Saturday, 14 October 2017

સૂર્ય શું છે?


બ્રહ્માંડમાં રહેલ અસંખ્ય તારાઓની જેમ સૂર્ય પણ એક સામાન્ય તારો જ છે. આ સૂર્ય આપણા માટે ખુબ જ અગત્યનો છે કારણ કે તે પૃથ્વીની ખુબ જ નજીક છે અને પૃથ્વીને પ્રકાશ અને ઉષ્મા આપે છે. આ પ્રકાશ અને ઉષ્માની મદદથી પૃથ્વી પર વનસ્પતિ, પ્રાણીઓ, અને અન્ય જીવંત વસ્તુઓ જીવન જીવે છે. સૂર્યની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય જ નથી.

સૂર્ય કેટલો ગરમ છે?

સૂર્યનાં કેન્દ્રનું તાપમાન લગભગ 16 લાખ ડિગ્રી સેલ્સિયસ માનવામાં આવે છે. કેન્દ્રનું આ તાપમાન સૂર્યની સપાટી પર પહોંચતા લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઇ જાય છે. તેમ છતાં આ તાપમાન એટલું ઉચું છે કે તેને કંઈ પણ સ્પર્શે તે ઓગળી જાય.


સૂર્ય આટલો ચમકે છે શા માટે?

સૂર્ય આકાશમાં સૌથી વધારે ચમકે છે કારણ કે તે સતત વિસ્ફોટ કરતો રહેતો અને વાયુને ફેંકતો રહેતો વિશાળ કદનો સળગતો ગોળો છે. સૂર્યનાં પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા માત્ર આઠ જ મિનિટ લાગે છે તેમ છતાં તે પ્રકાશ એટલો શક્તિશાળી છે કે તે આપણે આંખને નુકસાન કરી શકે છે. તેનાં કારણે જ આપણે સૂર્યની સામે સીધા ક્યારેય જોવું જોઈએ નહીં, અને તડકામાં ચશ્માં પહેરવા જોઈએ.

સૂર્યગ્રહણ ક્યારે થાય છે?


ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે. જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વરચે આવે છે ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વીનાં કેટલાંક ભાગ પર પડે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સંપૂણ સૂર્યગ્રહણ ક્યારેક જ થાય છે ત્યારે થોડી વાર માટે આકાશમાં સૂર્ય દેખાતો બંધ થઇ જાય છે અને ચારેબાજુ અંધકાર અને ઠંડક છવાઈ જાય છે..................................
Wednesday, 11 October 2017

કરંટ અફેયર્સ પ્રશ્નોત્તરી ૧-૧૦ ઓક્ટોમ્બર ૨૦૧૭

1.          હાલમાં ઓક્ટોબર ૨૦૧૭માં અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ભારતનું કયું હેલિકોપ્ટર ક્રેસ થયું?
             -          એમઆઈ-૧૭

2.          નિમ્નમાંથી કયા સ્થાન પર હાલમાં ઈસરો દ્વારા શોધ કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે?
             -           ગુવાહાટી

3.          સૌમ્ય સ્વામીનાથન કઈ વૈશ્વિક સંસ્થાના ઉપ મહાનિર્દેશક બન્યાં?
             -          ડબ્લ્યુએચઓ

4.          કયા દેશમાં હાલમાં ઉર્જાથી ચાલવાવાળા જહાજનું નિર્માણ કરવામાં આવ્યું છે?
              -          રસિયા

5.          દેશમાં પ્રવાસીઓને વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશ ભરમાં આયોજિત કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે?
             -          પર્યટન પર્વ

6.          હાલ ૨૦૧૭માં બિહારના રાજ્યપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
              -          સત્યપાલ મલિક

7.          મહાવીર રઘુનાથન યુરોપીય રેસિંગ ચૈમ્પિયનશિપ જીતવાવાળા પહેલા ભારતીય બન્યાં, એ કયા પ્રદેશથી સંબધિત છે?
             -          તમિલનાડુ

8.          ઉત્તરપ્રદેશના કયા શહેરમાં ક્છુઆ શરણસ્થળી સ્થાપિત કરવામાં આવશે?
             -           ઇલાહબાદ

9.          ભારતમાં ૨૦૧૭-૨૦૧૮ સુધી કોફી ઉત્પાદનમાં કેટલાં લાખ ટન રહેવાનું અનુમાન છે?
             -           3.5 લાખ ટન

10.          કયા રાજ્યમાં 5 વર્ષ સુધીના બાળકો માટે વિશેષ પ્રતિરક્ષણ અભિયાન શરુ થયો છે?
             -          ઉત્તર પ્રદેશ

Wednesday, 4 October 2017

આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર કરેલ આહાર➽ આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર કરેલ આહાર એટલે શું?

