બ્રિટિન શાસને તેમનાં માટે વધુ ફંડ ફાળવ્યું હતું. તેમજ ભારતીય ઓને અધિકારી દરજ્જાની પોસ્ટ પણ પ્રાપ્ત થઈ હતી.                         

બીજું વિશ્ર્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે રોયલ ઈન્ડિયન નેવી પાસે માત્ર 114 અધિકારી, 1732 સૈનિકો કાર્યરત હતા; જેમાની કેટલીક ટુકડીને યુદ્ધમાં મોકલવાનો નિર્ણય થયો. પછી 1942 સુધીમાં બ્રિટિશ અધિકારીઓએ નેવીમાં ભરતી કરીને અધિકારીઓ અને નૌસેનિકોનો આંકડો પાંચ-છ ગણો મોટો કરીને ખરા અર્થમાં તેને વિશાળ બનાવી દીધી હતી. વિશ્ર્વયુદ્ધ દરમિયાન હિંદ મહાસાગરમાં જે ઓપરેશન પાર પાડવામાં આવ્યાં તેમાં રોયલ ઈન્ડિયન નેવીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુદ્ધ પૂર્ણ થયું ત્યારે 1945માં રોયલ ઇન્ડીયન નેવીનું કદ  ખુબ જ વિસ્તરી ચુક્યું હતું અને એક વિશાળ દેશને છાજે તેવી નૌસેના તૈયાર થઈ ચુકી હતી. અધિકારી અને નૌસેનિકોની સંખ્યાનો આંકડો  25,000ને પાર કરી ચુકી હતી. આ સાથોસાથ લડાયક જહાજની સંખ્યા પણ 100નો આંકડો પર કરી ચુકી હતી. દરિયાની રખેવાળી માટે સાત શસ્ત્રસજ્જ નાવ, 2 ડેપો જહાજ અને 30 સહાયક જહાજ, 15 લેન્ડિંગ એરક્રાફ્ટ અને કેટલાંક વહાણો મળીને એક શક્તિશાળી નૌસેના પાસે હોવા જોઈએ તેવાં તમામ સાધનો ઉપલબ્ધ બન્યાં હતાં.

રોયલ નેવીનું ભારતીયકરણ

આઝાદી સમયે રોયલ ઇન્ડિયન નેવીમાં બ્રિટિશ શાસનની ઓળખ એવો રોયલ શબ્દ દૂર કરી ઇન્ડિયન નેવી એવું સત્તાવાર નામ રખાયું. 1950માં આ સંખ્યા 11,000ને પાર કરી ચૂકેલી; જે આજની ભારતીય નૌસેનાનું એ ખરું ભારતીય સ્વરૂપ હતું. આમ છતાંય ઉચ્ચ અધિકારી તરીકે તો અંગ્રેજો જ હતા. ભારત જયારે ગણતંત્ર બન્યું ત્યારપછી પણ કેટલાંક અંગ્રેજ અધિકારીઓ ઇન્ડિયન નેવીમાં કાર્યરત રહ્યાં હતાં. ઈન્ડિયન નેવી નામ મળ્યું ત્યારબાદ પહેલા નૌસેના અધ્યક્ષ અંગ્રેજ અધિકારી હોલ હતા. તેમની નિવૃત્તિ બાદ 1958માં ભારતીય અધિકારીને નૌસેનાનું અધ્યક્ષપદ મળ્યું. આ ભારતીય અધિકારી એટલે રામદાસ કટારી. એ જવાબદારી તેમણે 1962 સુધી નિભાવી હતી. એ દરમિયાન ઈન્ડિયન નેવીનું ખરા અર્થમાં ભારતીયકરણ થયું હતું.

વર્તમાન સ્થિતિ

હાલમાં આ નૌસેના પાસે 78 હજાર કરતાં વધુ એક્ટીવ સૈનિકો છે, જેમાં 11,000 અધિકારીઓ અને 67,000 નૌસેનિકો છે. આ ઉપરાંત 295 શિપ અને 251 અત્યંત આધુનિક એરક્રાફ્ટ છે. 2019 સુધીમાં ભારતીય નૌકાદળ પાસે હજુ વધુ 150 શિપ જોડાય તેવાં આયોજન હાથ ધરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એરક્રાફ્ટની સંખ્યા પણ 500 પહોચાડવાની નેમ છે. 

