Friday, 20 April 2018

ગુજરાતમાં બન્યો દેશનો સૌથી મોટો વોટરપાર્ક


હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. આવાં ઉકળતાં વાતાવરણમાં શરીરને ટાઢક પહોચાડે તેવાં સ્થળોની મુલાકાત વધારે લેવામાં આવતી હોય છે. આઈસલેન્ડ અને વોટરપાર્ક આ માટે સૌથી સારો ઓપ્શન છે.

ગુજરાતમાં અનેક સ્થળે વોટરપાર્ક આવેલાં છે, પરંતુ જો તમે વોટરપાર્કની સાથોસાથ એડવેન્ચર એક્ટીવીટીઝ અને થીમ પાર્ક, સ્પોર્ટ્સ આ બધાનાં શોખીન છો તો તમારા માટે એક ખુશખબર છે કે આ માટે આણંદમાં આવો વોટરપાર્ક બની રહ્યો છે. આ વોટર પાર્ક ભારતનો સૌથી મોટો વોટરપાર્ક છે, જેને એન્જોય સિટી એવું નામ આપવામાં આવ્યું છે. તે આણંદનાં બોરસદ શહેર નજીક આવેલું છે. આ વોટરપાર્ક 20 એપ્રિલ 2018થી લોકો માટે ખુલ્લો થવાં જઈ રહ્યો છે.

200 એકર જમીનમાં ફેલાયેલા આ વોટરપાર્કમાં 73 પ્રકારની સુવિધા, 150 પાર્ક રાઇડ્સ અને 280 હોટલ રૂમની વ્યવસ્થા છે. અહીં તમે વોટરપાર્ક રાઇડ, એમ્યૂઝમેન્ટ પાર્ક, ક્લબ હાઉસ, થીમ પાર્ક, થીમ હોટલ રૂમ, રિવર ફ્રન્ટ, એડ્વેન્ચર પાર્ક, ક્લબ હાઉસ એમેનિટિઝ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સસ, ટેમ્પલ એમિનિટિઝ, હોટલ એમેનિટિઝ, સ્પિરિચ્યૂઅલ એક્ઝિબિશન અને ફ્લાવર ગાર્ડન વગેરેનો આનંદ ઉઠાવી શકો છે. આ સાથોસાથ અહીં શોપિંગ માટે સુપર માર્કેટની પણ સુવિધા છે.


અહીં થતી જુદી-જુદી એક્ટીવીટીઝ આ પ્રમાણે છે. એક્વા ફાબુલા, 3 બોડી સ્લાઇડર, ઓપન ફ્લોટ સ્લાઇડર, ટનલ ફ્લોટ સ્લાઇડર, વિઝર્ડ સ્લાઇડ 6 લેન, ઝોમ્બી સ્લાઇડ, ઝૂમર સ્લાઇડ, એક્વા સ્લાઇડ, એક્વા વેવ પૂલ, કિડ્સ વોટર પાર્ક, શેલ રાઇડ, પર્લ રાઇડ, ક્રેબ રાઇડ, સ્નેક રાઇડ, રેઇન ડાન્સ, લેઝી રિવર,  રોલર કોસ્ટર, સી ઓક્ટોપસ, વોટર શૂટ, સ્કાઇ સ્વિંગર, સ્કાઇ કોપ્ટર, સ્કાઇ વ્હીલ, ડ્રોપ, કાંગારુ હોપ, ફ્લાઇંગ સ્વિંગર, સ્વિંગિંગ એનિમલ, એરો ફાઇટર, મિનિ શિપ, જાકુઝી, સ્પા, સ્ટીમ બાથ, સાઉના, રોપ કોર્સ, એટીવી રાઇડ ટ્રેક, બુંગી જમ્પિંગ, કિડ્સ બોટિંગ, બોડી ઝોર્બ, હ્યુમન સ્લિંગશોટ, જાયન્ટ સ્વિંગ, રોકેટ ઇજેક્ટર, પેઇન્ટ બોલ, એક્વા રોલર, બોટિંગ, ગ્રાઉન્ડ ટ્વિસ્ટર, કિડ્સ સ્પેશ પૂલ, હ્યુમન ગ્યારો, બુલ રાઇડ, મેલ્ટડાઉન, હોન્ટેડ હાઉસ, ટ્રમ્પોલિન, ઝિંપલાઇન, રોકવેલ ક્લેમ્બિંગ, નેટ ક્લેમ્બિંગ, રેસ્ટ એરિયા વગેરે.