વૈજ્ઞાનિકો જયારે વનસ્પતિ અથવા પ્રાણીના રંગસૂત્રોમાં કોઈ ફેરબદલ કરે તો તેને આનુવંશિક દ્વ્યમાં બદલાવ કહે છે.રંગસૂત્રો એ એક પ્રકારની રાસાયણિક સંજ્ઞાઓ છે જે દરેક જીવિત કોષમાં જે વનસ્પતિ અને પ્રાણીનો મૂળભૂત એકમ છે તેમાં રહેલી હોય છે અને તેમના અસ્તિત્વ માટે જવાબદાર હોય છે. વૈજ્ઞાનિકો હવે આ વનસ્પતિમાં એક વધારાનું રંગસૂત્ર દાખલ કરીને અથવા એક રંગસૂત્ર દૂર કરીને નવા પ્રકારનો પાક ઉત્પન્ન કરી શકે છે જે વધારે સમય તાજો રહે છે, જેના પર જંતુનાશકની અસર ન થાય અને તેઓ સૂકી જમીન ઉપર પણ ઊગી શકે છે.


➽ આનુવંશિક દ્રવ્યમાં ફેરફારયુક્ત આહાર ક્યારે શોધાયો?

ઈ. સ. ૧૯૯૪માં સૌપ્રથમ આનુવંશિક દ્રવ્યના ફેરફારયુક્ત છોડને વેચવા માટે બજારમાં મુકવામાં આવ્યો. 'Flavr Savr' ટામેટાંમાં એક રંગસૂત્રમાં ફેરફાર કરવાથી તે વધારે સમય સુધી તાજાં રહે છે. મોટાભાગે ટામેટાં જયારે લીલાં હોય ત્યારે વીણી લેવામાં આવે છે અને પછીથી પાકે છે. પરંતુ આનુવંશિક દ્રવ્યના ફેરફાર સાથેના ટામેટાં લાલ થાય ત્યારે વીણવામાં આવે છે અને મુસાફરી દરમિયાન પોચાં પડતા નથી. આ ટામેટાં વધારે સ્વાદિષ્ટ પણ લાગે છે કારણ કે તેઓ છોડ ઉપર જ પાકતા હોય છે.

➽ વનસ્પતિના છોડમાં આનુવંશિક દ્રવ્ય કેવી રીતે બદલવામાં આવે છે?

વૈજ્ઞાનિકો ખાસ પ્રકારની બંદૂક વડે રંગસૂત્રને સીધું જ વનસ્પતિના કોષમાં દાખલ કરી શકે છે. ત્યાર બાદ આ કોષને પ્રવાહીમાં મુકવામાં આવે છે જ્યાં તે એક છોડ તરીકે વિકાસ પામે છે. વૈજ્ઞાનિકો નવા રંગસૂત્રને બેક્ટેરિયામાં પણ દાખલ કરી શકે છે અને ત્યારબાદ આ બેક્ટેરિયા દ્વારા છોડને ચેપ લગાડવામાં આવે છે. ત્યાર બાદ આ બેક્ટેરિયા છોડના રંગસૂત્રને બદલી નાખે છે. આ રીતે જ ઠંડી અવરોધ જમીનને માછલીમાંથી કાઢીને વનસ્પતિ(ટામેટાંના છોડ)માં દાખલ કરવામાં આવ્યું હતું. તેનાં પરિણામે ટામેટાંને ઠંડા વાતાવરણની અસર થતી ન હતી.


➽ આનુવંશિક દ્રવ્યથી બદલેલ ખોરાક ખાવો કેટલો સલામત છે? 

