Monday, 6 August 2018

હવે ગૂગલ શોધશે તમારો ખોવાયેલ મોબાઈલ!!!

આજનાં જમાનામાં તમારો ફોન તમારાથી થોડીવાર માટે પણ દૂર થઈ જાય તો તમે હેરાન પરેશાન થઈ જાઓ છો. વિચારો કે તમારો ફોન ગૂમ થઈ ગયો હોય તો??!!!

પરંતુ હવે જરાય પણ પરેશાન થવાની જરૂર નથી કારણ કે હવે ગૂગલ તમને તમારા ગૂમ થયેલ સ્માર્ટફોન અંગેની જાણકારી મેળવી આપશે. આ એક ખુબ જ સરળ ટેકનીક છે. કોઈ પણ એન્ડ્રોઇડ ફોનનો વપરાશકર્તા ડેસ્કટોપ પર ગૂગલ સર્ચનો ઉપયોગ કરી આ કામનો ફાયદો ઉઠાવી શકે છે. 


આ માટે ગૂગલે તેમનાં બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ માટે વપરાશકર્તાએ ગૂગલ સર્ચ બાર પર 'find my phone' ટાઈપ કરવું. આમ તમારો સ્માર્ટ ફોન ગૂગલ મેપ પર ટ્રેક થઈ જશે અને તમારા ફોનનું લોકેશન બતાવશે. પરંતુ આવું કરતાં પહેલાં એક વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે આ સ્માર્ટ ફોનમાં જે જીમેઈલ આઈડીથી ઓપન હોય તે જ આઈડી ડેસ્કટોપમાં લોગ ઇન થવું પડશે. માત્ર આટલું જ નહી તેમાં તમે લોકેશનની સાથોસાથ પાંચ મિનિટ સુધી રિંગ પણ કરી શકો છો. જો તમે રિંગ પર ક્લિક કરશો તો ગૂગલ તમારા સ્માર્ટફોન પર સતત પાંચ મિનિટ માટે રિંગ વગાડશે. આમ તમે તમારો સ્માર્ટફોન આસાનીથી શોધી શકશો.

આ સેવાનો લાભ લેતાં પહેલાં એ પણ ખાતરી કરી લેવી ખૂબ જ જરૂરી છે કે તમારા સ્માર્ટફોનમાં GPS એક્ટીવ છે કે નહી? ગૂગલની આ સર્વિસ ત્યારે જ કામ કરશે જયારે તમારા સ્માર્ટફોનમાં GPS સિસ્ટમ કાર્યરત હશે. માત્ર આટલું જ નહી સ્માર્ટફોન ચોરી થયાં બાદ વપરાશકર્તા આ ફીચર દ્વારા ફોનને લોક કરીને તેમાંથી ડેટાને પણ નષ્ટ કરી શકશે.