મહીસાગર નદીનાં કાંઠે આવેલ ‘ધ એન્જોય સિટી’નું જાન્યુઆરી-2017માં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સાકાર ગૃપ અને ગુજરાત ટુરીઝમ વચ્ચે થયેલ એમ.ઓ.યુ. અંતર્ગત નિર્માણ કરવામાં આવેલ છે. 11,000 કરોડનાં મૂડીરોકાણથી બનેલ આ વોટરપાર્કને કારણે અહીંના 2000 જેટલા સ્થાનિક યુવાનોને પણ રોજગારીની તકો પ્રાપ્ત થશે. અહીં દેશ અને દુનિયાનાં પ્રવાસીઓ અહીંની મુલાકાતે આવશે. પરિણામે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ પણ થશે.


Monday, 16 April 2018

ઔષધીય ફળ દાડમ


 • દાડમનું સ્થળાંતર ઈરાકથી ભારતમાં થયું. ભારતમાં દાડમની ખેતી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્નાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ તથા રાજસ્થાનમાં થાય છે. પુરા ભારતમાં 5 થી 15 ફીટનાં છોડ અને મધ્યમ કદનાં વૃક્ષો થાય છે. આમ તો કુદરતે આપણને અનેક ઉત્તમ ઔષધીય ફળો ભેટમાં આપ્યા. આમાંનાં જ એક ગુણકારી ફળ એટલે ‘દાડમ’. માત્ર દાડમનું ફળ જ નહી તેમનાં ઝાડનાં તમામ ભાગો ગુણોથી ભરપુર છે.
 • સ્વાદાનુસાર દાડમ મીઠા, ખાટાં અને ખાટામીઠા એમ ત્રણ પ્રકાર છે. ખાટાં દાડમ પિત્ત કરનાર, વાત-કફનાશક અને રક્તપિત્તકારક અને ખાટામીઠા દાડમ ભૂખવર્ધક પચવામાં હળવાં, વાત-પિત્તનાશક તથા લૂ, તૃષા અને ઝાડા મટાડનાર છે, જયારે મીઠાં દાડમ પચવામાં હળવાં, ત્રિદોષનાશક, કબજિયાત કરનાર, મધુર અને તૂરાં, બળવર્ધક, ભૂખ લગાડનાર તેમજ હૃદયરોગ, દાહ, તાવ, કૃમિ, ઊલટી તથા કંઠરોગ મટાડનાર હોય છે.
 • દાડમનો રસ લેપ્રોસીનાં દર્દી માટે ઉપયોગી સાબિત થાય છે. દાડમની છાલ ઝાડા અને ઉલટી માટે દવા તરીકે વપરાય છે.  • ખૂબ ઉધરસ થઈ ગઈ હોય ત્યારે દાડમ છોલીને તેમનાં પર સઘવ તથા કાળા મરીનો ભૂકો ભભરાવી દિવસમાં બે દાડમ ખાઓ.


 • વારંવાર નસકોરી ફૂટે ત્યારે રાહત માટે દાડમનાં ફૂલને છુંદીને તેમનાં રસમાં બે-બે ટીપાં નાકમાં નાખવા.


 • દાડમનાં દાણાનો રસ કાઢી તેમાં જાયફળ, લવિંગ અને સુંઠનાં થોડાં ચૂર્ણમાં મધ મેળવી પીવાથી સંગ્રહણી માટે છે.

 • દાડમની છાલનો અથવા તેમનાં છોડ કે મૂળની છાલનો ઉકાળો કરી તેમાં તલનું તેલ નાખી ત્રણ દિવસ સુધી પીવું; જેથી પેટમાંનાં કૃમિ નીકળી જાય છે.


 • આ સાથે સાથે સ્કીન ટોન સુધારવા, મગજ તંદુરસ્ત બનાવવા અને કીડનીનાં કાર્યની ક્ષમતા વધારવા જેવાં અનેક ફાયદાઓ છે. વિટામિનનો પણ સારામાં સારો સ્ત્રોત છે.


 • ભૂખ ન લાગતી હોય કે ખાવા પ્રત્યે અરૂચિ હોય તો દાડમ ઉત્તમ ઉપાય છે.


 • પીસેલા દાડમનાં પાનને શરીરનાં બળેલા ભાગ પર લગાવવાથી બળતરા ઝડપથી ઓછી થાય છે તેમજ દુખાવામાં પણ આરામ મળે છે.


 • એવું માનવામાં આવે છે કે દાડમનાં સેવનથી લોહીની ઉણપ દૂર થાય છે અને તે કારણે હૃદય માટે પણ લાભદાયક રહે છે.