કેટલાંક લોકોનું માનવું છે કે આનુવંશિક દ્રવ્ય બદલ્યા પછી તે આહાર આરોગવો તદુરસ્તીને નુકસાન કરે છે. તેમનું કહેવું છે કે વૈજ્ઞાનિકો પૂરી રીતે હજુ નથી સમજી શક્યા કે જમીન કેવી રીતે કામ કરે છે અને તે અવસ્થામાં જો વનસ્પતિના જમીન સાથે ચેડાં કરવામાં આવે તો કદાચ ઝેરી અથવા એલર્જી કરે તેવો આહાર ઉત્પન્ન થઇ શકે છે.આનુવંશિક દ્રવ્યના વૈજ્ઞાનિકો અને તેમનાં સમર્થકોનું કહેવું છે કે હજુ સુધી એવો કોઈ દાખલો નોધાયો નથી કે આ આહાર ખાવાથી કોઈ માંદુ પડ્યું હોય અને બીજું કે ભવિષ્યમાં દુનિયાની દરેક વ્યક્તિને ખાવાનું મળી રહે તે માટે પણ ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં પાક લેવા માટે આ પદ્ધતિ ઉપયોગી નીવડશે.

Source credit: વિજ્ઞાન અને ટેકનોલોજી જ્ઞાનકોષ

દુનિયાના ભયંકર યુદ્ધ

જયારે પણ વિશ્વમાં કોઈ દેશ વચ્ચે યુદ્ધ થાય તે ત્યારે એક ઈતિહાસ બની જાય છે. વિશ્વ યુદ્ધ થવાથી ભયંકર નરસંહાર સર્જાય છે, જે પુરા દેશ કે સામ્રાજ્યને હલાવી નાંખે છે; જેમાં એટલા તો પૈસાનો વ્યય થાય છે કે અંદાજો લગાવવો પણ મુશ્કેલ પડે છે.

➤ પ્રથમ વિશ્વ યુદ્ધ:

દુનિયાનું પ્રથમ વિશ્વ યુદ્ધ ૨૮ જુલાઈ ૧૯૧૪ના શરુ થયું હતું. જે ૪ વર્ષ સુધી ચાલ્યું હતું. જેમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ યુદ્ધમાં પહેલી વાર પરમાણું તાકાતનો ઉપયોગ થયો હતો; જેમાં મજબુત દેશોનો પણ વિનાશ થયો હતો તેમજ અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધની શરૂઆત થઇ હતી.

➤ વૉટરલુ યુદ્ધ:

જે ફ્રાંસના રાષ્ટ્રવાદી યોદ્ધા નેપોલિયન દ્વારા સન ૧૮૧૫માં લડાઈ પર ઉતર્યું હતું; જેની સામે બ્રિટેન, રશિયા જેવા દેશો સામે લડાયું હતું. આ યુદ્ધમાં નેપોલિયન આત્મસમર્પણ કરી ફ્રાંસને પરાજીત કર્યું હતું. એક જ દિવસમાં લડાયેલ યુદ્ધને એક લાખ જેટલા લોકોનો જીવ લીધો હતો.


➤ શીત યુદ્ધ:

શીત યુદ્ધ એટલે જેમાં શસ્ત્રો-અસ્ત્રોનો પ્રયોગ નહિ પણ ધાક-ધમકી જ આપવામાં આવે જે મતભેદથી થતું હોય છે; જેમાં કોઈ નુકશાન થતું નથી. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ થયું હતું. બીજા વિશ્વયુદ્ધના સમયે તો અમેરિકા, બ્રિટેન અને રશિયા સાથે જ કામ કરતા હતાં. તેમણે જર્મની, ઇટાલી, તથા જાપાનની વિરુદ્ધ સંધર્ષ કર્યો હતો. યુદ્ધ સમાપ્ત તથા જ બન્ને દેશ વચ્ચે મતભેદે ભયંકર રૂપ લીધું હતું. જેમાં રશિયા સામ્યવાદી અને અમેરિકા પૂંજીવાદીમાં વિભાજીત થઇ ગયા હતાં. ૧૯૯૧ પછી આ યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું.

