Monday, 29 January 2018

ગુજરાતી કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 27 - 29 જાન્યુઆરી 2018

1.         ક્યાં રાજ્ય સરકાર એ મતદારો ની સગવડો વધારવા માટે ERMS ની જગ્યા એ ERO NET સિસ્ટમ લોન્ચ કરી?
         -        રાજસ્થાન

2.         તાજેતરમાં જ કરવામાં આવેલા જેન્ડર વલ્નેરેબિલિટી ઇન્ડેક્સ (GVI) સર્વેમાં ક્યુ રાજ્ય શિક્ષણમાં આગળ છે?
         -        હિમાચલ પ્રદેશ

3.         ભારતની સૌ પ્રથમ વખત પોલીસ બનનાર ટ્રાન્સજેન્ડર મહિલા ગંગા કુમારી ક્યાં રાજ્યની છે?
         -        રાજસ્થાન

4.         ભારતની સૌ પ્રથમ પોલીસ બનનાર ટ્રાન્સજેન્ડર સ્ત્રી નુ નામ જણાવો?
         -        ગંગા કુમારી

5.         ભારતના પ્રથમ કોસ્ટલ ઇકોનોમિક ઝોનનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યુ?
         -         મહારાષ્ટ્ર

6.         ક્યાં રાજ્યમાં વિશ્વના સૌથી મોટા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યુ?
         -         બિહાર

7.         તાજેતરમાં નવા જન ધન ખાતા ખોલાવામા ક્યુ રાજ્ય મોખરે રહ્યુ છે?
         -        ઉતર પ્રદેશ

8.         તાજેતરમાં જ ફિલ્મ પસૅનાલિટી ઓફ ૨૦૧૭ એવોર્ડ કોને આપવામાં આવ્યો?
         -        અમિતાભ બચ્ચન

9.         ભારતીય રેલવે ક્યાં સ્થળે એશિયા નુ સૌથી મોટુ સોલિડ સ્ટેટ ઇન્ટરલોકિંગ બનાવશે?
         -        ખડકપુર

10.         મહિ‌લા વિરુદ્ધ થતાં ગુનાઓ અટકાવવા માટે કઇ રાજ્ય સરકાર મહિલા સુરક્ષા દળની રચના કરશે?
         -        દિલ્લી

Saturday, 27 January 2018

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 24 - 26 જાન્યુઆરી 2018

1.         રાષ્ટ્રપતિએ કેટલાં વ્યક્તિઓને જીવન રક્ષા પુરસ્કાર - ૨૦૧૭ આપવાં માટે મંજુરી આપેલ છે?
         -        ૪૪

2.         કેટલાં પુલિસ અધિકારીયોને ગણતંત્ર દિવસ પુલિસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે?
         -         ૭૯૫

3.         કઈ સંસ્થા દ્વારા વિકસિત સ્વદેશી પરિવહન વિમાન 'સારસ પીટી ૧ એન' એ બેંગ્લોરમાં પહેલીવાર ઉડ્ડયનમાં સફળતા પ્રાપ્ત કરેલ છે?
         -        નેશનલ એયરોનોટિકસ લેબોરેટરી

4.         કયા મંત્રાલયએ કીસોરીયોની યોજના માટે દ્રુત સુચના પ્રણાલીની શરૂઆત કરી છે?
         -        મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

5.         તાજેતરમાં કયા રાજયની સરકારે જનરલ સ્ટોર્સ પર તમાકુ વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે?
         -        મહારાષ્ટ્ર

6.         25 જાન્યુઆરી, 2018 ના રોજ દેશના યુવાન વૈજ્ઞાનિકો અને સંશોધકોના પ્રમોશન માટે કેટલી નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે?
         -         ૪

7.         ૪૮મા વૈશ્વિક આર્થિક મંચ સંમેલન કયા શહેરમાં પ્રારંભ થયેલ છે?
         -        દાવોસ

8.         કયો દેશ મહિલા વિશ્વ ટી૨૦ કપ ૨૦૧૮ની મેજબાની કરશે?
         -        વેસ્ટઇન્ડીઝ