આ સાથોસાથ નૌકાદળ અચાનક આવી પડેલી કુદરતી હોનારતોમાં પણ કુશળતાપૂર્વક કાર્ય કર્યું છે. આશરે 10 વર્ષ પહેલાં ભારત જ નહી પરંતુ દરિયાઈ પટ્ટીનાં બધા જ દેશો પર કર્મો કહેર મચાવ્યો હતો. ત્યારે પણ ભારતીય નૌસેનાનાં જવાનોએ રાત-દિવસનો ભેદ કર્યા વિના અને અફાટ સાગરમાં ભૂખ તરસની પરવા કર્યા વગર “ઓપરેશન મદદ” હાથ ધરી લાખો લોકોની મદદ કરી હતી. 27 શિપ દ્વારા ભારત ઉપરાંત ઇન્ડોનેશિયા, શ્રીલંકા સહિતનાં દેશોને માનવતાને નાતે મદદ કરી હતી.વૈશ્વિક તુલના કરતાં ભારતનાં નૌકાદળ અમેરિકા. રશિયા, ચીન અને બ્રિટીશ નેવી પછી પાંચમો નંબર ભારતનો આવે છે.


ગૌરવશાળી મિશનો

1961માં પહેલી વાર પોર્ટુગીઝો સામે મિશન પર પાડી ગોવાને પોર્ટુગીઝની ચુંગાલમાંથી આઝાદ કરાવ્યું. તેમાં પહેલી વખત પોર્ટુગીઝ નેવી સાથે આમને-સામને લડત થઈ.

1965નાં પાકિસ્તાન સામેનાં યુદ્ધમાં પાકિસ્તાની નેવીનો દરિયાકાંઠા પર હુમલો ખાળવામાં સફળતા મેળવી. દ્વારકા દરિયામાં જે પાકિસ્તાની સેના ઘસી આવી તેને ભારતીય નૌકાદળે પીછેહઠ કરવાંની ફરજ પડી હતી.

1971નાં પાકિસ્તાની સાથેનાં યુદ્ધમાં નૌકાદળને સૌથી મોટી જવાબદારી ઉપાડવાની તક મળી. ભારતીય નૌકાદળનાં પૂર્વી વિભાગે આજનાં બાંગ્લાદેશનાં દરિયાકાંઠે હવાઈ મથકો અને સમુદ્રી મથકો પર નિયંત્રણ મેળવી લીધું હતું. વિમાનવાહક યુદ્ધજહાજની મદદથી પાકિસ્તાનનાં મહત્વપૂર્ણ સ્થળો ઉપરાંત તૈનાત પાકિસ્તાની યુદ્ધજહાજોનો ખાતમો બોલાવ્યો હતો. ભારતીય નૌસેના એ કરાચીનાં બંદરો સુધી હુમલો કર્યો અને પાકિસ્તાની નૌસેનાને કમરતોડ જવાબ આપ્યો. આ સિવાય ભારતીય વાયુસેનાનાં ઓપરેશનોમાં પણ નૌસેનાએ અગત્યની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનનાં યુદ્ધજહાજો નષ્ટ કરીને નુકશાન પહોચાડ્યું એ સામે ભારતની નૌસેનાને માત્ર એક જ યુદ્ધજહાજ – ‘ખકરી’ ગુમાવ્યું પડ્યું હતું. આ સિવાય આખા યુદ્ધમાં નૌસેનાની કામગીરી પાકિસ્તાની નૌસેના સામે ચડિયાતી સાબિત થઈ હતી.

1987માં થયેલ ‘ઓપરેશન પવન’ પણ નૌસેનાએ અભૂતપૂર્વ પાર પડ્યું હતું. યુએન માટે લડતી ભારતીય સેનાને હથિયાર અને દારૂગોળો જેવી સામગ્રી ઉપરાંત વાહનો સાથે શ્રીલંકા પહોંચાડવાની જવાબદારી નૌસેનાને સોંપાઈ હતી. આ ઓપરેશનમાં નૌકાદળે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી.

આવું જ એક ઓપરેશન ફૈક્ટ્સ હતું. તેમાં માલદીવના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અબ્દુલ કયુમને ભારતીય સૈન્યની મદદ આપવામાં આવેલી હતી.

આ સિવાય 1999માં પાકિસ્તાન સાથે કારગિલ યુદ્ધ થયું ત્યારે ઓપરેશન વિજયમાં પણ નૌસેનાની મદદ લેવામાં આવી હતી. યુએનની શાંતિ સેના માટે પણ ભારતીય નૌકાદળે સક્રિય ભૂમિકા ભજવેલી છે.