➤ કોરિયાનું યુદ્ધ:

આ શીત યુદ્ધમાં લડાયેલ પહેલું યુદ્ધ હતું, જે દુનિયા પર રાજ કરવા માટે લડાયું હતું. એક તરફ ઉત્તર કોરિયા સાથે ચીન અને રશિયા અપ્રત્યક્ષ રીતે જોડાયેલ હતું. જયારે બીજી તરફ દક્ષિણ કોરિયાનું રક્ષણ કરવા અમેરિકા અને બ્રિટન જોડાયેલ હતાં. તેમ છતાંય યુદ્ધ કોઈ પણ નિર્ણય કર્યા વગર જ પૂર્ણ થઇ ગયું. તેમાં પણ આશરે ૨૫ લાખ જેટલા સૈનિક માર્યા ગયા હતાં. આજે પણ આ બે દેશો વચ્ચે તણાવ જોવા મળે છે.

 ➤ વિયતનામ યુદ્ધ (બીજું)

આ યુદ્ધ ૧૯૫૫ થી ૧૯૭૫ સુધી ચાલ્યું હતું; જે ‘બીજું હિન્દ-ચીન યુદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધ ઉત્તર અને દક્ષિણ વિયતનામની સરકારની વચ્ચે લાદવામાં આવેલું હતું પણ એમાં ઉત્તર કોરિયા અને અમેરિકાએ પણ જંગ શરૂ કરી હતી. તેમાં અમેરિકાને અપ્રત્યક્ષ પરાજય મળ્યો હતો. યુદ્ધમાં ૪ લાખથી પણ વધારે લોકો માર્યા ગયા હતાં. આ શીતયુધ ૪ દેશોની વચ્ચે લડાયું હતું તેમજ તેમાં અમેરિકા પુરા જોશથી આ યુદ્ધ લડ્યું હતું છતાંય તે હાર્યું હતું. 


➤ ઈરાન-ઈરાક યુદ્ધ:

આ યુદ્ધ ૧૯૮૦ અને ૧૯૮૮ની વચ્ચે લડાયું હતું. જેનું મુખ્ય કારણ સીમા-વિવાદ હતું. જે સીમા વિવાદની સંધિ થઇ હતી. તેનાથી ઈરાક અસંતુષ્ટ હતું. એ સમયે ઈરાન કમજોર દેશ હતો ત્યાં ઈસ્લામીક ક્રાંતિનો ઉદય થયો હતો. યુરોપિયન દેશો ઈરાકને મદદ કરી જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતાં. આ યુદ્ધમાં કાચા તેલને ફારસની ખાડીમાં નાખી દેવાથી મનુષ્યને જ નહી પર્યાવરણને પણ ઘણું જ નુકશાન થયું હતું. 
  
➤ ભારત-ચીન સરહદી યુદ્ધ :

આ યુદ્ધ ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે હિમાલયની વિવાદિત સરહદના કારણે લડાયું હતું; તે સાથે બીજા પણ અનેક કારણો યુદ્ધ લડવા માટે જવાબદાર હતાં. જેવા કે ભારતે દલાઈ લામાને આશરો આપ્યો હતો. ચીને ભારતીય સૈન્ય પર વિજય મેળવી રેઝાન્ગ લાને અને તવાંગને કબજે કર્યું. આ યુદ્ધમાં બન્ને દેશોમાંથી કોઈએ નૌકાદળ તથા વાયુસેનાને સામેલ નથી કર્યા. જયારે ૧૯૬૭ માં ચીન સિક્કિમ પર કબજો લેવાનું શરુ કર્યું ત્યારે ભારતના ઘણા સૌનિકો વીરગતિ પામ્યા અને ભારત ચીન પર વિજય મેળવ્યો હતો.  

દેશનાં ઔદ્યોગિક વિકાસનાં પ્રણેતા

જમશેદજી ટાટાનો જન્મ ગુજરાતનાં નવસારીમાં ૩ માર્ચ ૧૮૩૯માં પારસી પરિવારમાં થયો હતો. ૧૮૫૮માં ‘ગ્રીન સ્કોલર’નાં રૂપમાં ઉત્તીર્ણ થયાં અને પિતાના વ્યવસાયમાં પૂરી રીતે લાગી ગયા. ૨૯ વર્ષની ઉંમર સુધી પિતાની કંપનીમાં કામ કર્યું, બાદમાં ૧૮૬૮માં ૨૧,૦૦૦ની મૂડીથી એક વ્યાપારિક પ્રતિષ્ઠાન સ્થાપિત કરી.