9.         જોર્જ વી એ કયા દેશનાં નવા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે?
         -        લાઇબેરિયા

10.         નિમ્નલિખિતમાંથી કયું રાજ્ય અંતરરાષ્ટ્રીય બાંધ સુરક્ષા સમ્મેલનનું આયોજન કરી રહ્યું છે?
         -        કેરળ

Wednesday, 24 January 2018

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 21 - 23 જાન્યુઆરી 2018

1.         એ કે જોતિ સ્થાને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોણે નિમણૂક કરવામાં આવ્યા છે?
       -         ઓમ પ્રકાશ રાવત

2.         આઇજીઆઇ એરપોર્ટ નજીક જંકમાંથી બનેલી કઈ ઐતિહાસિક ઇમારતની નકલ કરવામાં આવી છે?
       -         કુતુબમિનાર

3.         કયા રાજ્ય સરકારે કાગળને બદલે ઓનલાઇન લોટરી લાવવાની દરખાસ્ત તૈયાર કરી છે?
       -         મહારાષ્ટ્ર

4.         કેન્દ્ર દ્વારા ડુંગળીના લઘુતમ નિકાસનો ભાવ પ્રતિ ટન $ 150 થી ઘટાડીને કેટલો ઘટાડો કર્યો છે?
       -         ૭૦૦ ડોલર પ્રતિ ટન

5.         જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઓએનજીસીએ એચપીસીએલમાં સરકારના કેટલાં ટકા હિસ્સાની ખરીદી છે?
       -         ૫૧.૦૦%

6.         કયા દેશના વૈજ્ઞાનિકોએ અત્યંત પાતળા ઇલેક્ટ્રોનિક ત્વચા ટેટૂઝ વિકસાવ્યા છે?
       -         જર્મની

7.         ઇન્ડિયન નેશનલ મહાસાગર માહિતી સેવા કેન્દ્ર કયા શહેરમાં સ્થિત છે?
       -          હૈદરાબાદ

8.         ચોથો ભારતીય ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાશે?
       -         લખનૌ

9.         ભારત કે વીર' અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરનું નામ શું છે?
       -         અક્ષય કુમાર

10.         કયા રાજ્ય સરકારે 'બાલાસાહેબ ઠાકરે શાહીદ સંમાન' યોજના શરુ કરી છે?
       -         મહારાષ્ટ્ર

Tuesday, 23 January 2018

સાદા મશીન સ્ટેપલરની રસપ્રદ વાતકાગળો જોડવા માટે પિન મારવાનું સ્ટેપલર જાણીતું સાધન છે. દબાણ અને ઉચ્ચાલનના સિદ્ધાંત પર કામ કરતું આ સાદું મશીન છે. તેનો ઈતિહાસ જાણવા જેવો છે.

૧૮મી સદીમાં ફ્રાન્સમાં કિંગ લુઈસના દરબારમાં કાગળોને જોડવા માટે સ્ટેપલર જેવું પ્રથમ સાધન બનેલું. જેમ જેમ કાગળનો વપરાસ વધ્યો તેમ તેમ પિનની જરૂરિયાત વધી. ઈ.સ. ૧૮૬૬માં જ્યોર્જ મેકગીલ નામના કારીગરે સિલાઈ મશીન જેવું મોટું સ્ટેપલર બનાવ્યું. તેમાં પીન ખોસવાની સગવડતા હતી. પીન ખોસીને દબાણથી આપોઆપ બીડાઈ જાય તેવું સ્ટેપલર ઈ.સ.૧૮૭૭માં હેન્ની હેઈલ નામનાં કારીગરે બનાવ્યું. આ સ્ટેપલર મોટું અને વજનદાર હતું. તેમાં પિન નહી પણ ધાતુનો સળંગ તાર વપરાતો. તાર કપાઈને તેનો ટુકડો કાગળમાં જોડાઈ જતો. તેને પેપર ફાસ્ટનર કહેતા.

૧૯૦૧માં સ્ટેપલર શબ્દ પ્રચલિત થયો. ત્યારબાદ ઘણાં સ્ટેપલર વિકસ્યા આજે પ્લાસ્ટિક કે લાકડાં ઉપર પીન મારવા માટે સ્ટેપલર ગન પણ બની છે.