Monday, 17 September 2018

હવે રેલગાડી પર હશે ભારતની સંસ્કૃતિ!!!

મોટેભાગે આપણે જયારે રેલવે સ્ટેશન પર ઇંતજાર કરીએ છીએ અથવા તો કોઈ પણ ટ્રેન જોઈએ છીએ તો દરેક એક્સપ્રેસ ટ્રેનનો રંગ નીલો જ જોવા મળે છે. જયારે પણ આપણે ટ્રેન વિશે વિચારીએ છીએ તો આપણી આંખો સામે નીલો કે લાલ રંગ જ સામે આવી જાય છે.

પરંતુ હાલમાં જ નવી દિલ્લી સ્ટેશન પર જેવી એક ટ્રેનની એન્ટ્રી થઈ તો તે ચર્ચાનો વિષય બની ગયો કારણ કે આ ટ્રેન ન તો સાદા નીલા રંગની હતી કે ન તો આ પહેલા ક્યારેય દેખાઈ હતી. દરેક યાત્રીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા કે આખરે આ ટ્રેન કઈ છે? શું આ ભારતીય રેલવેની કોઈ ટ્રેન છે?

જે ટ્રેનને લઈને આટલી ચર્ચા થઈ રહી હતી; તે ટ્રેન હતી બિહાર-સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ. પરંતુ આખરે એવું શું હતું આ ટ્રેનમાં???
 

હકીકતમાં, પૂરી ટ્રેન પર પારંપરિક મિથિલા કલાકૃતિ બનાવામાં આવી હતી. જેમને મધુબની કલાકૃતિ પણ કહેવામાં આવે છે અને તે જોવામાં ખુબ જ ખુબસુરત છે.

ભારતનાં બિહાર રાજ્યનાં મિથિલા ક્ષેત્રની આ પ્રચલિત કળા છે અને મધુબની કળામાં આકર્ષક ભૌગોલિક પેટર્ન હોય છે. આ પેન્ટિંગ પ્રાકૃતિક રંગોનો પ્રયોગ કરી આંગળીઓ, માચિસની તીલીઓ, ટહનિયોં અને બ્રશ સાથે કરવામાં આવે છે.

સમસ્તીપુરનાં ડિવીજનલ રેલ મેનેજર આર. કે. જૈન અનુસાર પારંપરિક કલાકૃતિને દર્શાવવાનું આવી રીતનું આ પહેલું કદમ છે. આવી રીતે ટ્રેનને મિથિલા પેન્ટિંગથી રંગના સ્થાનીય કળા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા અને જનતા માટે કલાકૃતિને બારીકાઈથી પ્રદર્શિત કરવાનો આ એક મોટા પ્રયોગનો હિસ્સો છે.

રેલવે અધિકારી ચંદ્રશેખર પ્રસાદસિંહે બતાવ્યું કે 30 સ્થાનીય મહિલા કલાકારોની એક ટીમને એક કોચને પેન્ટ કરતાં ચાર દિવસ લાગ્યાં. ટ્રેનમાં 9 કોચ હોય છે; જેમાં પેન્ટ્રી કાર, 4 એસી કોચ, 3 સ્લીપર કોચ અને 1 સામાન્ય ડબ્બો હોય છે.

હાલમાં જ આયોજિત અખિલ ભારતીય રેલવે સ્ટેશન સુંદરતા પ્રતિયોગિતામાં સમસ્તીપુર ડિવીજને મધુબની સ્ટેશનને બીજું સર્વશ્રેષ્ઠ સ્ટેશન ઘોષિત કર્યું હતું. જો આ પ્રયોગ સકારાત્મક રહ્યો તો આવો પ્રયોગ અન્ય ટ્રેનો પર પણ કરવામાં આવશે.

