Friday, 10 August 2018

પરસેવા પરથી સ્ટ્રેસ લેવલ માપતું પહેરી શકાય એવું સેન્સર


અમેરિકાના વિજ્ઞાનીઓએ માનવીનો પરસેવો શોષી લે એવો વૉટરપ્રુફ પૅચ તૈયાર કર્યો છે, જે પહેરનારી વ્યક્તિમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હૉર્મોન કેટલું પેદા થયું છે એની પણ જાણકારી આપે છે. દિવસ દરમ્યાન કુદરતી રીતે વધતા અને ઘટતા કોર્ટિસોલનું માપ મેળવતી ક્લિનિકલ ટેસ્ટ્સ ઇમોશનલ અને ફિઝિકલ સ્ટ્રેસનું પ્રમાણ પણ દર્શાવે છે.



એના કારણે ડૉક્ટરો દર્દીની એડ્રિનલ અથવા પિચ્યૂટરી ગ્લૅન્ડ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં એનું નિદાન કરી શકશે. પરસેવો થયા પછી પૅચ લગાવીને શરીરના સ્ટ્રેસ લેવલની એનાલિસિસ માટે એને ડિવાઇસ સાથે ક્નેક્ટ કરવાનો રહે છે. ડિવાઇસને કનેક્ટ કર્યા પછી થોડી ક્ષણોમાં એ પરિણામ આપે છે.


સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું હતું કે, 'આ પ્રક્રિયાને પરસેવાના સંવેદન સાથે નિસબત છે, કારણ કે એમાં સતત નૉન-ઇન્વેઝિવ પદ્ધતિએ વિવિધ ફિઝિયોલોજિકલ કન્ડિશન્સ માટે જુદાં-જુદાં જીવશાસ્ત્રીય સંકેતો-ચિહ્નોનું મૉનિટરિંગ થાય છે. આ પદ્ધતિના પરીક્ષણ દ્વારા જુદા-જુદા રોગોનાં વેળાસર નિદાન ઉપરાંત સ્પોર્ટ્સના પર્ફોર્મન્સ વિશે પણ અંદાજ બાંધી શકાય છે.'