Monday, 22 January 2018

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 19 - 20 જાન્યુઆરી 2018

1.       વર્ષ 2018 ના ગણતંત્ર દિવસ પર નીચેનામાંથી કોને પ્રસિદ્ધ ભારત પુરસ્કાર આપવામાં આવશે?
        -         કુમારી નાજિયા

2.       નિમ્નલિખિતમાંથી કોને બહાદુર બચ્ચાનો મરણોપરાંત ગીતા ચોપડા એવોર્ડ આપવામાં આવશે?
        -         નેત્રાવતી એમ ચૌહાણ

3.       તાજેતરમાં કયા સ્થાન પર વિશ્વની સૌથી લાંબી જળમગ્ન સુરંગની શોધ કરવામાં આવી?
        -         મેક્સિકો

4.       તાજેતરમાં ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ તિથિ મુજબ ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે?
        -         ૧૮ ફ્રેબુઆરી ૨૦૧૮

5.       તાજેતરમાં એક ફ્રેંચ કંપની દ્વારા હાઇડ્રોજનથી ચાલવાવાળી સાઇકલ બનાવવામાં આવી છે, એમનુ નામ શું રાખવામાં આવેલ છે?
        -         એલ્ફા

6.       ચુનાવ આયોગે દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કેટલાં વિધાયકોની સદસ્યતા રદ કરવાની ઘોષણા કરી છે?
        -          ૨૦

7.       કયા રાજયની સરકારે જળવાયું અનુકુલન ખેતીને આગળ વધારવા માટે ચાર હજાર કરોડ રૂપિયાને મંજુર કર્યા છે?
        -          મહારાષ્ટ્ર

8.       કયું હેલિકોપ્ટર ગણતંત્ર દિવસ પરેડમાં પહેલી વાર શામિલ કરવામાં આવશે?
        -          રુદ્ર

9.       કયું રાજ્ય એપ્રિલમાં ૨૦૧૮માં પ્રથમ સંરક્ષણ એક્સ્પો હોસ્ટ કરશે?
        -         તમિલનાડુ

10.       સુપ્રીમ કોર્ટના એક ફેસલા મુજબ કઈ ફિલ્મ બધા રાજયોમાં ૨૫ જાન્યુઆરીના રિલીજ થશે?
        -         પદ્માવત

Wednesday, 17 January 2018

એશિયાની સૌથી મોટી લાઈબ્રેરી : રજા લાઈબ્રેરી


રજા લાઈબ્રેરી ઉત્તરપ્રદેશ રાજ્યનાં રામપુરમાં આવેલ છે. તેમની સ્થાપના 1774માં નવાબ ફૈઝુલ્લાહ ખાન દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાનાં તમામ પુસ્તકો દાનમાં આપી દીધા જે તેમણે પૂર્વજો પાસેથી મેળવેલા હતા. અહીં તે પુસ્તકો છે જે તેમણે નવાબના તોશખાનામાં મૂક્યા હતા. અહી ભારત અને ઇસ્લામી સંસ્કૃતિના પુસ્તકોનો સારો સંગ્રહ છે.
          
રામપુર એ બ્રિટીશ કાળમાંમાં સ્થાપિત થયેલ રાજ્ય છે. અહી નવાબ અથવા શાસકોના શાસન દરમિયાન, ઘણા ફેરફારો થયા હતા. ગ્રંથાલયમાં ઇસ્લામિક સુલેખનનું એક નમૂનો અને ખગોળશાસ્ત્રના સાધનોનું વૈવિધ્ય અને મૂલ્યવાન સંગ્રહ, જેમ કે ઐતિહાસિક સ્મારકો, હસ્તપ્રતો, મુઘલ લઘુચિત્ર, ફારસી અને અરબી ભાષાઓનો દુર્લભ સંગ્રહ પણ શામિલ છે.