Thursday, 13 September 2018

સપ્ટેમ્બર 2018 - કરંટ અફેર્સ

1. ગુજરાતી તથા હિન્દી ભાષાનાં પ્રસિદ્ધ પ્રવાસ લેખક, ચિત્રકાર અને પર્યાવરણ ચળવળકાર શ્રી અમૃતલાલ વેગડનું 89 વર્ષની વયે નિધન થયું. તેઓ વ્યવસાય અર્થે ક્યાં સ્થાયી થયા હતા?
A. કચ્છ, ગુજરાત
B. પટના, બિહાર
C.  જબલપુર, મધ્યપ્રદેશ
D. ગુરુગ્રામ, હરિયાણા

2. નર્મદા: રિવર ઓફ બ્યુટી કયા પ્રસિદ્ધ લેખકનું પુસ્તક છે?
A. કાકા કાલેલકર
B. અમૃતલાલ વેગડ
C. ધૃવ ભટ્ટ
D. જયંત રાઠોડ

3. 18 ઓગસ્ટ, 2018નાં રોજ પાકિસ્તાનનાં 19માં વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધી?
A. ઇમરાન ખાન
B. મરિયમ નવાઝ
C. શાહિદ અફરિદી
D. નજામ શેઠી

4. હાલમાં ગુજરાતનાં કેટલાક મગફળી ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ અંગે ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટના કયા નિવૃત જજની અધ્યક્ષતામાં એક ન્યાયિક તપાસ પંચની રચના કરવામાં આવી છે.
A. જસ્ટિસ એચ. કે. રાઠોડ
B. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ
C. જસ્ટિસ યુ. યુ. પુરોહિત
D. જસ્ટિસ સ્વતંત્ર કુમાર

5. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા ઈ-ગવર્નમેન્ટ ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ 2018માં સમગ્ર વિશ્વના 193 દેશોમાં ભારત કયા ક્રમે છે?
A. 1951 અને 1982
B. 1955 અને 1990
C. 1963 અને 1972
D. 1974 અને 1992

6. 2018ની એશિયન ગેમ્સમાં કુલ 45 દેશોનાં આશરે કેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે?
A. 9500
B. 11,300
C. 22,800
D. 25,200

7. તાજેતરમાં ઈરાન દ્વારા અનાવરણ કરવામાં આવેલા તેના પ્રથમ સ્વદેશી યુદ્ધ વિમાનનું નામ શું છે?
A. કોસાબ
B. કોસાર
C. કિતાબ
D. કિસાબ

8. હાલમાં નાસાએ ચંદ્રના કયા વિસ્તારોમાં બરફ હોવાની જાહેરાત કરી છે?
A. ખીણ
B. મેદાની
C. પહાડી
D. ધૃવીય

9. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા ઈ-ગવર્નમેન્ટ ડેવલપમેન્ટ ઇન્ડેક્ષ 2018માં સમગ્ર વિશ્વના 193 દેશોમાં ભારત કયા ક્રમે છે?
A. 96
B. 89
C. 126
D. 112

10. 14 ઓગસ્ટ 2018નાં છત્તીસગઢના રાજ્યપાલ શ્રી બલરામ દાસ ટંડનનું નિધન થતા કયા રાજ્યપાલને આ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે?
A. શ્રીમતી આનંદીબેન પટેલ
B. શ્રી તથાગત રોય
C. શ્રી સત્યપાલ મલિક
D. શ્રી એન. એન. વોહરા

11. 7 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બરની વચ્ચે ક્યાં બે દેશ વચ્ચે સંયુક્ત નૌસૈનિક યુદ્ધ અભ્યાસ થવા જઈ રહ્યો છે? A. પાકિસ્તાન અને ચીન
B. અમેરિકા અને ભારત
C. ભારત અને શ્રીલંકા
D. જાપાન અને રશિયા

12. હાલમાં જ કેન્દ્ર સરકારે કોફી ઉત્પાદકો માટે કઈ નવી ટેકનોલોજીની શરૂઆત કરી?
A. કોફી ટેક
B. ઈ-કોફી
C. કોફી કનેક્ટ
D. કોફી એમામા

13. દ્વિતીય વિશ્વ હિંદુ કોંગ્રેસનું આયોજન કયા સ્થાન પર કરવામાં આવશે?
A. ટોકિયો-જાપાન
B. નાગપુર-ભારત
C. શિકાંગો-અમેરિકા
D. લાગોસ, નાઇજેરિયા

14. હાલમાં જ પત્રકાર અને લેખક ભગવતીકુમાર શર્માનું નિધન થયું; જે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે?
A. બિહાર
B. મધ્યપ્રદેશ
C. ગુજરાત
D. ઉત્તરપ્રદેશ

