Wednesday, 15 August 2018

વીર સાવરકર

· વીર સાવરકર દુનિયાનાં એકલાં એવાં સ્વાતંત્ર્ય યોદ્ધા હતાં કે જેમને બે-બે આજીવન કારાવાસની સજા મળી, સજાને પૂરી કરીને ફરીથી રાષ્ટ્ર જીવનમાં સક્રિય થઈ ગયાં.

· તે વિશ્વનાં પહેલાં એવાં લેખક હતાં કે જેમની કૃતિ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાના બે-બે દેશોએ પ્રકાશનથી પહેલાં જ પ્રતિબંધિત કરી દીધી.

· તે પહેલાં એવાં ભારતીય રાજનીતિજ્ઞ હતાં જે સર્વપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી કરી હતી.


· તે પહેલાં સ્નાતક હતાં જેમની સ્નાતક ઉપાધિને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાના કારણે અંગ્રેજ સરકારે વાપસ લઈ લીધો.

· તે એવાં પહેલાં ભારતીય વિદ્યાર્થી હતાં, જે ઇંગ્લેન્ડના રાજા પ્રત્યે વફાદારીની શપથ લેવાની મનાઈ કરી દીધી. ફળસ્વરૂપે તેમને વકીલાત કરવાં રોકાવી દીધાં.

· વીર સાવરકરે રાષ્ટ્રધ્વજ તિરંગાની વચ્ચે ધર્મચક્ર લગાવાનો સુઝાવ સર્વપ્રથમ આપ્યો, જેમને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે માન્યો.

· તેમણે સૌથી પહેલાં પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનું લક્ષ્ય ઘોષિત કર્યું.

· તે એવાં પ્રથમ રાજનૈતિક બંદી હતાં કે જેમને વિદેશી ભૂમિ પર બંદી બનાવવાના કારણે હેગનાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં મામલો પહોચ્યો.

· તે પહેલાં ક્રાંતિકારી હતાં જેમણે રાષ્ટ્રનાં સર્વાગીણ વિકાસનું ચિંતન કર્યું તથા બંદી જીવન સમાપ્ત થતાં જ અસ્પુશ્યતા વગેરે કુરીતિઓ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું.

· દુનિયાનાં એવાં પહેલાં કવિ હતાં જેમણે અંદામાનના એકાંત કારાવાસમાં જેલની દીવાલ પર કિલ અને કોયલાથી કવિતા લખી અને પછી તેમને યાદ કરી. આ પ્રકારે યાદ કરેલ દસ હજાર પંક્તિઓને તે જેલથી છૂટ્યા બાદ ફરી લખી.

આઝાદીમાં જન્મયો છું અને છેલ્લા શ્વાસ સુધી આઝાદ જ રહીશ


૨૩ જુલાઈ ૧૯૦૬ના જન્મેલ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં સેનાનીનાં અગ્રણી ચંદ્રશેખર આઝાદનું બાળપણથી જ અંગ્રેજોનાં અત્યાચાર જોઈ મન સળગી ઉઠતું. કિશોરાવસ્થામાં તે ભાગીને પોતાની ફઈ પાસે બનારસ આવીને સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણવા લાગ્યાં.


બનારસમાં પહેલી વાર વિદેશી સામાન વેચતી દુકાન સામે ધરના દેતા પકડાઈ ગયા. થાણામાં પુછતાછમાં પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને ઘરનું સરનામું જેલખાનું બતાવ્યું ત્યારથી જ તેમનું નામ ‘આઝાદ’ પ્રચલિત થઇ ગયું. આગળ ચાલીને તે સશસ્ત્ર ક્રાંતિનાં માધ્યમથી દેશને આઝાદ કરાવનાર યુવકોનું દળ બનાવી લીધું.

આઝાદ અને તેનાં સહયોગીએ ૯ ઓગસ્ટ ૧૯૨૫નાં લખનઉથી સહારનપુર જવાવાળી રેલ કાકોરી સ્ટેશન પાસે રોકી સરકારી ખજાનો લુટી લીધો. આ અંગ્રેજ શાસનને ખુલ્લી ચુનોતી હતી પરંતુ આઝાદને પકડવું એટલું આસાન ન હતું.