ગ્રંથાલયમાં હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, તમિલ, તુર્કી અને અન્ય સાહિત્ય જેવાં અનેક પુસ્તકોનો ખજાનો છે. જોકે, પવિત્ર કુરાનનું પ્રથમ અનુવાદ હસ્તપ્રત અહીં થયું હતું. અહી ૩૦૦૦૦ થી વધારે પુસ્તકો અને ઘણી ભાષાઓમાં પત્રિકાઓ પણ રાખવામાં આવેલ છે. હાલમાં, આ પુસ્તકાલય ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

Tuesday, 16 January 2018

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 13 - 16 જાન્યુઆરી 2018

1.        રાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે?
        -        ૧૨ જાન્યુઆરી

2.        તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિઓએ એક મહત્વપૂર્ણ નિરીક્ષણ કાયદો પસાર કર્યો છે?
        -        અમેરિકા

3.        કયા રાજયની સરકાર ગટર સફાઈ માટે રોબોટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે?
        -         કેરળ

4.        વિશ્વ આર્થિક મંચ દ્વારા પ્રકાશિત વિનિર્માણ સૂચકાંકમાં ભારત કયા સ્થાન પર છે?
        -         ૩૦મા

5.        નીચેનામાંથી કયા રાજ્યની શાળાઓમાં આગળના શૈક્ષણિક સત્રમાં સંસ્કૃત શીખવવામાં આવશે?
        -        ઉત્તરાખંડ

6.        કયા શહેરમાં પર્યાવરણ મંત્રાલય ફ્રેબુઆરી ૨૦૧૮માં સ્વચ્છ હવા અભિયાન શરુ કરશે?
        -         નવી દિલ્લી

7.        નિમ્નલિખિતમાંથી કયા દેશમાં પહેલી વાર મહિલાઓએ સ્ટેડિયમ પહોચી ફૂટબોલ મેંચ જોઈ છે?
        -         સઉદી અરબ

8.        તાજેતરમાં કયા શહેરમાં નેપાળ-ચીન ક્રોસ બોર્ડર ઓપ્ટીકલ ફાઈબર લિંકનું ઉદ્ઘાટન કરવામાં આણ્યું?
        -        કાઠમંડુ

9.        કયા ખેલાડીએ રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચૈમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીત્યો છે?
        -        સરજુબાલા દેવી

10.        સેના દિવસ કઈ તારીખના મનાવવામાં આવે છે?
        -        ૧૫ જાન્યુઆરી

Friday, 12 January 2018

આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ - સ્વામી વિવેકાનંદમારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.
 
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.
 
સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. કોઈકે બરાબર કહ્યું છે કે, જો તમે સ્વામીજીનું પુસ્તક સૂતાં સૂતાં વાંચો તો સ્વાભાવિક જ ઊઠીને બેઠા થઈ જશો. જો બેઠા થઈને વાંચશો તો ઊઠીને ઊભા થઈ જશો અને જે ઊભા થઈને વાંચશે તે સ્વાભાવિક રીતે કામમાં પરોવાઈ જશે. પોતાના લક્ષ તરફ ચાલ્યો જશે. આ સ્વામી વિવેકાનંદના સજીવ સંદેશનો પ્રભાવ છે. જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. વર્તમાન સમયમાં યુવાનો સમક્ષ અનેક પડકારો છે, એમાં સ્વામીજીનો સંદેશ તેમના માટે અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે.

લક્ષ નિર્ધારઃ
સ્વામી વિવેકાનંદના મતે વ્યકિતનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, ‘જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતીગાતી, હસતીબોલતી લાશ જ છે.’’ જયારે વ્યકિત પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.
આમ, લક્ષ નિર્ધાર જ જીવન કર્મ છે. એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્વિત બની જશે.

આત્મવિશ્વાસઃ
જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું જણાવે છે. પહેલાં કહેવાતું હતું કે, ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” આપણે આપણી શકિતઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે આટલંુ જ કરી શકીએ, જયારે આપણી શકિતઓ અમર્યાદ છે. જો યુવાનો દ્રઢ નિર્ધાર કરે તો તેમના માટે શું અશકય છે ? આપણે સામાન્ય વ્યકિતઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યશકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ, પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મકનકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.

સમર્પણઃ
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. અધ્યવસાયી આત્મા કહે છે કે, હું સાગરને પી જઈશ એ છીપની જેમ જે સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જયાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા અધ્યવસાયની જરૂર છે.” આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભ શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.

સંગઠનઃ
વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરીટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એજ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનઃર્જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.

જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવાયંત્રો, લક્ષ નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં. આમેય ભારત આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. ફકત વસતીના રૂપમાં પણ આપણે વિશ્વમાં સૌથી વધુ યુવાન તો છીએ , પરંતુ સુશિક્ષિત રોજગાર સક્ષમ યુવાનોની સંખ્યામાં પણ આજે ભારત મોખરે છે.

Thursday, 11 January 2018

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 8 - 10 જાન્યુઆરી 2018

1.        કયા અવકાશ એજન્ટના વૈજ્ઞાનિક અને અવકાશયાત્રી જોહન યંગ તાજેતરમાં જ મૃત્યુ પામ્યા છે?
          -          નાસા

2.        તાજેતરમાં કયા અંતરરાષ્ટ્રીય ગઠબંધનની સાથે ભારતીય મૈત્રીને ૨૫ વર્ષ પુરા થયા?
          -           આસિયાન

3.        ઈસરો દ્વારા બનાવવામાં આવેલ સૌથી મોટા ઉપગ્રહનું નામ શું છે?
          -          જીસેટ-૧૧

4.        તાજેતરમાં કયા રાજ્યમાં પરવાનગી વગર લાઉડસ્પીકર્સ ચલાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો?
          -          ઉત્તર પ્રદેશ

5.        તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ શાળાઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા જારી કરી છે?
          -          એનસીપીસીઆર

6.        તાજેતરમાં કયા દેશે પોતાની પ્રાથમિક સ્કૂલોમાં અંગ્રેજી શીખવવા પર પ્રતિબંધ લગાવી આપ્યો છે?
          -           ઈરાન

7.        પીએમ મોદી એ કયા શહેરમાં 9 જાન્યુઆરી એ ૨૦૧૮ના પ્રવાસી ભારતીય કેન્દ્રમાં પ્રથમ પ્રવાસી સાંસદ સમ્મેલનનો શુભારંભ કર્યો?
          -           નવી દિલ્લી

8.        કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધન એ કયા શહેરને ભારતના સૌથી તેજ અને પહેલા મલ્ટીપેતાફ્લોપ્સ સુપર કમ્પ્યુટર દેશને સમર્પિત કર્યું છે?
          -           પુના

9.        પ્રખ્યાત સંગીતકાર એ. આર. રહેમાનને કયા રાજ્યનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે?
          -           સિક્કિમ

10.        કયો દેશ એ પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન પગાર આપવાવાળો સૌપ્રથમ દેશ બન્યો છે?
          -          આઇસલૅન્ડ


Monday, 8 January 2018

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 5 - 7 જાન્યુઆરી 2018

1.       કયા દેશે તાજેતરમાં મિસાઈલ પરીક્ષણ દરમિયાન ગલતીથી પોતાના દેશ પર મિસાઈલનો નાશ કર્યો હતો?
       -       ઉત્તર કોરિયા

2.       કયા દેશે તાજેતરમાં ભૂમિ ખોદાણ પ્રતિબંધ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે?
       -       શ્રીલંકા

3.       તાજેતરમાં ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
       -        નરિંદ્ર બત્રા

4.       તાજેતરમાં કયા ન્યાયાલય એ ફેસલો આપ્યો કે પ્રાદેશિક સેનાઓમાં મહિલાઓની ભર્તી થઇ શકશે?
       -       દિલ્લી ઉચ્ચ ન્યાયાલય

5.       નાસા દ્વારા આયનમંડળની વિસ્તૃત ખોજ માટે કયા બે મિશનો લોન્ચ કરવાની જાહેરાત કરી?
       -       ગોલ્ડ અને આઇકોન

6.       ઉચ્ચતમ ન્યાયાલય એ કયા રાજ્યને રાષ્ટ્રીય ક્રિકેટ ચૈમ્પિયનશિપમાં રમવાની પરવાનગી આપેલ છે?
       -       બિહાર