જમશેદજી એક એવાં ભવિષ્ય-દ્રષ્ટયા હતાં કે જેમણે દેશમાં ઔદ્યોગિક વિકાસનાં માર્ગમાં પ્રશસ્ત કર્યું. આ સિવાય પોતાનાં કારખાનામાં કામ કરનાર શ્રમિકોનાં કલ્યાણનો પણ ઘણો ખ્યાલ રાખ્યો. તે સફળતાને ક્યારે કેવળ પોતાની જાગીર સમજી ન હતી પરંતુ તેમનાં માટે સફળતાનો મતલબ તેમની ભલાઈ પણ હતી જે તેમનાં માટે કામ કરતાં હતાં.

તેઓ માનતા હતાં કે આર્થિક સ્વતંત્રતા જ રાજનીતિનો સ્વતંત્ર આધાર છે. તેમનાં મોટાં લક્ષ્યાંકો હતાં કે - એક સ્ટીલ કંપની ખોલવી, એક વિશ્વ પ્રસિદ્ધ અધ્યયન કેંદ્ર સ્થાપિત કરવું, એક અનુઠા હોટલ ખોલવી અને એક જલવિદ્યુત પરિયોજના લગાવી. હાલાંકિ તેમને જીવનકાળમાં આમાંથી એક જ સપનું પૂરું થયું હોટલ તાજમહેલનું. બાકીની પરિયોજના તેમની આવનાર પેઢીએ પૂરી કરી. સફળ ઉદ્યોગપતિ અને વ્યવસાયી હોવાની સાથેસાથે જમશેદજી ઘણાં જ ઉદાર પ્રવૃત્તિનાં વ્યક્તિ હતાં. આથી તેમણે પોતાની મિલ અને ઉદ્યોગોમાં કામ કરનાર મજુરો અને કામગારો માટે કેટલીય કલ્યાણકારી નીતિ લાગુ કરી. આ ઉદેશ્યથી તેમનાં માટે પુસ્તકાલય, પાર્કો, મફત દવા વગેરેની વ્યવસ્થા પણ પ્રદાન કરી.

૧૯ મેંનાં જમશેદજી ટાટાએ જર્મનીમાં પોતાનો અંતિમ શ્વાસ લીધો. 

➤  ફાઈવ સ્ટાર હોટલ
➤  પ્રસિદ્ધ કંપનીનાં સ્લોગનને ઓળખી બતાવો. 
➤  નાણાકીય જાદુગર અનિલ અંબાણી


 

પહેલી ભારતીય ફિલ્મ “રાજા હરિશ્ચન્દ્ર”


દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્મિત તથા સન ૧૯૧૩માં પ્રદર્શિત ફિલ્મ “રાજા હરિશ્ચન્દ્ર”ને ભારતની પહેલી ફીચર ફિલ્મનો શ્રેય મળ્યો. “રાજા હરિશ્ચન્દ્ર” ચાર રીલોની લંબાઈ વાળી એક મૂક ફિલ્મ હિંદુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણિત ધર્મપ્રાણ રાજા હરિશ્ચન્દ્રની કથા પર આધારિત છે. તેઓ ફિલ્મ બનાવવાની કળા ઈંગ્લેન્ડમાં રહી શીખી હતી.


ભારત આવવાં પર દાદા સાહેબ “રાજા હરિશ્ચન્દ્ર” ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું પરંતુ એ જમાનામાં ફિલ્મ બનાવી આસાન ન હતી કારણ કે લોકો ફિલ્મને અંગ્રેજોનાં જાદુ-ટોણા સમજતાં હતાં. ફિલ્મ માટે કોઈ પણ રીતે પુરુષ કલાકાર મળી જતાં પરંતુ મહિલા કલાકાર ન મળતી કારણ કે મહિલાઓને નાટક, ફિલ્મો વગેરે કામ માટે વર્જિત માનવામાં આવતાં. જયારે તારામતીનાં રોલ માટે મહિલા કલાકાર ન મળી તો તેઓ મજબુરીથી યુવક સાલુંકેથી આ ભૂમિકા કરાવી. 

આ ફિલ્મનાં નિર્માણ સમયે અનેક બાધા આવી પરંતુ તેઓ અડગ રહી પોતાની ફિલ્મ બનાવવામાં સફળતા મેળવી અને ૩ મેં ૧૯૧૩માં ફિલ્મ પ્રદર્શિત થઈ. ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ દાદા સાહેબ એક ફિલ્મ નિર્માણનાં રૂપમાં સ્થાપિત થઈ ગયાં અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે નવો રસ્તો ખુલી ગયો.