૧૭ ડિસેમ્બર ૧૯૨૮નાં તેમની પ્રેરણાથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે લાહોરમાં પુલિસ અધિક્ષક કાર્યાલયની ઠીક સામે સાંડર્સને યમલોક પહોચાડી દીધો. થોડા સમયબાદ ક્રાંતિકારીઓ લાહોર વિધાનભવનમાં બોમ ફેક્યો છતાંય તેમનો ઉદ્દેશ કોઈને નુકશાન પહોચાડવાનો ન હતો. બોમ ફેકી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે આત્મસમર્પણ કરી દીધું. બીજી તરફ અનેક ક્રાંતિકારી પકડાઈ ગયાં. આથી ક્રાંતિકારી દળ કમજોર પાડવા લાગ્યું.

જે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧નો દિવસ હતો. પુલિસને સમાચાર મળેલ કે આજ પ્રયાગનાં અલ્ફ્રેડ પાર્કમાં ચંદ્રશેખર કોઈને મળવાનાર છે, તેથી પુલિસ પણ સમય બગડ્યા વગર પાર્કને ઘેરી લીધો. જેવી તેમની નજર પુલિસ પર પડી તો તે પિસ્તોલ નિકળી ઝાડ પાછળ છુપાઈ ગયાં. થોડી જ વારમાં બંને તરફ ગોળી ચાલવા લાગી. જયારે આઝાદની પિસ્તોલમાં એક જ ગોળી વધી ત્યારે તે દેશની માટી પોતાનાં માથા પર લગાવીને અંતિમ ગોળી પોતાની કાનપટ્ટીમાં મારી દીધી.

તેમનો સંકલ્પ હતો કે તે આઝાદ જ જન્મયા છે અને છેલ્લાં શ્વાસ સુધી આઝાદ જ રહેશે. આ પ્રકારે તે જીવતે જીવે પણ પુલિસનાં હાથે ના આવ્યાં.

Monday, 13 August 2018

અધધધ!!! એક રાતનો ભાડું લાખોમાં!

જો તમે વિચારતા હોવ કે દુનિયાની સૌથી બેસ્ટ અને મોંધી હોટેલ્સ યુરોપ અને અમેરિકામાં છે, તો તમે ખોટું વિચારો છો, કારણકે આજની તારીખમાં ભારતમાં પણ દુનિયાની સૌથી મોંધી અને આલીશાન હોટેલ્સ છે. આજે અમે તમને જણાવવાના છીએ ભારતની સૌથી મોંધી અને આલીશાન હોટેલ્સ વિશે, જેનો શાહી અનુભવ તમે ફક્ત ભારતમાં જ કરી શકો. શાહી ઠાઠ-બાઠ થી ભરપૂર હોટેલ્સમાં, મોટા મોટા ટાયકુન ના લગ્નો અને અન્ય કાર્યો માટે ભારતની હોટેલોને જ બુક કરાવે છે.

તો ચાલો જાણીએ ભારતની સૌથી મોંધી અને આલીશાન હોટેલ્સ વિશે….

   1. રામબાગ પેલેસ


સ્થળ : જયપુર
એક રાતનું ભાડુ : 6,00,000 રૂ.

રામબાગ પેલેસ ભારતની સૌથી મોંધી હોટેલ છે. રામબાગ પેલેસ જયપુર અગાઉ જયપુર રાજા સવાઈ માનસિંહ બીજાનું મહેલ હતું, જે તાજ હોટેલ જૂથો દ્વારા 1957 માં વૈભવી હોટલમાં પરિવર્તિત થયું હતું. રામબાગ પેલેસને દુનિયાની સૌથી મોંધી અને લકઝરી હોટેલમાં શામેલ કરવામાં આવી છે.

રામબાગ પેલેસનું સૌથી લકઝરી ગ્રાન્ડ પ્રેઝીડેન્શીયલસુટમાં એક દિવસ રહેવાની કિંમત 6,00,000 રૂ. છે, જે આખા ભારતમાં સૌથી વધારે છે, જે આને સૌથી મોંધી હોટેલ બનાવે છે.

   2. તાજ લેક પેલેસ
સ્થળ : ઉદયપુર
એક રાતનું ભાડુ : 6,00,000 રૂ.