15. ધ રૂલ બ્રેકર્સ નામનો ઉપન્યાસ કઈ ભારતીય લેખિકા એ લખ્યો છે?
A. નંદિની સાહૂ
B. કમલા સુરૈયા
C. પ્રીતિ શેનોય
D. અરૂંધતી રોય

16. કયા રાજ્યની સરકારે બીપીએલ પરિવારની મહિલાને નિઃશુલ્ક મોબાઈલ ફોન પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે?
A. રાજસ્થાન
B. ગુજરાત
C. બિહાર
D. જમ્મુ-કશ્મીર

17. ભારતનાં 46માં મુખ્ય ન્યાયાધીશ કોણ હશે?
A.  જસ્ટિસ દીપક મિશ્રા
B.  જસ્ટિસ રંજન ગોગોઈ
C. જસ્ટિસ યુ. યુ. પુરોહિત
D. જસ્ટિસ સ્વતંત્ર કુમાર

18. હાલમાં જ કઈ પ્રસિદ્ધ હસ્તીને લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ફાઉન્ડેશનનાં પહેલા માનદ એમ્બેસેડર બનાવામાં આવ્યા?
A. અક્ષય કુમાર
B. વિદ્યા બાલન
C. અમિતાભ બચ્ચન
D. વિરાટ કોહલી

19. તાજેતરમાં પ્રસિદ્ધ આર. કે ધવનનું નિધન થયું. તે એક... હતાં.
A. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા
B. ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનાં નિજી સચિવ
C. સારા બિઝનેસમેન અને એક પોલિટિક્સ
D. પ્રસિદ્ધ હિન્દી લેખક

20. તાજેતરમાં આરિફ અલ્વી એ કયા દેશનાં 13માં રાષ્ટ્રપતિ તરીકેની શપથ લીધી?
A.  ભારત
B. પાકિસ્તાન
C. ચીન
D. શ્રીલંકા

21. ગુજરાતનાં ખેડૂતોને કયા ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આઈ ખેડૂત નામનું પોર્ટલ શરુ કરવામાં આવ્યું.
A.  પશુપાલન અને ડેરી વિભાગ
B. વીજ ખાતા
C. મોસમ વિભાગ
D. બાગાયતી ખાતા

22. હાલમાં જ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિશ્વના પ્રથમ પવન મેપિંગ ઉપગ્રહનું નામ શું?
A. એઓલસ
B. સ્કેટસેટ
C. કાર્ટોસેટ
D. યુરોપા

23. તાજેતરમાં કોણે બોન્ડી નામના ડિજિટલ બોન્ડ લોન્ચ કર્યા છે?; જેમનાં બોન્ડની ટેક્નિક ક્રિપ્ટોકરન્સી બિટકોઈન જેવી જ છે.
A. વિશ્વ બેંક
B. રીઝર્વ બેંક
C. બેંક ઓફ બરોડા
D. સ્વિસ બેંક

24. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં નાણાકીય વર્ષ 2018-19નાંરીપોર્ટ અનુસાર રૂ. 500 અને રૂ. 1000ની નોટબંધી દ્વારા રદ થયેલ નોટોમાંથી કેટલી નોટ બેન્કોમાં પરત આવી?
A. 99.3 ટકા
B. 98.2 ટકા
C. 95.7 ટકા
D. 92.80%

25. બિમ્સ્ટેકનું હવે પછીનું પાંચમું સંમેલન કયાં યોજાશે?
A. કાઠમંડુ,નેપાળ
B. બેંગકોક, થાઈલેન્ડ
C. નવી દિલ્હી, ભારત
D. કોલંબો, શ્રીલંકા

26. નીચેનામાંથી કયા દેશનો સમાવેશ બિમ્સ્ટેકના સાત સભ્ય દેશોમાં થતો નથી?
A. ઇન્ડોનેશિયા
B. બાંગ્લાદેશ
C. થાઈલેન્ડ
D. ભૂટાન

27. કયા રાષ્ટ્રપતિનાં આદેશથી ભારતના બંધારણમાં કલમ 35-A ઉમેરવામાં આવી છે?
A. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
B. બલરામદાસ ટંડન
C. વરાહગિરી વૈકંટગિરિ
D. એ. પી. જે અબ્દુલ કલામ

28. તાજેતરમાં ભારતમાં કઈ જગ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા સ્પેસ ટેકનોલોજી રિસર્ચ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી?
A. મુંબઈ અને ચેન્નઈ
B. ત્રિપુરા અને મેઘાલય
C. તમિલનાડુ અને દિલ્લી
D. જમ્મુ અને ત્રિપુરા

