દુનિયાભરની 90 ટકા વસ્તી લખવા માટે જમણા હાથનો ઉપયોગ કરતી હોય છે, જયારે માત્ર 10 ટકા લોકો જ ડાબા હાથનો. પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે તમારી આસપાસનાં એવાં ઘણાં બધા પ્રતિભાશાળી લોકો હોય છે જેઓ બંને હાથે લખવામાં કુશળ હોય!!!
જી, હાં. આવી જ
અદ્ભુત કૌશલ્ય શક્તિ ધરાવતાં કેટલાંક વિદ્યાર્થીઓ પણ હોય છે. મધ્યપ્રદેશ સ્થિત
સિંગરૌલી નામની જગ્યાએ એક વીણા વડિની વિદ્યાલય આવેલી છે; જેમાં
વિદ્યાર્થી આ કૌશલ્ય ધરાવે છે. એક પૂર્વ સૈનિક વીપી શર્માએ આ સ્કુલની સ્થાપના
કરેલી. તેમનાં મુજબ પ્રથમ ધોરણનાં વિદ્યાર્થીઓને આ ટ્રેઈનિંગ આપવાની શરૂ થઈ જાય છે
અને આ વિદ્યાર્થીઓ ત્રીજા સુધી પહોંચે ત્યાં સુધી તો તેઓ બંને હાથે લખવામાં સરળતા
અનુભવે છે. અને સાતમાં - આઠમાં ધોરણનાં વિદ્યાર્થીઓ તો ઝડપથી અને સ્પષ્ટ લખી શકે
છે. આ ઉપરાંત તો તે એકસાથે બે ભાષાઓ પણ લખી શકે છે.
આ સ્કુલમાં 150થી પણ વધારે
વિદ્યાર્થીઓ છે, જે એક જ સમયે બંને હાથેથી લખી શકે છે. બંને હાથેથી લખવાની સ્પીડ
તેઓની એક જ સરખી છે. આ વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, સંસ્કૃત, અરબી અને રોમન
જેવી 6 જુદી-જુદી ભાષાઓ લખી શકે છે. આ વિદ્યાર્થીઓ ત્રણ કલાક ચાલે તેવી
પરીક્ષા એક કે દોઢ જ કલાકમાં પૂર્ણ કરી શકે છે.
જયારે પણ
સ્કૂલમાં કોઈ નવો વિધાર્થી આવે ત્યારે તેમને પહેલે એક જ હાથેથી લખાવવામાં આવે છે
અને ત્યારબાદ બંને હાથેથી તેમને લખતાં શીખવાડાય છે. અને છેલ્લે તેમને એકસાથે બંને
હાથનો ઉપયોગ કરતાં શીખવાડાય છે.
No comments:
Post a Comment