Monday, 30 July 2018

મગજની કસોટી - 1

કોયડા નંબર : 1

એવું કહેવાય છે કે આ કોયડો આઇન્સ્ટાઇને યુવા વયે લખેલો છે. કદાચ દુનિયાની 98% વસ્તી આ કોયડાનો ઉકેલ લાવી શકવા અસમર્થ હશે!

એક શેરીમાં પાંચ ઘર છે; જેમાં દરેક ઘરનાં રંગ જુદાં-જુદાં છે. આ ઘરનો માલિક જુદું-જુદું પીણું પીવે છે અને જુદાં-જુદાં બ્રાંડની સિગારેટ વાપરે છે. આ સિવાય પણ જુદું-જુદું એક પ્રાણી પાળે છે. જેમની વિગતો આ મુજબ છે.

1. સ્વીડિશ કુતરો રાખે છે.
2. ડેનિશ ચા પીવે છે.
3. લીલા રંગનું ઘર સફેદ ઘરની ડાબી બાજુએ છે.
4. લીલા ઘરનો માલિક કોફી પીવે છે.
5. પોલ નામનો માલિક મોલ નામની સિગારેટ પીવે છે, જે પક્ષી પાળે છે; જે પક્ષી પાળે છે.
6. ડનહિલ સિગારેટ પીતો વ્યક્તિ પીળા ઘરનો માલિક છે.
7. સૌથી વચ્ચેનાં ઘરમાં રહેતો માલિકનું પીણું દૂધ છે.
8. પહેલાં ઘરમાં રહેતાં વ્યક્તિનું નામ નોર્વે છે.
9. બ્લેન્ડ સિગારેટ પીનાર માલિક બિલાડી રાખતાં માલિકનાં બાજુનાં ઘરમાં રહે છે.
10. ઘોડો પાળનાર ડનહિલ સિગારેટ પીતા માલિકની બાજુમાં રહે છે.
11. બીયર પીનાર વ્યક્તિ બ્લુ માસ્ટર નામની સિગારેટ વાપરે છે.
12. જર્મન પ્રિન્સ માસ્ટર નામની સિગારેટ પીવે છે.
13. નોર્વેઈન વાદળી ઘરની બાજુમાં રહે છે.
14. બ્લેન્ડ નામની સિગારેટ પીતો વ્યક્તિ પાણી પીવે છે.
15. બ્રિટિશ લાલ ઘરમાં રહે છે.
16. તો હવે શોધો કે માછલી કોણ રાખે છે?

કોયડા નંબર : 2

એક દિવસની વહેલી સવારે ભગવાનનો એક ભક્તએ પોતાનાં ઘરેથી ભગવાન માટે થોડાક ફૂલો લીધાં. તેમનું ઘર એક સીમમાં આવેલું હતું અને સામે એક મંદિર. ફરીથી એક નદી અને ફરી એક મંદિર. વળી પાછી એક નદી અને એક મંદિર. આમ કુલ ત્રણ નદી અને ત્રણ મંદિર.

હવે આ ભક્તે નદીમાં સ્નાન કરીને જોયું તો તેમનાં ફૂલોની સંખ્યા બમણી થઈ ગયેલી. તેમાંથી થોડાક ફૂલ ભગવાનને ધર્યા. વળી નદી આવી ફૂલની સંખ્યા બમણી. આમ ત્રણ વાર થયું અને સરખા જ હિસ્સામાં આ ભક્તએ ભગવાનને ફૂલો ધરેલા. જયારે આ ભક્ત છેલ્લા મંદિરમાં પહોચ્યો તો તેમની પાસે એક પણ ફૂલ ન હતું. તો આ ભક્ત ઓછામાં ઓછાં કેટલા ફૂલો ઘરેથી સાથે લઈને નીકળ્યો હશે અને દરેક મંદિરમાં કેટલા ફૂલ ભગવાનને ધર્યા હશે? 

