Sunday, 22 July 2018

સંવિધાન-સભા દ્વારા વર્તમાન ધ્વજ ને ભારતીય રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવ્યો


ભારતના રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવામાં આવે છે. આ ધ્વજમાં ત્રણ રંગની આડી પટ્ટીની વચ્ચે વાદળી રંગનો એક ચક્ર સુશોભિત છે, જેની અભિકલ્પના પિંગલી વૈકૈયાએ કરી હતી. ધ્વજને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના ભારતના સ્વતંત્રતાના થોડાં દિવસ પહેલા જ ૨૨ જુલાઈ ૧૯૪૭ના આયોજિત ભારતીય બંધારણ સભાની બેઠકમાં અપનાવામાં આવ્યો હતો. 

ધ્વજમાં ત્રણ સમાન પહોળાઈની આડી પટ્ટીઓ છે, જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગની પટ્ટી છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ ૨:૩ છે. સફેદ પટ્ટીની મધ્યમાં નેવી બ્લુ રંગનો એક ચક્ર છે, જેમાં ૨૪ આરા છે. આ ચક્રનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઈ બરાબર હોય છે. તે ચક્ર સમ્રાટ અશોકની રાજધાની સારનાથ સ્થિત સ્તંભના સિંહના ટોચપર રહેલ ચક્ર જેવો દેખાય છે. 

સરકારી ધ્વજ એક નિર્દેશ અનુસાર ખાદીમાં જ બનાવેલ હોવો જોઈએ. આ ઉપરાંત ધ્વજ હાથોથી કાંતવામાં આવેલ કપડાથી બનેલ હોવો જોઈએ, જે મહાત્મા ગાંધી દ્વારા લોકપ્રિય બન્યો હતો. આ બધી વિશિષ્ટતાઓને વ્યાપક રૂપથી ભારતમાં સમ્માન આપવામાં આવે છે. ભારતીય ધ્વજ સંહિતા અનુસાર તેમનાં પ્રદર્શન અને પ્રયોગ પર વિશેષ નિયંત્રણ છે. શું તમે જાણો છો કે ભારતીય રાષ્ટ્રપતિને સેલેરીની સાથે કઈ કઈ સુવિધા મળે છે??

એવો દેશ જે ક્યારે ગુલામ નથી બન્યો!!! 

ભારતમાં પ્રથમ 

No comments:

Post a Comment