આજે આપણને કંઈ
જાણવું હોય તો આપણું દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળી
જતી હોય છે. પરંતુ કશું
જાણવા માટે આપણને ગૂગલનાં સર્ચ બોક્સમાં કંઈક ટાઈપ કરવું પદે છે અથવા તો માઈક પર
ક્લિક કરીને ગૂગલને આપણો સવાલ પૂછવો પડે છે. પરંતુ ઘણીવાર એવું બંને છે કે આપણે સવાલ જ
શું પૂછવું. તો ક્યારેક એવું પણ બનતું હોય તમે કોઈ વસ્તુ જોઈ હોય અને તમને તેમનું નામ જ
ખબર ન હોય. તો સંજોગોમાં તમે શું કરશો?
દા.ત., તમે કોઈ
ગાર્ડનમાં સરસ મજાનું ફૂલ કે પંખી જોયું હોય તો એનું નામ કે એનાં વિશે વધુ જાણવા
શું કરશો? અથવા તો તમે કોઈ આર્ટ ગેલેરીમાં કોઈ વિખ્યાત પેઈન્ટીંગ જોયું હોય તો તેમની
માહિતી તમે કેમ પ્રાપ્ત કરશો?
નવેમ્બર
૨૦૧૭માં ગૂગલે તેનાં ફ્લેગશીપ ફોન પિક્સેલમાં પહેલાં ગૂગલ ફોટોઝમાં અને ત્યારપછી
ગૂગલ આસિસ્ટન્ટમાં આ સગવડ ઉમેરી હતી અને માર્ચ ૨૦૧૮થી તમામ એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ
ફોટોઝમાં આ સુવિધા મળવા લાગી.
ગૂગલ લેન્સ
એક્ઝેક્ટલી શું છે?
આ એક એવી સગવડ
છે, જેમાં તમે જુદાં-જુદાં ફોટોગ્રાફને લઈને ગૂગલને પૂછી શકો છો
કે આ શું છે? 2012માં ગૂગલે એક ગોગલ્સ કરીને એક એપ લોન્ચ કરી
હતી. જેમાં ફોનનાં કેમેરા સામે બારકોડ ધરતા, એપ જાતે જ
બારકોડ વાંચી લે અને તેમનાં આધારે ઈન્ટરનેટ પર સૌથી વધુ માહિતી તારવી આપતી.
પરંતુ નવાઈની
વાત એ હતી કે પછીનાં આટલાં વર્ષોમાં ગૂગલે આ એપ તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું. પરંતુ આજ
કન્સેપ્ટ ગૂગલ હવે 'ગૂગલ લેન્સ'નાં સ્વરૂપે
ફરી લાવી છે. જો તમે ગૂગલ ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતાં હશો તો તમે જાણતા હશો કે તેમાં
જુદાં-જુદાં ફોટોગ્રાફ વિશે કોઈ માહિતી કે ટેગ ન આપ્યાં હોય તો પણ આ સર્વિસ
વ્યક્તિનાં ચહેરા, શહેર અને વિવિધ ઈમારતોને ઓળખી લે છે.અને વરસાદ, ફૂડ, કાર વગેરે
સર્ચ કરતાં તેમનાં ફોટોઝ અલગ પણ તારવી આપે છે.
ગૂગલ લેન્સનો
લાભ કેવી રીતે પ્રાપ્ત કરશો?
આ માટે તમારા
સ્માર્ટફોનમાં પ્લેસ્ટોરમાં જઈ ગૂગલ ફોટોઝ ઇન્સ્ટોલ કરી લો. અને ઘણાં બધા
ફોનમાં આ એપ પહેલેથી જ ડાઉનલોડ હશે અને જો તેમાં આ સુવિધા ઉમેરાઈ ન હોય તો અપડેટ
કરી દો.
No comments:
Post a comment