ભારતનાં ઉચ્ચ સંવૈધાનિક પદો પર કાબેલ શખ્સોની ગાડીઓએ પણ હવે રજિસ્ટ્રેશન
નંબર લેવો પડશે. દિલ્હી હાઇકોર્ટે બુધવારનાં રોજ લીધેલાં નિર્ણયમાં આ વાત કહી છે.
કોર્ટે જણાવ્યું કે, આ પદો પર બેઠેલા તમામ લોકોની ગાડીઓ પર પણ
હવે રજિસ્ટ્રેશન થશે. આનાંથી એ બાબત સ્પષ્ટ થઇ જાય છે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને
ઉપરાજ્યપાલોનાં વાહન હવે નંબર પ્લેટની સાથે નજરે દેખાશે.
તમને જણાવી દઇએ કે ભારતનાં રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યોનાં ગવર્નરની ગાડીની નંબર પ્લેટ પર પણ કોઇ નંબર હોતો નથી. આ ગાડીઓની નંબર પ્લેટ પર માત્ર રાષ્ટ્રીય ચિહ્ન (અશોક ચિહ્ન) હોય છે.
હકીકતમાં એક ગૈર સરકારી સંગઠન (NGO)એ એવી અરજી દાખલ કરી હતી કે વગર નંબર
પ્લેટની ગાડીઓને આતંકવાદી નિશાન બનાવી શકે છે કેમ કે આ ગાડીઓ પર તુરંત ધ્યાન જતું
હોય છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આનાં એક્સીડેન્ટ થવાંની સ્થિતિમાં
કારનાં અસલી માલિકની ઓળખ કરવી એ પણ ઘણું મુશ્કેલ થઇ જાય છે. આવી સ્થિતિમાં ગાડીમાં
નંબર પ્લેટ હોવી જરૂરી છે.
source : daily hunt
No comments:
Post a comment