દવાની ગોળી કઈ રીતે
બંને છે??
આપણે બીમાર પડીએ
ત્યારે ડોક્ટર જે દવાની ગોળી આપે છે, તેમનું મૂળ સ્વરૂપ તો
પાવડરનું હોય છે. પરંતુ આવાં પાવડરનું
ચોક્કસ માપ લેવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. વજન અને પ્રમાણનાં યોગ્ય સ્વરૂપમાં ટેબ્લેટ કે કેપ્સુઅલ બનાવવામાં આવતી હોય છે.
કોઈ પણ ચોક્કસ રોગની દવા બનાવવા માટે રોગનું
ઊંડું સંસોધન અને પરિક્ષણ કરવું પડતું હોય છે. આવી રીતે દવા બનાવતાં ૧૦-૧૨ વર્ષ કે તેથી વધુ
સમય લાગે છે. હવે આ દવા જયારે યોગ્ય
પુરવાર થાય ત્યાર પછી આ દવા સાથે લેક્ટોઝ, બાઈન્ડર અને સ્ટાર્ચમાં ભેળવવામાં આવે છે અને ખૂબ જ દબાણ આપીને ટીકડી
બનાવવામાં આવે છે. આ દવા પેટમાં ગયા પછી
સ્ટાર્ચ ફૂલીને વિખેરાય છે અને દવા આપોઆપ શરીરમાં ફેલાય છે.
તારાનું જીવન
તારાનો જન્મ વાયુ અને
રાજક્નોથી બનેલા નેબુલ્યા નામનાં વાદળમાંથી થાય છે. જૂનાં તારાનું મૃત્યુ અને નવા
તારાનો જન્મ એ અવકાશમાં સતત બનતી ઘટના છે. ખગોળશાસ્ત્રીઓ તારાનો રંગ જોઇને તેમનાં
ઉષ્ણતાપમાનનો અંદાજ લગાવતાં હોય છે. જેમ તારાની ગરમી વધુ તેમ તે ઝડપથી બળી અને
મૃત્યુ પામશે.
સૂર્ય પણ એક તારો છે.
આજ સુધી લગભગ તે પાંચ અબજ વર્ષનું આયુષ્ય ભોગવી ચુક્યો છે અને હજી બીજા પાંચ અબજ
વર્ષ સુધી રહેશે. હવે આ પાંચ અબજ વર્ષો દરમિયાન સૂર્ય વિસ્તાર પામશે અને લાલ રંગનો
વિરાટ ગોળો બની જશે. હાલમાં સુર્ય છે તેનાં કરતાં ૧૦૦ ગણો બની જશે અને
બ્રહ્માંડમાં તીવ્ર ગરમી ફેલાવશે. આથી પૃથ્વી પણ હજારો ગણી ગરમ થઈ જશે અને
સૂર્યનાં કેંદ્રમાં ધ્વસ્ત થઈ સૂર્યમાં સમાઈ જશે.
આકાશમાં રહેલા ભૂરા રંગનાં
તારા સૌથી વધુ ગરમ હોય છે; તેમનું ૨૦૦૦૦ સેલ્સિયસ ડીગ્રી ઉષ્ણતાપમાન ધરાવતા હોય
છે. જયારે કેસરી અને લાલ રંગ તારા સૌથી વધુ ઠંડા હોય છે અને લગભગ ૩૦૦૦થી ૪૫૦૦
સેલ્સિયસ ડીગ્રી ઉષ્ણતાપમાન ધરાવે છે.
ઋતુઓ
આપણી પૃથ્વી હમેશાં એક
જ તરફ નમેલી રહેતી હોવાથી આપણને જુદી-જુદી ઋતુઓની પ્રાપ્તિ થાય છે. આથી પૃથ્વી
સૂર્ય તરફ નમેલી હોય ત્યારે ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોય છે. તેનાથી વિરુદ્ધની
પરિસ્થિતિમાં શિયાળો હોય છે. દક્ષિણમાં ઋતુઓ આનાથી ઉંધી હોય છે.
No comments:
Post a comment