ઉદયપુરના તળાવ પિકોલામાં એક દ્વીપ છે, જે સ્થાન પર તાજ લેક પેલેસ બાંધવામાં આવે છે. આ ખુબજ સુંદર અને લકઝરી હોટેલ છે અને આ મેવાડના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ભારતમાં રહેવા માટે સૌથી રોમેન્ટિક સ્થળ તરીકે ગણવામાં આવે છે. દરેક દંપતિ માટે ડ્રીમ ગંતવ્ય તે ભારતની સૌથી મોંઘી હોટેલ છે.

તાજ લેક પેલેસ પણ સૌથી લકઝરી સુટનું પ્રતિદિવસનું ભાડું 6,00,000 રૂ. લે છે, જે રામબાગ પેલેસની બરાબર છે.
 
   3. લીલા પેલેસ કેમ્પીંકસી

સ્થળ : નવી દિલ્હી
એક રાતનું ભાડુ : 4,50,000 રૂ.

લીલા પેલેસની લકઝરી હોટેલમાં એક ધ લીલા પેલેસ કેમ્પીકસી’, દીલ્હીમાં આવેલ છે. આ હોટેલ લગભગ 405 મિલિયન $ ની રકમ માં બનીને તૈયાર થઈ છે.

લીલા પોતાના લકઝરી પેલેસમાં મહારાજામાં એક દિવસ રહેવાનો ચાર્જ લગભગ 4,50,000 રૂ લે છે. આની અનેક લકઝરી સુવિધા માંથી એક છે આ સુટના કાંચનું બુલેટપ્રૂફ હોવું. આ દિલ્હીનો ખૂબ જ વૈભવી વિસ્તાર, ચાણક્યપુરી માં આવેલ છે.

   4. ઓબેરોય

સ્થળ : ગુડગાંવ
એક રાતનું ભાડુ : 3,00,000 રૂ.

ગુડગાંવમાં સ્થિત ધ ઓબેરોયભારતમાં ચોથા નંબરની સૌથી મોંધી હોટેલ છે. આના પ્રમુખપદના સુટનો ચાર્જ 3,00,000 રૂ. છે અને આના સાધારણ ડિલક્સ રૂમનું ભાડું 30,000 રૂ પ્રતિ રાત છે. અદ્યતન સંપૂર્ણ સુવિધાથી ભરપૂર આ હોટેલ તેના ધનાઢ્ય મહેમાનો માટે પ્રખ્યાત છે.

   5. ઓબેરોય

સ્થળ: મુંબઇ
એક રાતનું ભાડુ: 3,00,000

ધ ઓબેરોય-મુંબઈ, ભારતની સૌથી મોંધી હોટેલ માંથી એક છે. મુંબઈના મરીન ડ્રાઈવ સ્થિત આવેલી આ હોટેલ પોતાના મહેમાનોને ખુબજ સુંદર અને દિલકશ નઝારો વ્યક્ત કરે છે.

આના સૌથી સસ્તા ડિલક્સ રૂમમાં એક રાતનું ભાડું 25,000 રૂ. છે. અને આના સૌથો મોંધા પ્રમુખપદના રૂમ ભાડું 3,00,000 રૂ. છે.

   6. ઓબેરોય ઉદયવિલાસ


સ્થળ : ઉદયપુર
એક રાતનું ભાડુ : 2,50,000 રૂ.

ધ ઓબેરોય ઉદય વિલાસ, ઉદયપુરમાં સ્થિત સૌથી મોંધી અને લકઝરી હોટેલ્સ માંથી એક છે. લેકના કિનારે વસેલ આ હોટેલ એકદમ અલગ જ નઝારો પ્રકટ કરે છે.

ધ ઓબેરોય ઉદય વિલાસના પ્રીમિયર સુટમાં એક રાત રહેવાની કિંમત 35,000 રૂ. છે અને આના સૌથી મોંધા કોહિનૂર સુટ માં એક રાત રહેવાની કિંમત લગભગ 2,50,000 રૂ છે.

   7. ઓબેરોય અમરવિલાસ

સ્થળ : આગરા
એક રાતનું ભાડુ : 2,50,000 રૂ.

પ્રેમ નગરી આગરામાં સ્થિત ધ ઓબેરોય અમરવિલાસ’, ઉત્તર પ્રદેશની સૌથી મોંઘી હોટેલ છે અને આ ભારતની મોંધી અને લકઝરી હોટેલમાં શામેલ છે.

