ગાડીમાં જયારે લોકો ડ્રાઈવ કરતાં હોય ત્યારે મોટાભાગે લોકો
સંગીત સાંભળવાનું પસંદ કરતાં હોય છે. આજે અમે તમને એક એવા રસ્તા વિશે જણાવીએ જે
તમને ગાડીમાં મ્યુઝીક ઓન કર્યા વગર જ તમને મ્યુઝીક સંભળાવશે.
જાપાનમાં દરરોજ નવી નવી ટેકનોલોજીઓ દસ્તક આપતી હોય છે. પોતાની ટેકનોલોજી અને
યુનિક વસ્તુ માટે જાપાન સૌથી આગળ છે.
જાપાનનું શહેર માઉંટ કુજીમાં જતી વખતે વરચે એક એવો રસ્તો છે જે તમને તમારી
કારની ઝડપ અનુસાર મ્યુઝીકની થીમમાં વધારો અને ઘટાડો કરે છે.
જો તમે તમારી કારની સ્પીડ ધીમી કરો તો તમને સંગીત ફૂલ સાંભળવા મળે. રસ્તામાં
સંગીત સાંભળવા માટે મોટાભાગે લોકો કારની સ્પીડ ધીમી રાખે છે. જેથી તેઓ સંગીતની મજા
માની શકે. હાલમાં જાપાનમાં આવાં ત્રણ પ્રકારના રસ્તાઓ છે જેમકે હોક્કાઈડો,
વાકાયામા અને ગુનેમાં. આ ત્રણ રસ્તામાં લોકોને અલગ અલગ થીમ પર સંગીત સંભળાય છે.
ફક્ત આટલું જ નહી જાપાનમાં જયારે કોઈ સ્પેશિયલ દિવસ હોય ત્યારે જાપાનનું
રાષ્ટ્રગીત પણ વાગે છે. આ મ્યુઝીકલ રોડને જાપાનના આર્કીટેક્ચર
શીઝુઓ શીનોદા એ બનાવ્યો છે.
No comments:
Post a comment