Wednesday, 28 February 2018

હોળી – રંગોનો તહેવારહિંદુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો.એને  બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’.આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો.તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું.આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો.સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. 

હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર,પ્રહલાદ,ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.એને કંઇ કેટલાં ય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા.છેવટે પ્રહલાદને મારી નાખવાના  ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી.અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી,આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. 

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે.આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે. 

વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ : ગંગા ડેલ્ટા


              પાણીનો પ્રવાહ અને પૂર જમીન પર ભારે ઉથલપાથલ સર્જે છે. ખાસ કરીને સમુદ્રમાં ભળે છે તે સ્થળનાં દરિયા કિનારે નદીમાં ઘસડાઇને આવેલો સાંપ જમા થાય છે. નદી સમુદ્રને મળે ત્યારે અનેક શાખાઓમાં વહેંચાય છે. સ્થાનને નદીનું મુખ કહેવાય છે. નદીના મુખ પર તો ત્રિકોણાકાર જમીનનો ભાગ ઘણી રીતે મહત્વનો ગણાય છે.

              વિશ્વભરમાં સૌથી મોટો મુખ ત્રિકોણ પશ્ચિમ બંગાળમાં આવેલો છે. મુખ ત્રિકોણને ડેલ્ટા કહે છે. ભારતની બે મોટી નદીઓ ગંગા અન્એ બ્રહ્મપુત્રા જ્યાં સમુદ્રને મળે છે ત્યાં ડેલ્ટા બન્યો છે. ભારત અને બાંગ્લાદેશ એમ બે દેશોમાં વહેંચાયેલો ડેલ્ટા 105000 ચોરસકિલોમીટરના  વિસ્તારમાં ફેલાયેલો છે. ચીકણી માટીવાળો પ્રદેશ ખૂબ ફળદ્રુપ ગણાય છે. ગંગા નદીના મુખત્રિકોણમાં વારંવાર પૂરનો ભય હોવા છતાંય 10 થી 12 કરોડ લોકો વસે છે. બધાનું ગુજરાન ગંગા નદી પર નિર્ભર છે અને વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળો મુખત્રિકોણ છે. અહીંનું સુંદરવન જાણીતું છે.

              હિમાલયની પર્વતમાળામાંથી આવતી ગંગા, જમુના અને બ્રહ્મપુત્ર નદીઓનો પ્રવાહ સમુદ્ર નજીક આવતાં ધીમો પડે છે અને પ્રવાહમાં આવતા ફળદ્રુપ કાંપ જમીન પર ઠરે છે. ગંગાનો ડેલ્ટા વિશ્વભરમાં સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે.