Friday, 22 December 2017

પેપાલ શું છે?



આ પ્રશ્નનો જવાબ તેમનાં નામમાં જ સમાયેલો છે. પે એટલે કે પેમેન્ટ અને પાલ એટલે કે ફ્રેન્ડ, મિત્ર વગેરે. આમ, ઈન્ટરનેટ પર એક મિત્રની જેમ નાણાની લેવડદેવડ સરળ બનાવતી સર્વિસ એટલે કે પેપાલ.

15-20 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં મનીઓર્ડર, મનીગ્રામ કે વાયર ટ્રાન્સફરની મદદથી નાણાની લેવડદેવડ થતી હતી. એ સમયે પેપાલ નામની એક સર્વિસ શરૂ થઈ. ૧૯૯૮નાં સમયગાળા દરમિયાન શરૂ થયેલી આ સર્વિસ રૂપિયાની લેવડદેવડને એટલી સરળ બનાવી દીધી કે હાલમાં દુનિયાનાં 17 કરોડ જેટલાં લોકો પેપાલનો ઉપયોગ કરતાં થઈ ગયા.

તમે ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઈટ પર 'ચેકઆઉટ વિથ પેપાલ' કે 'ડોનેટ વિથ પેપાલ' જેવાં અનેક બટનો જોયા હશે. ઇન્ટરનેટ પર પોતાની પ્રોડક્ટ કે સર્વિસનું વેચાણ કરતાં વિવિધ કારણોસર જુદી જુદી વ્યક્તિ પાસે દાન મેળવતાં લોકો માટે નાણા સ્વીકારવાનો આ એક હાથવગો રસ્તો છે. આમ, એક રીતે પેપાલ એક પ્રકારનો પેમેન્ટ ગેટ વે છે.


પેપાલની લોકપ્રિયતાનાં મુખ્ય કારણો:

1)      પેપાલનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે તેમજ લોકોને હવે તેમની મદદથી નાણા મોકલવાની આદત પડી ગઈ છે.

2)      પેપાલથી પેમેન્ટ કરવું ઘણું જ સરળ છે કારણ કે તેમાં સામેની વ્યક્તિનાં ઈ-મેઈલ એડ્રેસ સિવાય અન્ય કોઈ માહિતીની જરૂર પડતી નથી.

3)      પેપાલની મદદથી નાણા આપનાર પાર્ટીની બેંક કે ક્રેડિટ કાર્ડની વિગતો જાહેર થતી નથી.

No comments:

Post a Comment