ધ ઓબેરોય અમરવિલાસ માં પણ એક રાત રહેવાની કિંમત 2,50,000 રૂ. છે. આ હોટેલ અમર પ્રેમની નિશાની તાજ મહેલથી થોડે જ દુર આવેલી છે. જેથી તમે તાજમહેલ ના નઝારાને જોવાની મજા પણ માણી શકો છો.

   8. તાજ લેન્ડ્સ એન્ડ

સ્થળ : મુંબઇ
એક રાતનું ભાડુ : 2,50,000 રૂ.

મુંબઇના બાંદ્રામાં સ્થિત તાજ લેન્ડ્સ એન્ડહોટેલ મુંબઈમાં બીજા નંબરની અને ભારતમાં છઠ્ઠા નંબરની હોટેલ છે. તાજ લેન્ડ્સ એન્ડના સૌથી સસ્તા ડિલક્સ રૂમમાં એક રાતનો ચાર્જ 2,50,000 રૂ. છે.

   9. ઓબેરોય રાજવિલાસ

સ્થળ : જયપુર
એક રાતનું ભાડુ : 2,30,000 રૂ.

જયપુર માં સ્થિત ધ ઓબેરોય રાજવિલાસ, ઓબેરોય ગ્રુપની એક સુપર લકઝરી હોટેલ છે. જે પોતાની મેગ્નિફિસિયેન્ટ મહેમાન નવાઝી માટે પ્રસિદ્ધ છે. જો તમે વાસ્તવિક રાજપુતાના નો અનુભવ કરવા માંગતા હોઉં તો આ હોટેલ તમારા માટે બેસ્ટ છે. આ હોટેલ પોતાના મહેમાનો ને પ્રાઇવેટ પુલની પણ સુવિધા ઉપલબ્ધ કરે છે.

ધ ઓબેરોય રાજવિલાસ માં સૌથી સસ્તા ડિલક્સ રૂમમાં એક રાતનો ચાર્જ 35,000 રૂ. છે અને આના સૌથી મોંધા કોહિનૂર વિલામાં એ રાત રહેવાની કિંમત લગભગ 2,30,000 રૂ. છે.

   10. તાજ ફલકનુમા પેલેસ


સ્થળ : હૈદરાબાદ
એક રાતનું ભાડુ : 1,95,000 રૂ

હૈદરાબાદ સ્થિત તાજ ફલકનુમાં પેલેસમાં, હૈદરાબાદના નિઝામ નો નિવાસ છે, જેણે તાજ ગ્રુપને ભાડે આપ્યો છે.

તાજ ફલકનુમાં પેલેસમાં સૌથી સસ્તો રૂમમાં એક રાતનો ચાર્જ 33,000 રૂ. છે. આના સૌથી મોંધા અને લકઝરી ગ્રાન્ડ રોયલ સુટની કિંમત 1,95,000 રૂ. છે.

   11. લીલા પેલેસ કેમ્પીંકસી

સ્થાન: ઉદયપુર
એક રાતનું ભાડુ : 2,00,000 રૂ.

ધ લીલા પેલેસ કેમ્પીકસી લેકમાં સ્થિત છે. આ ભારતની સૌથી મોંધી નવમી હોટેલ છે. પરંતુ, આ વિસ્તારમાં સ્થિત તાજ અને ઓબેરોય હોટેલ થી ખુબ ઓછી કિંમતમાં પોતાના મહેમાનોને લકઝરી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

આ હોટેલના મહારાજા સુટમાં એક રાત રહેવાની કિંમત 2,00,000 રૂ. છે.

   12. તાજ મહેલ પેલેસ એન્ડ ટાવર


સ્થાન : મુંબઇ
એક રાતનું ભાડુ : 1,70,000 રૂ.

તાજ મહેલ પેલેસ એન્ડ ટાવર હોટેલ, ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત હોટેલ છે અને અન્ય 9 હોટેલ કરતા સસ્તી પણ છે. આ ભારતની પ્રખ્યાત અને સૌથી જૂની હોટેલ છે.

આના સૌથી સસ્તા રૂમ માટે તમારે એક રાતનું ભાડું 21,500 રૂ. ભરવું પડે અને સૌથી મોંધા ગ્રેંડ લકઝરી સુટ માટે 1,70,000 રૂ. ખર્ચ કરવા પડે.