જવાબ

કોયડા નંબર : 1

ક્રમ વ્યક્તિ ઘરનો રંગ પીણું પ્રાણી સિગારેટ
1 નોર્વેઈન પીળો પાણી બિલાડી ડનહિલ
2 ડેનીશ વાદળી ચા ઘોડો બ્લેન્ડ
3 બ્રિટીશ લાલ દૂધ પક્ષી પોલ મોલ
4 જર્મન લીલા કોફી માછલી પ્રિન્સ માસ્ટર
5 સ્વીડીશ સફેદ બીયર કુતરો બ્લુ કોયડા નંબર : 2  
 
ધારો કે ભગવાનનો ભક્ત ઘરેથી ફૂલ લીધી તેમની સંખ્યા = X
          અને એક મંદિરમાં ફૂલ પધરાવ્યા તેમની સંખ્યા = Y

1 નદીમાં 2X ફૂલ થયાં. મંદિરમાં તેમાંથી Y ફૂલ પધરાવતા 2X - Y ફૂલ વધ્યા.
2 નદીમાં 2 (2X - Y) ફૂલ થયાં. હવે Y ફૂલ પધરાવતાં 4X - 3Y ફૂલ વધ્યા.
3 નદીમાં 2 (4X - 3Y) ફૂલ થયાં. હવે Y ફૂલ પધરાવતાં 8X - 7Y = 0 થયાં.

એટલે કે 8X = 7Y
              X = 7Y/8

હવે આવી સૌથી નાની સંખ્યા શોધવાનું કહેવામાં આવ્યું છે. માટે x ની સૌથી નાની સંખ્યા શોધતાં,  Y = 8 લેતા X = 7 મળે.

આમ મહારાજ 7 ફૂલ લઈને નીકળ્યા અને દરેક મંદિરે 8 ફૂલ પધરાવ્યા.

Saturday, 28 July 2018

GPSC exam preparation

1. શ્રી અરવિંદ ઘોષે ક્યાં પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી? 
   Ans. ભવાની મંદિર

2. શ્રી અરવિંદ ઘોષનાં ક્રાંતિકારી વિચારોને વાચા આપનાર સામાયિક હતું? 
   Ans. દક્ષિણા

3. મેડમ ભિખાઈજી કામાએ ક્યાં દેશમાં હિંદનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? 
   Ans. જર્મની

4. 'ખિલાફત આંદોલનને હિંદનાં રાષ્ટ્રીય આંદોલન જોડવામાં આવ્યું તે એક મોટી ભૂલ હતી.' આ વિધાન 
ટાંકનાર ભારતનાં મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? 
   Ans. એમ. સી. ચાગલા

5. ઓપરેશન ફલડ શેની સાથે જોડાયેલું છે? 
   Ans. દૂધ ઉત્પાદન

6. ભારતમાં સૌથી વધુ વરસાદ મેળવતું ક્ષેત્ર મોનસરિમ કયા રાજ્યમાં આવેલું છે? 
   Ans. મેઘાલય

7. વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી કઈ નદીનાં કિનારે આવેલી હતી? 
   Ans. કૃષ્ણા

8. કયો દેશ ઔધોગિક ક્રાંતિની માતૃભૂમિ બન્યો? 
   Ans. ઈંગ્લેન્ડ

9. 'અકિંચન' શબ્દનો સમાનાર્થી 
   Ans. ગરીબ

10. 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું ઝંપીશ.' આ વિધાન કહેનાર? 
   Ans. બાળ ગંગાધર તિલક

11. 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ? 
   Ans. બીટ ધિ પ્લાસ્ટિક

12. શૂરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? 
   Ans. નર્મદા

13. ગુજરાતનું સૌથી મોટું સરોવર 
   Ans. નળ સરોવર

14. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? 
   Ans. વલસાડ

15. ગુજરાતનું કયું સ્થાન સાક્ષરનગર તરીકે ઓળખાય છે? 
   Ans. નડિયાદ

16. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? 
   Ans. ગિરનાર તળેટી

17. ગુજરાતમાં સાધુઓનું પિયર
   Ans. જુનાગઢ

18. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? 
   Ans. વડનગર

19. ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? 
   Ans. કચ્છ

20. ખોડિયાર બંધ કઈ નદી પર છે? 
   Ans. શેત્રુંજી

21. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? 
   Ans. વડોદરા

22. ગુજરાતની પૂર્વ - પશ્ચિમની લંબાઈ કેટલી? 
   Ans. 500 કિ.મી.

23. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે?
   Ans. વડનગર

24. માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? 
   Ans. પોરબંદર

25. ગુજરાતની કુંવારિકા નદીઓ 
   Ans. બનાસ, સરસ્વતી, રૂપેણ

26. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો 
   Ans. કચ્છ

27. ધરોઈ યોજના કઈ નદી પર આવેલી છે? 
   Ans. સાબરમતી

28. તેન તળાવ ક્યાં આવેલું છે? 
   Ans. ડભોઇ

29. ગુજરાતમાં સાત નદીઓનો સંગમ ક્યાં સ્થળે થાય છે? 
   Ans. વૌઠા

30. દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે? 
   Ans. જામનગર

31. પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે?
   Ans. લાલા લજપતરાય

32. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા? 
   Ans. વિનોબા ભાવે

 33. કઈ ગુજરાતી નવલકથા 1857નાં સંગ્રામનાં અનુસંધાનમાં લખાઈ છે? 
   Ans. ભારેલો અગ્નિ

34. ચાફેકર બંધુઓ તરીકે કોણ ઓળખાય છે? 
   Ans. દતાત્રેય અને બાલકૃષ્ણ

35. કયા ક્રાંતિકારી નેતા પાછળથી મહર્ષિ તરીકે ઓળખાયા? 
   Ans. અરવિંદ ઘોષ

36. 'આનંદમઠ' પુસ્તકનાં રચયિતા? 
   Ans. બંકિમચંદ્ર ચેટરજી

37. 'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ' કોની પંક્તિ છે? 
   Ans. રામપ્રસાદ બિસ્મિલ

38. ગુજરાતનાં કયા ક્રાંતિકારી 'ડુંગળીચોર' તરીકે ઓળખાય છે? 
   Ans. મોહનલાલ પંડ્યા

39. 'અભિનવ ભારત' name ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી? 
   Ans. વીર સાવરકર

40. 'કેશરી' શબ્દનો સમાનાર્થી? 
   Ans. સિંહ

41. 1857નાં સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક શું હતું? 
   Ans. કમળ અને રોટી

42. મુંબઈમાં સર્વપ્રથમ મહિલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? 
   Ans. ડી. કે. કેર્વ

43. 'કેશરી' અને 'મરાઠ' સામયિકોની શરૂઆત કોણે કરી હતી? 
   Ans. બાળગંગાધર તિલક

44. 'શિવાજી ઉત્સવ' અને 'ગણેશોત્સવ'ની શરૂઆત કોને કરાવી? 
   Ans. બાળગંગાધર તિલક

45. ભારતનાં પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? 
   Ans. હરિલાલ કણીયા

46. દેશનાં બંધારણીય વડા કોણ છે? 
   Ans. રાષ્ટ્રપતિ

47. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં રહેલ દોડતો આખલો શેનું સૂચન કરે છે? 
   Ans. કઠિન પરિશ્રમ

48. ભારતમાં કેટલા સ્તરનું પંચાયતી રાજ છે? 
   Ans. ત્રણ સ્તર

49. ભારતનાં પ્રથમ નાગરિક કોણ છે? 
   Ans. રાષ્ટ્પતિ

50. ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિનું નામ? 
   Ans. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

51. 'સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટ' ક્યાં આવેલું છે? 
   Ans. અમદાવાદ

52. ગુજરાતમાં ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ. ક્યાં આવેલું છે? 
   Ans. વડોદરા

53. ગુજરાત રાજ્યની સરહદો અન્ય કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે? 
   Ans. ત્રણ

54. સરસ્વતી નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે? 
   Ans. મુક્તેશ્વર

55. ગુજરાતનો કયો મેળો ગધેડાની લે-વેચ માટે પ્રસિદ્ધ છે? 
   Ans. વૌઠા

56. ગુજરાતનું પ્રથમ ટેલીવિઝન કેન્દ્ર કયું છે? 
   Ans. પીજ

57. 'કલ્પસર' શું છે? 
   Ans. ખંભાતનાં અખાતમાંથી મીઠું પાણી મેળવવાની યોજના

58. સમગ્ર વિશ્વમાં ઘુડખર નામનું પ્રાણી ફક્ત કઈ જગ્યાએ જોવા મળે છે? 
   Ans. કચ્છનાં નાના રણમાં

59. પ્રખ્યાત બિંદુ સરોવર ક્યાં આવેલ છે? 
   Ans. સિદ્ધપુર

60. ભરૂચ પાસે નર્મદા નદી પર કયો બ્રીજ આવેલો છે? 
   Ans. ગોલ્ડન બ્રીજ

61. બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયનાં સ્થાપક કોણ હતા? 
   Ans. પં. મદનમોહન માલવિયા

62. આપણા બંધારણનાં કયા આર્ટીકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે? 
   Ans. 17

63. ભારતે ઈ.સ. 1975માં છોડેલા સૌપ્રથમ ઉપગ્રહનું નામ? 
   Ans. આર્યભટ્ટ

64. હિંદ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું?
   Ans. આચાર્ય વિનોબા ભાવે

65. 'વાંસદા' રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે?
   Ans. નવસારી

66. ગાંધીજીનાં આધ્યાત્મિક ગુરુ કોણ હતા? 
   Ans. શ્રીમદ રાજચંદ્ર

67. કોનાં પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? 
   Ans. લોર્ડ મેકાલો

68. અંગ્રેજોએ પોતાનું પ્રથમ વ્યાપારી કેન્દ્ર કયા શહેરમાં સ્થાપ્યું હતું? 
   Ans. સુરત

69. સતીપ્રથા પર પ્રતિબંધ કોણે મુકાવ્યો હતો? 
   Ans. રાજા રામમોહન રાય

70. આપણા દેશનાં વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? 
   Ans. આયોજનપંચ

71. વડોદરા કઈ નદીનાં કિનારે આવેલું છે? 
   Ans. વિશ્વામિત્રી

72. કઈ નદી કર્કવૃતને બે વખત છેડે છે?
   Ans. મહી

73. કઈ નદીને સૂર્યપુત્રી નદી તરીકે ઓળખવામાં આવે છે? 
   Ans. તાપી

74. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક? 
   Ans. રાજપીપળા

75. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? 
   Ans. મહેસાણાThursday, 26 July 2018

General Knowledge - July 2018

1. કરમનું કોડિયું તો ઘી ક્યાંથી મળે?' આ કહેવતનો સાચો અર્થ શું છે?
    A. નસીબની કઠણાઈ હોય તો સુખ ક્યાંથી મળે.
    B. જેવી જેની જરૂરિયાત તેણે ભગવાન તેવું આપે.
    C. નાની વસ્તુની ચિંતા કરે ને મોટું નુકસાન સહન કરે.
    D. એક પણ નહી

2. સંધિ પૂર્ણ કરો : 'નવ + ઉન્મેષ'
    A. નૌવમેષ
    B. નવોન્મેષ
    C. નવૌનમેષ
    D. નવોમેષ

3. સોના-ચાંદીની બનાવટ પર ક્યાં પ્રકારની નિશાની હોય છે?
    A. વોલમાર્ક
    B. આઈ.એસ.ઓ.
    C. આઈ.એસ.આઈ.
    D. હોલમાર્ક

4. ભારતને કુલ કેટલા કિ.મી.નો દરિયાકિનારો પાપ્ત થયેલો છે?
    A. 7059
    B. 7517
    C. 7950
    D. 7590

5. ….. Cow is ….. Useful animal?
    A. The, a
    B. The, an
    C. A, an
    D. A, the

6. 6 + 6 / 6 * 6 - 6 = ?
    A. 1
    B. 6
    C. 12
    D. 36

7. એક ખાડો ખોદતા 10 મજુરને 15 દિવસ લાગે છે, તો આ ખાડો 5 દિવસમાં પૂરો કરવો હોય તો કેટલા દિવસ લાગે?
    A. 15
    B. 20
    C. 30
    D. 35

8. બંધારણમાં રાષ્ટ્રપતિનાં મહાભિયોગ માટે કયો અનુચ્છેદ રચાયેલો હતો?
    A. 54
    B. 60
    C. 61
    D. 64

9. The English is one of he most popular language …. all others.
    A. among
    B. between
    C. of
    D. in

10. વિન્ટર ઓલમ્પિક રમતોત્સવ - 2022 ક્યાં યોજાશે?
    A. ચીન
    B. જાપાન
    C. રશિયા
    D. કેનેડા

                                                                     જવાબ :
1. નસીબની કઠણાઈ હોય તો સુખ ક્યાંથી મળે. 

2. નવોન્મેષ
3. હોલમાર્ક
4. 7517 

5. The, a
6. 6
7. 30
8. 61
9. among
10. ચીન

Sunday, 22 July 2018

સંવિધાન-સભા દ્વારા વર્તમાન ધ્વજ ને ભારતીય રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવ્યો


ભારતના રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવામાં આવે છે. આ ધ્વજમાં ત્રણ રંગની આડી પટ્ટીની વચ્ચે વાદળી રંગનો એક ચક્ર સુશોભિત છે, જેની અભિકલ્પના પિંગલી વૈકૈયાએ કરી હતી. ધ્વજને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના ભારતના સ્વતંત્રતાના થોડાં દિવસ પહેલા જ ૨૨ જુલાઈ ૧૯૪૭ના આયોજિત ભારતીય બંધારણ સભાની બેઠકમાં અપનાવામાં આવ્યો હતો. 