7.       34વો હાર્બિન આઈસ એન્ડ સ્નો ફેસ્ટીવલ કયા દેશમાં શરુ થયો?
       -       ચીન

8.       ૧૫૦ વર્ષ પછી, 'બ્લુ મુન' પૂર્ણ ચંદ્રગ્રહણ કયા મહિનાના અંતમાં દેખાશે?
       -        જાન્યુઆરી

9.       નાર્કોટેસ્ટ કન્ટ્રોલ બ્યુરોના નવા પ્રમુખનો પદભાર કોને સંભાળ્યો છે?
       -       અભય

10.       તાજેતરમાં ભારતીય રેલના કયા રાજ્યમાં ૧૦૦ વર્ષનો જુનો પુલ અંદાજે સાત કલાકમાં જ તૈયાર કરવામાં આવ્યો?
       -       ઉત્તર પ્રદેશ

Saturday, 6 January 2018

વિદ્યુત ઉર્જા


વિદ્યુત ઉર્જા એટલે શું?

પરમાણુમાં રહેલ સુક્ષ્મ કણ - ઈલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા એટલે વિદ્યુતઉર્જા. આ ઈલેક્ટ્રોન એક અણુથી બીજા અણુમાં જઈ શકે છે અને આ ગતિને જ વિદ્યુતઉર્જા કહે છે. વિદ્યુતઉર્જાથી યંત્રો ચાલે છે, મોબાઈલ, ટીવી, અને કમ્પ્યુટર ચાલે છે. તેનું વહન વાહક તાર દ્વારા યંત્રો સુધી કરવામાં આવે છે.

વિદ્યુતઉર્જા ક્યાંથી આવે છે?વિદ્યુતકેન્દ્રમાં રહેલ જનરેટરમાં વિદ્યુતઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. પાણીને વરાળમાં રૂપાંતરિત કરવા માટે કોલસા જેવાં બળતણનો ઉપયોગ કરવામાં આવે છે. આ વરાળ વિશાળ ટર્બાઈનને ફેરવે છે. તેનાં પાંખિયા ફરતાં જનરેટરની અંદર રહેલ ચુંબક વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુતઊર્જા વાહક તારાદ્વારા આપણા ઘર સુધી પહોચે છે.

આપણને બેટરીની શું જરૂર છે?


બેટરી એક નાના પ્રમાણમાં વિદ્યુતઊર્જા પૂરી પાડતો સ્ત્રોત છે જેના કારણે નાના નાનાં ઉપકરણોને વાહક તાર દ્વારા ઊર્જા મેળવવાની જરૂર પડતી નથી જેમ કે મોબાઈલ ફોન. બેટરીની અંદર સંગ્રહિત રસાયણો રાસાયણિક પ્રક્રિયા દ્વારા સતત વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરે છે. કેટલીક બેટરી રીચાર્જેબલ હોય છે મતલબ જો તેને વાહકતારની મદદથી ચાર્જરમાં અમુક સમય માટે રાખવામાં આવે તો તે ફરીથી વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરવા સક્ષમ બને છે.

સ્વિચ કેવી રીતે કામ કરે છે?

સ્વિચ હકીકતમાં યંત્રમાં જતાં વિદ્યુતપ્રવાહને નિયંત્રિત કરે છે. વિદ્યુતપ્રવાહ સંપૂર્ણ વહનમાર્ગ (સર્કિટ) હોય તો જ પ્રવાહિત થઇ શકે છે. આ વાહનમાર્ગ તારનો બનેલ હોય છે.સ્વિચ આ વહનમાર્ગમાં એક ચોકીદાર જેવું કાર્ય કરે છે જે વિદ્યુતપ્રવાહને પ્રવાહિત થવા માટે દરવાજા ખોલે છે. બંધ કરવા માટે દરવાજાને બંધ કરે છે.