29. વર્ષ 2018માં ભારતનું અર્થતંત્ર પાંચમા નંબર પર રહેલા કયા દેશને પાછળ છોડી વિશ્વનું પાંચમાં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જાય તેવી શક્યતા છે?
A. ચીન
B. ફ્રાંસ
C. બ્રિટન
D. જાપાન

30. વર્ષ 2018માં એશિયાના ચલણમાં ભારતનાં રૂપિયાની કિંમતમાં સૌથી વધારે ધટાડો થયો. કેટલા ટકા?
A. 11 ટકા
B. 12 ટકા
C. 8 ટકા
D. 7 ટકા

જવાબો1. જબલપુર, મધ્યપ્રદેશ
2. અમૃતલાલ વેગડ
3. ઇમરાન ખાન
4. જસ્ટિસ એચ. કે. રાઠોડ
5. 1951 અને 1982
6. 11,300
7. કોસાર
8. ધૃવીય
9. 96
10. શ્રીમતી આનંદીબેન પટેલ
11. ભારત અને શ્રીલંકા
12. કોફી કનેક્ટ
13. શિકાંગો-અમેરિકા
14. ગુજરાત
15. પ્રીતિ શેનોય
16. રાજસ્થાન
17. જસ્ટિસ રંજન ગોગોઈ
18. અક્ષય કુમાર
19. ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનાં નિજી સચિવ
20. પાકિસ્તાન
21. બાગાયતી ખાતા
22. એઓલસ
23. વિશ્વ બેંક
24. 99.3 ટકા
25. કોલંબો, શ્રીલંકા
26. ઇન્ડોનેશિયા
27. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
28. જમ્મુ અને ત્રિપુરા
29. બ્રિટન
30. 8 ટકા

GPSC exam preparation 

Tuesday, 11 September 2018

છોડવાઓ વાવવા માટે નારિયેળનાં શેલનો ઉપયોગ, પ્લાસ્ટિક-ફ્રી શહેરની દિશામાં એક કદમ!!!


ગુજરાતનાં વડોદરાનાં નાના ઉદેપુર જિલ્લામાં વન વિભાગે એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલનો ઉદેશ્ય પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનો અને શહેરમાં એકત્રિત થયેલ કચરાનું મેનેજમેન્ટ કરવાનો છે.

હકીકતમાં, અત્યાર સુધી વન વિભાગ બીજથી નાના છોડને ઉગાડવા માટે ઓછી માઈક્રોનવાળી પ્લાસ્ટિક બેગ વાપરતી હતી; પરંતુ થોડાક સમય પહેલા જ તેમણે આ માટે નારિયેળનાં શેલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. આ સુઝાવ નાના ઉદેપુરનાં જિલ્લા અધિકારી સુજલ મયાત્રા એ આપ્યો હતો. 
 

સુજલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને બતાવ્યું કે "નર્સરી ભલે અમારું કામ નથી, પરંતુ અમારા સ્વચ્છતા અભિયાન દરમિયાન ઘણા જ નારિયેળ શેલ એકઠા થયા હતા. તેમાં મારા દિમાગમાં આ ખ્યાલ આવ્યો અને મે આ સુઝાવ આપ્યો. આનાથી છોડવાઓ લગાવવાની સાથોસાથ કચરાના મેનેજમેન્ટમાં પણ આસાની થશે અને અમે અમારા નાના ઉદેપુર જિલ્લાને પ્લાસ્ટિક ફ્રી બનાવી શકીશું."

શરૂઆતમાં વન-વિભાગે નીલગીરી, તુલસી અને અન્ય સાત જાતનાં 1500 વૃક્ષ નારિયેળનાં શેલમાં ઉગાડ્યા. વન વિભાગનાં ડેપ્ટી કંજર્વેટર, એસ. કે. પવારે જણાવ્યું કે "આ ખોલને નીચેથી કાપી દેવામાં આવે છે, જેથી વૃક્ષને નારિયેળ-શેલની સાથે જ જમીનમાં લગાવી શકાય. મુળિયાઓ વધવા માટે પૂરી જગ્યાઓ હોય છે અને આ સિવાય નારિયેળની શેલ બાયોડીગ્રેડેબલે હોય છે, તો વૃક્ષને કોઈ નુકસાન પણ નથી થતું." 
 