ધ્વજમાં ત્રણ સમાન પહોળાઈની આડી પટ્ટીઓ છે, જેમાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગની પટ્ટી છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ ૨:૩ છે. સફેદ પટ્ટીની મધ્યમાં નેવી બ્લુ રંગનો એક ચક્ર છે, જેમાં ૨૪ આરા છે. આ ચક્રનો વ્યાસ લગભગ સફેદ પટ્ટીની પહોળાઈ બરાબર હોય છે. તે ચક્ર સમ્રાટ અશોકની રાજધાની સારનાથ સ્થિત સ્તંભના સિંહના ટોચપર રહેલ ચક્ર જેવો દેખાય છે. 

સરકારી ધ્વજ એક નિર્દેશ અનુસાર ખાદીમાં જ બનાવેલ હોવો જોઈએ. આ ઉપરાંત ધ્વજ હાથોથી કાંતવામાં આવેલ કપડાથી બનેલ હોવો જોઈએ, જે મહાત્મા ગાંધી દ્વારા લોકપ્રિય બન્યો હતો. આ બધી વિશિષ્ટતાઓને વ્યાપક રૂપથી ભારતમાં સમ્માન આપવામાં આવે છે. ભારતીય ધ્વજ સંહિતા અનુસાર તેમનાં પ્રદર્શન અને પ્રયોગ પર વિશેષ નિયંત્રણ છે. શું તમે જાણો છો કે ભારતીય રાષ્ટ્રપતિને સેલેરીની સાથે કઈ કઈ સુવિધા મળે છે??

એવો દેશ જે ક્યારે ગુલામ નથી બન્યો!!! 

ભારતમાં પ્રથમ 

Saturday, 21 July 2018

Current Affairs July 20181. નીચેનામાંથી કયો દેશ આશિયાન સંગઠન દેશનો સભ્ય નથી
  A. સિંગાપોર 
  B. ઇન્ડોનેશિયા 
  C. મલેશિયા 
  D. તુર્કી 

2. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ઇન્ડોનેશિયાનાં પ્રવાસ દરમિયાન ત્યાંનાં રાષ્ટ્રપતિને મળ્યા. તેમનું નામ શું છે
  A. મહાતિર મહમ્મદ 
  B. જોકો વિડોડો 
  C. સી જીનપીંગ 
  D. ટોમી કોહની 

3. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન અમદાવાદનાં પતંગ મ્યુઝિયમ અને ઇન્ડોનેશિયાનાં કયા મ્યુઝિયમ વચ્ચે પતંગની વિવિધ ડીઝાઇનને પ્રોત્સાહન આપવા કરાર થયા છે 
  A. શાંગરી-લા-ડાયલોગ 
  B. કિલફોર્ડ પીયર 
  C. લયાંગ લયાંગ 
  D. મેરડેકા પેલેસ

4. તાજેતરમાં કયા રાજ્યએ 'લીમડા'ને રાજ્યવૃક્ષ જાહેર કર્યું
  A. આંધ્રપ્રદેશ 
  B. તેલંગાણા 
  C. કર્ણાટક 
  D. એક પણ નહી 

5. 
ભારત અને ઇન્ડોનેશિયાનાં કયા બે શહેરો વચ્ચે વેપારપ્રવાસન અને લોક સંપર્કને પ્રોત્સાહન આપવા એક ટાસ્ક ફોર્સની રચના થઈ
  A. વિશાખાપટ્ટનમ-પોર્ટબ્લેર 
  B. આંદમાન-સબાંગ 
  C. રામેશ્વરમ્-સબાંગ 
  D. એક પણ નહી 

6. 
વિશ્વનાં સૌથી વયોવૃદ્ધ મલેશિયાનાં નવા ચૂંટાયેલા 92 વર્ષીય વડાપ્રધાનનું નામ શું
  A. જોકો વિડોડો 
  B. સી જીનપીંગ 
  C. ટોમી કોહની 
  D. મહાતિર મહમ્મદ 

7. 
વડાપ્રધાન મોદીએ ભારત - સિંગાપોર વચ્ચે નૌકાદળની કવાયતને 25 થવા પ્રસંગે ભારતીય જવાનોને મળવા કયા ભારતીય જહાજની મુલાકાત લીધી હતી
  A. INS વિક્રાંત 
  B. INS વિક્રમાદિત્ય 
  C. પનડુબી સબમરીન 
  D. શિવાલિક ક્લાસ જહાજ INS સતપુરા 

