કોયડા નંબર : 1
એવું કહેવાય છે કે આ કોયડો આઇન્સ્ટાઇને યુવા વયે લખેલો છે. કદાચ દુનિયાની 98% વસ્તી આ કોયડાનો ઉકેલ લાવી શકવા અસમર્થ હશે!
એક શેરીમાં પાંચ ઘર છે; જેમાં દરેક ઘરનાં રંગ જુદાં-જુદાં છે.
આ ઘરનો માલિક જુદું-જુદું પીણું પીવે છે અને જુદાં-જુદાં બ્રાંડની સિગારેટ વાપરે
છે. આ સિવાય પણ જુદું-જુદું એક પ્રાણી પાળે છે. જેમની વિગતો આ મુજબ છે.
1. સ્વીડિશ કુતરો રાખે છે.
2. ડેનિશ ચા પીવે છે.
3. લીલા રંગનું ઘર સફેદ ઘરની ડાબી બાજુએ છે.
4. લીલા ઘરનો માલિક કોફી પીવે છે.
5. પોલ નામનો માલિક મોલ નામની સિગારેટ પીવે છે, જે પક્ષી પાળે છે; જે પક્ષી પાળે છે.
6. ડનહિલ સિગારેટ પીતો વ્યક્તિ પીળા ઘરનો માલિક છે.
7. સૌથી વચ્ચેનાં ઘરમાં રહેતો માલિકનું પીણું દૂધ છે.
8. પહેલાં ઘરમાં રહેતાં વ્યક્તિનું નામ નોર્વે છે.
9. બ્લેન્ડ સિગારેટ પીનાર માલિક બિલાડી રાખતાં માલિકનાં બાજુનાં
ઘરમાં રહે છે.
10. ઘોડો પાળનાર ડનહિલ સિગારેટ પીતા માલિકની બાજુમાં રહે છે.
11. બીયર પીનાર વ્યક્તિ બ્લુ માસ્ટર નામની સિગારેટ વાપરે છે.
12. જર્મન પ્રિન્સ માસ્ટર નામની સિગારેટ પીવે છે.
13. નોર્વેઈન વાદળી ઘરની બાજુમાં રહે છે.
14. બ્લેન્ડ નામની સિગારેટ પીતો વ્યક્તિ પાણી પીવે છે.
15. બ્રિટિશ લાલ ઘરમાં રહે છે.
16. તો હવે શોધો કે માછલી કોણ રાખે છે?
કોયડા નંબર : 2
એક દિવસની વહેલી સવારે ભગવાનનો એક ભક્તએ પોતાનાં ઘરેથી ભગવાન માટે
થોડાક ફૂલો લીધાં. તેમનું ઘર એક સીમમાં આવેલું હતું અને સામે એક મંદિર. ફરીથી એક
નદી અને ફરી એક મંદિર. વળી પાછી એક નદી અને એક મંદિર. આમ કુલ ત્રણ નદી અને ત્રણ
મંદિર.
હવે આ ભક્તે નદીમાં સ્નાન કરીને જોયું તો તેમનાં ફૂલોની સંખ્યા બમણી
થઈ ગયેલી. તેમાંથી થોડાક ફૂલ ભગવાનને ધર્યા. વળી નદી આવી ફૂલની સંખ્યા બમણી. આમ
ત્રણ વાર થયું અને સરખા જ હિસ્સામાં આ ભક્તએ ભગવાનને ફૂલો ધરેલા. જયારે આ ભક્ત
છેલ્લા મંદિરમાં પહોચ્યો તો તેમની પાસે એક પણ ફૂલ ન હતું. તો આ ભક્ત ઓછામાં ઓછાં
કેટલા ફૂલો ઘરેથી સાથે લઈને નીકળ્યો હશે અને દરેક મંદિરમાં કેટલા ફૂલ ભગવાનને
ધર્યા હશે?
જવાબ
કોયડા નંબર : 1
ક્રમ | વ્યક્તિ | ઘરનો રંગ | પીણું | પ્રાણી | સિગારેટ |
1 | નોર્વેઈન | પીળો | પાણી | બિલાડી | ડનહિલ |
2 | ડેનીશ | વાદળી | ચા | ઘોડો | બ્લેન્ડ |
3 | બ્રિટીશ | લાલ | દૂધ | પક્ષી | પોલ મોલ |
4 | જર્મન | લીલા | કોફી | માછલી | પ્રિન્સ માસ્ટર |
5 | સ્વીડીશ | સફેદ | બીયર | કુતરો | બ્લુ |
કોયડા નંબર : 2
ધારો કે ભગવાનનો ભક્ત ઘરેથી ફૂલ લીધી તેમની સંખ્યા = X
અને એક મંદિરમાં
ફૂલ પધરાવ્યા તેમની સંખ્યા = Y
1 નદીમાં 2X
ફૂલ થયાં. મંદિરમાં તેમાંથી Y ફૂલ પધરાવતા 2X
- Y ફૂલ વધ્યા.
2 નદીમાં 2 (2X
- Y) ફૂલ થયાં. હવે Y ફૂલ પધરાવતાં 4X - 3Y ફૂલ વધ્યા.
3 નદીમાં 2 (4X
- 3Y) ફૂલ થયાં. હવે Y ફૂલ પધરાવતાં 8X - 7Y = 0 થયાં.
એટલે કે 8X
= 7Y
X = 7Y/8
હવે આવી સૌથી નાની સંખ્યા શોધવાનું કહેવામાં આવ્યું છે. માટે x ની સૌથી નાની સંખ્યા શોધતાં, Y = 8 લેતા X =
7 મળે.
આમ મહારાજ 7 ફૂલ લઈને નીકળ્યા અને દરેક મંદિરે 8 ફૂલ પધરાવ્યા.
No comments:
Post a comment