વનવિભાગ હજુ પણ અલગ અલગ પ્રજાતિનાં વૃક્ષો આ રીતે ઉગાડવાનું વિચારી રહી છે; જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ખત્મ કરી શકાય. તો હવે બીજી વાર તમે પણ જયારે નારિયેળ પાણી પીવો તો તેમની શેલ ફેકવાની જગ્યાએ ઘરમાં લાવીને તેમાં કોઈ સારો છોડ લગાવી દેજો. બાદમાં તમે આ છોડ કોઈ બગીચામાં લગાવી શકો છો અથવા તો કોઈ દોસ્ત કે રિશ્તેદારને ભેંટમાં આપી શકો છો. 

Thursday, 6 September 2018

ખલિલ જિબ્રાન

ખલિલ જિબ્રાન એક એવી જબરદસ્ત ફિલોસોફર વ્યક્તિ છે કે જેમનાં વિચારોની ગણના આજે ગીતા અને બાઈબલ સમકક્ષ થાય છે! આવી સિદ્ધિ લાખો અને કરોડોમાં એક વ્યક્તિને વરે છે; જેમાંનાં જિબ્રાન એક હતા. તેમણે લખેલો એક એક વિચાર ક્રાંતિજનક નીવડ્યો છે અને અનેક લોકોનાં જીવન પરિવર્તન કરવા નિમિત્ત બનેલ છે.

તેઓ કલાકાર, કવિ તથા ન્યુયોર્ક પેન લીગનાં લેખક હતા. તેમને પોતાના ચિંતનને કારણે સમકાલીન પાદરીઓ અને અધિકારી વર્ગનું કોપભાજન થવું પડ્યું તેમજ જાતિથી બહિસ્કૃત કરી દેશનિકાલ પણ આપવામાં આવ્યો હતો.

ખલીલ જિબ્રાનનો જન્મ 6 જાન્યુઆરી 1883નાં લેબનાનનાં બથરી નગરમાં એક સંપન્ન પરિવારમાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં જ માતા-પિતાની સાથે બ્લેજિયમ, ફ્રાંસમ અમેરિકા વગેરે દેશોમાં ભ્રમણ કરતા 1912માં અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં સ્થાયી રૂપથી રહેવા લાગ્યા.


ચિત્રકળામાં તેમની ખુબ રૂચિ હતી. જયારે બાળકો તેમને વાતોમાં લગાડી દેતા હતા ત્યારે તે એવી અદ્ભુત વાતો રજૂ કરતાં કે તે એ સમજવા વિવશ થઈ જતા કે કોઈ ઘણો જ વિચિત્ર બાળક છે. ઈ.સ. 1908માં તેમણે પેરિસની ફાઈન આર્ટસ એકેડમીમાં મૂર્તિકલાનું શિક્ષણ મેળવ્યું. પેરિસથી પરત ફરી તે ન્યુયોર્કમાં નિવાસ કરવા લાગ્યા પરંતુ તે દર વર્ષે પોતાનાં પરિવારજનોની સાથે કેટલોક સમય વ્યતીત કરવા તે બોસ્ટન જતા હતા. અહીં તે શાંતિપૂર્વક ચિત્રકળામાં પોતાનો સમય વ્યતીત કરતા હતા.

ખલીલ જિબ્રાન પોતાનાં વિચારો જે ઉચ્ચકોટિનાં સુભાષિત કે કહેવતનાં રૂપમાં હતાં; તેઓ કાગળનાં ટુકડા, થિયેટરનાં કાર્યક્રમોનાં કાગળ, સિગરેટનાં ખોખા તથા ફાટેલા પરબીડિયા પર લખી રાખી દેતાં હતાં. આ રચનાઓ પ્રકાશિત કરવાનો શ્રેય તેમની સેક્રેટરી શ્રીમતિ બારબરા યંગને જાય છે. તેઓ દરેક વાત અથવા કંઈક કહેવાનાં પૂર્વે એક કે બે વાક્ય સૂત્ર રૂપમાં સૂક્તિ કહેવાની આદત હતી.