Friday, 5 January 2018

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી 3 -4 જાન્યુઆરી 2018

1.           તાજેતરમાં ખુલામાં શૌચાલયની કુપ્રથામાંથી મુક્ત થવાવાળું પૂર્વોત્તર ક્ષેત્રના બીજા રાજ્યનું નામ શું છે?
         -        અરુણાચલ પ્રદેશ

2.           નિમ્નલિખિતમાંથી કયા દેશનાં રાષ્ટ્રપતિએ નિકોલસ મદૂરોને લઘુત્તમ વેતનમાં 40% નો વધારો કરવાની જાહેરાત કરી છે?
         -        વેનજુએલા

3.           ભારતના કયા પૂર્વ પ્રમુખને ઉપ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
         -         રાજીન્દ્ર ખન્ના

4.           તાજેતરમાં વૈજ્ઞાનીકોએ કયા ગ્રહમાંથી ચાર એક્સસ્પ્લાન્સ શોધ્યા છે?
         -         બૃહસ્પતિ

5.           કઈ ભારતીય કંપનીએ તાજેતરમાં ગુજરાતના સૌરાષ્ટમાં આવેલ જામનગરમાં વિશ્વની સૌથી મોટી ગૈસ ક્રેકર રિફાઇનરીનો આરંભ કર્યો?
         -         રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ

6.           મેનકા ગાંધીએ મહિલા સશક્તિકરણ હેતુ કયું ઓનલાઈન પોર્ટલ આરંભ કર્યું?
         -         નારી

7.           કઈ કંપની એ તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં દેશનો બીજો સૌથી મોટો ટોપ સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો?
         -        ગેલ ઇન્ડિયા


8.           તાજેતરમાં દક્ષિણ ભારતમાં કયા કયા સુપર સ્ટારે રાજનીતિમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે?
         -        રજનીકાંત

9.           નિમ્નલિખિતમાંથી કોને તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે?
         -        વિજય કેશવ ગોખલે

10.           તાજેતરમાં કયા રાજ્ય સરકારે રાજ્યનાં કિસાનો માટે ૨૪ કલાક વીજળી દેવાની જાહેરાત કરી છે?
         -        તેલંગણા સરકાર

વાવ! જેટલી ગાડીની ઝડપ ધીમી એટલું વધારે ફૂલ મ્યુઝીક સંભળાવે છે આ રસ્તો!!

ગાડીમાં જયારે લોકો ડ્રાઈવ કરતાં હોય ત્યારે મોટાભાગે લોકો સંગીત સાંભળવાનું પસંદ કરતાં હોય છે. આજે અમે તમને એક એવા રસ્તા વિશે જણાવીએ જે તમને ગાડીમાં મ્યુઝીક ઓન કર્યા વગર જ તમને મ્યુઝીક સંભળાવશે.

જાપાનમાં દરરોજ નવી નવી ટેકનોલોજીઓ દસ્તક આપતી હોય છે. પોતાની ટેકનોલોજી અને યુનિક વસ્તુ માટે જાપાન સૌથી આગળ છે.

જાપાનનું શહેર માઉંટ કુજીમાં જતી વખતે વરચે એક એવો રસ્તો છે જે તમને તમારી કારની ઝડપ અનુસાર મ્યુઝીકની થીમમાં વધારો અને ઘટાડો કરે છે.

જો તમે તમારી કારની સ્પીડ ધીમી કરો તો તમને સંગીત ફૂલ સાંભળવા મળે. રસ્તામાં સંગીત સાંભળવા માટે મોટાભાગે લોકો કારની સ્પીડ ધીમી રાખે છે. જેથી તેઓ સંગીતની મજા માની શકે. હાલમાં જાપાનમાં આવાં ત્રણ પ્રકારના રસ્તાઓ છે જેમકે હોક્કાઈડો, વાકાયામા અને ગુનેમાં. આ ત્રણ રસ્તામાં લોકોને અલગ અલગ થીમ પર સંગીત સંભળાય છે.

ફક્ત આટલું જ નહી જાપાનમાં જયારે કોઈ સ્પેશિયલ દિવસ હોય ત્યારે જાપાનનું રાષ્ટ્રગીત પણ વાગે છે. આ મ્યુઝીકલ રોડને જાપાનના આર્કીટેક્ચર શીઝુઓ શીનોદા એ બનાવ્યો છે.