   13. ધ ઇમ્પીરિયલ હોટેલ 


સ્થાન : નવી દિલ્હી

વ્યાવસાયિક પ્રવાસ પર અથવા કોન્ફરન્સ મીટિંગ પર રહેવા માટે યોગ્ય સ્થળ. ધ ઇમ્પીરિયલ હોટેલ નવી દિલ્હી એક વૈભવી વૈભવી રોકાણ માટે નવી દિલ્હીમાં રહેવા માટે શ્રેષ્ઠ વિશિષ્ટ સ્થળ છે.


Saturday, 11 August 2018

આપોઆપ નદી વહેણ કઈ રીતે બદલાય છે?

નદીએ પોતાનો વહેણ બદલ્યો આવી વાત સાંભળતા જ તમારા મનમાં સવાલ ઉઠે છે કે નદીનું પાણી તો એક જ પર્વતમાંથી આવે છે અને એકધારું જ આવે છે. આ પાણી ઊંચાઈવાળા ભાગથી નીચાણવાળા ભાગમાં વહેતું હોય છે તો સીધી વહેતી નદી પોતાનું વહેણ કઈ રીતે બદલે છે?


આ સવાલનો જવાબ મેળવવાં તમારે ખરેખર એક પ્રયોગ કરવાની જરૂર છે. 


આ માટે સૌ પ્રથમ રેતીનાં પટમાં નદી જેવો સીધી લીટીનો ખાડો બનાવો. હવે એમાં ક્યાંક ક્યાંક કાકરા નાંખો. ત્યારબાદ નદીનું વહેણ હોય તે રીતે એક છેડે પાણીની પાઈપ લગાવી પાણી જવા દો.


હવે તમે જોશો તો ખ્યાલ આવશે કે થોડી જ વાર આ વહેતું પાણી રસ્તામાં આવતાં કાકરાનાં કારણે સહેજ આ બાજુ કે પેલી બાજુ એમ વહેવા લાગશે. હવે ઘણી વાર પાણીની પાઈપ ચાલુ રાખતાં જોવા મળશે કે આ બાજુ કે પેલી બાજુથી વહેતું પાણી જે બાજુ વહેતું થાય એ બાજુના કિનારાની રેતીને પોતાની સાથે ઘસડીને લઈ જવાનું શરૂ કરશે.


આમ આ કિનારો ધોવાતો જશે અને પાણી આ દિશામાં વધારે જોર કરી આગળ વધશે. જોરને કારણે કિનારાની રેતી પણ વધારે ધોવાશે. આ કિનારો જેમ જેમ ધોવાતો જશે તેમ તેમ એ દિશામાં જતું પાણી વળાંક લઈ સામેના કિનારે ધસી જશે. સામેના કિનારે ધસી જતું પાણી એ કિનારાની રેતીને ઘસડતું જશે. એટલે એ કિનારો પણ ધોવાઈને પહોળો થશે. પછી વળાંક લેશે. આમ સીધી વહેતી નદીનું વહેણ અંગ્રેજી એસ આકારના વળાંકમાં વહેવા લાગશે. એસની આગળ વધારે વળાંક થાય તો નવો એસ બનશે. એમ કરતાં નદીનું વહેણ સીધું હતું એ સાપના લિસોટાની જેમ વળાંક લેતું વહેવા લાગશે.


આવું જ અસલી નદીમાં થાય છે. નદી જે બાજુના કિનારે વહેણ લે એની સામેના કિનારે વહેણ સાવ ધીમું પડી જાય છે એટલે ત્યાં પાણી સાથે આવતો કાંપ અને કચરો તથા રેતી ઠરતા જાય છે. આમ એ બાજુ પુરાતી જાય છે. આમ કરતાં કરતાં વળાંક વધતો વધતો એસને બદલે યુ આકારનો બની જાય છે. યુ આકારના બે વળાંક વચ્ચેની જગ્યા સાવ ઓછી રહે છે. થોડા વખતમાં એ ધોવાઈ જાય તો પાણીનું વહેણ બે વળાંક વચ્ચેની જગ્યાએથી સીધું વહેવા લાગે છે. આમ સમયાંતરે નદીનાં વળાંકો બદલાતાં રહે છે.