તેમનામાં અદ્ભુત કલ્પના શક્તિ હતી. તે પોતાનાં વિચારોને જ કારણે રવીન્દ્રનાથ ટાગોરની સમકક્ષ સ્થાપિત થયા હતા. તેમની રચનાઓ દેશ-વિદેશમાં 22થી વધારે ભાષાઓમાં રજૂઆત પામી છે; જેમનજેમાંની સૌથી વધારે અનુવાદ ભાષા ઉર્દુ અને મરાઠી છે. તેમનાં ચિત્રોને કેટલાંય દેશનાં પ્રદર્શનમાં ગોઠવાયા; જેમની લોકોએ મુક્તકંઠે પ્રસંશા કરી. દેશનિકાલ બાદ પણ તેઓ પોતાની દેશભક્તિને કારણે પોતાનાં દેશ હેતુ સતત લખતાં રહ્યાં.

48 વર્ષની વયે કાર દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ થઈ 10 એપ્રિલ 1931નાં ન્યુયોર્કમાં જ તેમનું દેહાંત થઈ ગયું. તેમનાં નિધન બાદ હજારો લોકો તેમનાં અંતિમ દર્શન માટે આવતાં રહ્યાં. બાદમાં તેમને તેમની જન્મભૂમિનાં ગિરજાઘરમાં દફનાવામાં આવ્યા.

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો 1.    ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શુર.     
                                          - અખો     

2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
         પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    
                            - હરજી લવજી દામાણી    

3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  
                                         - કવિ કલાપી   

4.    યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.  
                          - કવિ નર્મદ     

5.    અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ  ફેરવીશું બાગમાં.....  
                                              - શેખાદમ આબુવાલા    

6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો
         એને આવકારો મીઠો આપજે રે......    
                             - દુલા કાગ    

7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
        આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. 
                                          - મકરંદ દવે   
 
8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    
                         - સુન્દરમ્ 
   
9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   
                                        - અરદેશર ખબરદાર    

10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત.    
                                                           - કવિ નર્મદ    

11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી મુકું ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.                                                                                               - પ્રેમાંનદ 
 
12.    ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત નમીએ
                   નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત.       
                                - કવિ અરદેશર ખબરદાર

13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    
                                              - ઉમાશંકર જોશી    

14.    ધન્હો! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   
                                                 - ન્હાનાલાલ    

15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
           પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.   
                                              - કલાપી 
   
16.    જનનીની જોડ સખી! 
            નહિ જડે રે લોલ!    
                  - કવિ બોટાદકર     

17.    રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.    
                                                - મીરાંબાઈ     

18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
             ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.               
                                        - કરસનદાસ માણેક 

19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
             સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !              
                                    - ઝવેરચંદ મેધાણી 

20.    રે પંખીડા! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
                 શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.          
                                                -  કવિ કલાપી 

21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  
                                                       - દલપતરામ 

22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.     
                                                  - કવિ કલાપી 

23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.          
                                                               - બરકત વિરાણી 

24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
          થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            
                                  - અમૃત ધાયલ     

25.    ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ;
           બહુ આપી દીધું નાથ, જા, ચોથું નથી માગવું.          
                                     - ઉમાશંકર જોશી 

26.    સિંહને શસ્ત્ર શાં! અને વીરને મુત્યુ શાં!         
                          - કવિ ન્હાનાલાલ

27.    શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી.
                             - ચંદ્રકાન્ત શેઠ

28.    મંગલ મંદિર ખોલો! દયામય મંગલ મંદિર ખોલો!     
 - નરસિંહરાવ દિવેટિયા 

29.     મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        
                            - રાવજી પટેલ 

30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.            
                     - ઉમાશંકર જોશી 

31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
               એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            
                                             - ન્હાનાલાલ 

32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, 
        સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે. 
                                   - કલાપી      
 
33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                 
                       - નરસિંહ મહેતા 

34.    એક મુરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ....        
                                                  - અખો 

35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને. 
                                             - પ્રીતમ 

36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,            
                       - દયારામ   
 
37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....               
                        - ગંગાસતી     

38.    વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું, 
                                 - દયારામ  
 
39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   
                      - દલપતરામ     

40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...   
                     - નરસિંહરાવ દિવેટિયા

41.    નિશાન ચૂફ માફ, નહી નીચું નિશાન..     
                               - બ.ક.ઠાકર    

42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.
                              - કરસનદાસ માણેક 

43.    માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે,      
                    - પન્નાલાલ પટેલ 
 મારી
44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર
                              - રાજેન્દ્ર શાહ

45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,  
         જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, 
               એક તરણું કોળ્યું ને તને યાદ આવ્યા
                                         - હરીન્દ્ર દવે