8. "
શાંગરી-લા-ડાયલોગ" વિષે શું સાચું છે?
  A. એશિયા-પેસિફિકનાં 28 દેશો વચ્ચે યોજાતી વાર્ષિક સુરક્ષા બેઠક છે. 
  B. આ વર્ષે તે સિંગાપોર ખાતે યોજાઈ હતી. 
  C. ભારત પણ તેનો સભ્ય દેશ છે. 
  D. ઉપરોક્ત તમામ 

9. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં કાર્યકાળ દરમિયાન મે 2018 સુધી વિશ્વનાં કેટલા દેશોનો પ્રવાસ     ખેડ્યો છે

10. 
વિશ્વ પર્યાવરણ દિવસ - 2018' માટે શું સાચું છે
  A. આ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગીર ફાઉન્ડેશન દ્વારા આ         વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે ભારત આયોજક દેશ હતો. 
  B. અમદાવાદમાં મીની મેરેથોનનું આયોજન કરાયું હતું.
  C. આ વર્ષની થીમ 'બીટ પ્લાસ્ટિકહતી. 
  D. ઉપરોક્ત તમામ 

11. વિશ્વ આર્દ્રતા ભૂમિ દિવસક્યારે ઉજવાય છે

12. 
વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે

13. 
વિશ્વ પૃથ્વી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે

14. વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે

15. 
વિશ્વ જળ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે

16. 
વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

17. વર્લ્ડ બેંક દ્વારા વર્ષ 2018-19 માટે ભારતની GDP કેટલી અંદાજવામાં આવી છે

18. 
સ્વાસ્થ્ય સુવિધાની દ્રષ્ટિએ ભારત વિશ્વનાં 195 દેશોમાંથી કયા ક્રમે રહ્યું?

19. 
વિશ્વમાં ભ્રષ્ટાચાર મુદ્દે સૌથી ભ્રષ્ટ 180 દેશોની યાદીમાં ભારત વર્ષ 2017 માટે કેટલામાં ક્રમે રહ્યો

20. WEF 
દ્વારા બનાવવામાં આવેલા 114 દેશોનાં એનર્જી ટ્રાન્ઝીશન ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું

21. જોઝીલા ટનલમાટે શું સાચું છે
  A. આ ટનલ જમ્મુ-કાશ્મીર રાજ્યનાં શ્રી નગરકારગિલ અને લેહ શહેરોને જોડે છે. 
  B. આ ટનલ 14.150 કિ.મી. લાંબી દ્વિ માર્ગીય સિંગલ ટ્યુબ ટનલ છે.
  C. આ ટનલ સમુદ્ર સપાટીથી 11,578 મીટરની ઉંચાઈએ છે. 
  D. ઉપરોક્ત તમામ 

22. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ યાત્રા દરમિયાન કયા બે શહેરો વચ્ચેની બસ સેવાને લીલી ઝંડી આપી
  A. જનકપુર-અયોધ્યા 
  B. વારાણસી-કાઠમંડુ 
  C. ઉજ્જૈન-દેવપુરી 
  D. ઇન્દોર-મસ્ટાંગ 

23. 
વડાપ્રધાન મોદીએ સિંગાપોરનાં કયા ભવનમાં 'મહાત્મા ગાંધીનામની તકતીનું અનાવરણ કર્યું
  A. શાંગરી-લા-ડાયલોગ 
  B. કિલફોર્ડ પીયર 
  C. લયાંગ લયાંગ 
  D. મેરડેકા પેલેસ જવાબ : -


1 - ઇન્ડોનેશિયા
2 - જોકો વિડોડો
3 - લયાંગ લયાંગ
4 - આંધ્રપ્રદેશ
5 - આંદમાન-સબાંગ
6 - મહાતિર મહમ્મદ
7 - શિવાલિક ક્લાસ જહાજ INS સતપુરા
8 - ઉપરોક્ત તમામ
9 - 54
10 - ઉપરોક્ત તમામ
11 - 2 ફ્રેબ્રુઆરી
12 - 20 માર્ચ
13 - 22 એપ્રિલ
14 - 3 માર્ચ
15 - 22 માર્ચ
16 - 22 મે
17 - 7.3 ટકા
18 - ૧૪૫
19 - ૮૧
20 - ૭૮
21 - ઉપરોક્ત તમામ
22 - જનકપુર-અયોધ્યા
23 - કિલફોર્ડ પીયર