ઉલ્લેખનીય છે કે દાદા સાહેબ ફાળકેનું અસલી નામ ‘ઘુંડીરાજ ગોવિંદ ફાળકે’ હતું અને તેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં પિતામહ માનવામાં આવે છે. આજે ભારત સરકાર દ્વારા ફિલ્મ નિર્માણનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ યોગદાનકર્તાને ‘દાદા સાહેબ ફાળકે’ સમ્માન દ્વારા નવાજવામાં આવે છે, જે આ ક્ષેત્રનું સર્વોચ્ય સમ્માન છે.

  1. વિશ્વનો સૌથી મોટો સ્ટુડિયો કોમ્પ્લેક્સ
  2. ૬૦મો ફિલ્‍મફેર એવોર્ડ મુંબઇ 
  3.  આશા પારેખ


મનુષ્યનું કુત્રિમ દિમાગ : કમ્પ્યુટર➤ કમ્પ્યુટરની શોધ કોણે કરી?

ઈ.સ. 1822માં અગ્રેજ ગણિતજ્ઞ ચાર્લ્સ બેબેજે વરાળથી ચાલતા કમ્પ્યુટરની શોધ કરી હતી. જો કે તે સમયમાં આ ગણનયંત્ર બનાવવા માટે ન તો ટેકનોલોજી ઉપલબ્ધ હતી કે ન પૈસા. ઈ.સ. 1946માં અમેરિકામાં જહોન એર્કેટ અને જહોન મેક્લીએ વિદ્યુત સંચાલિત કમ્પ્યુટર બનાવ્યું. પેનસિલવેનિયા વિશ્વ વિદ્યાલયની અંદર આ કમ્પ્યુટરે આખો એક ઓરડો રોકી લીધો હતો. શું તમે જાણો છો કે વિશ્વમાં સૌથી શક્તિશાળી અને ઝડપી કમ્પ્યુટરને સુપર કમ્પ્યુટર કહે છે. જે ગણતરી કરવામાં કેલ્ક્યુલેટર ૧૦ વર્ષ લગાડે તે ગણતરી આ કમ્પ્યુટર એક સેકન્ડમાં કરી નાખે છે.


➤ સૌપ્રથમ પર્સનલ કમ્પ્યુટર ક્યારે બનાવવામાં આવ્યું?

સૌપ્રથમ પર્સનલ કમ્પ્યુટર ઈ.સ.૧૯૭૦માં બનાવવામાં આવ્યું. ઈ.સ.૧૯૭૭માં અમેરિકાના સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનાઈકે સૌપ્રથમ પર્સનલ કમ્પ્યુટર બનાવ્યું. તેમના એપલ - 2 કમ્પ્યુટરમાં રંગીન પડદો હતો અને કીબોર્ડ બોક્સમાં બનાવેલ હતું. આજના પર્સનલ કમ્પ્યુટર એક સાથે ઘણી બધી પ્રક્રિયાઓ કરી શકે છે.


➤ કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે?

વિદ્યુત સંચાલિત કમ્પ્યુટર ખુબ જ ઝડપથી માહિતીનું વિશ્લેષણ કરે છે જે શબ્દો, આંકડા, ચિત્રો અથવા ધ્વનિ સ્વરૂપે હોય છે. તેઓ પોતાનું કામ તેમાં રહેલા સોફટવેર પ્રોગ્રામ મુજબ કરે છે. કમ્પ્યુટરનું હ્રદય એટલે તેની હાર્ડડિસ્ક. તેમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા સીપીયુનો સમાવેશ થાય છે જે પર્સનલ કમ્પ્યુટરના દરેક કામને નિયંત્રિત કરે છે. સીપીયુ એક માઈક્રોપ્રોસેસર છે - નાનીચિપ જે સિલિકોનની બનેલ છે તથા તેનાં પર ઘણી બધી સર્કિટ આવેલી હોય છે. આ માહિતીનો સંગ્રહ અને વિશ્લેષણ તેમાં રહેલ રેમ દ્વારા કરવામાં આવે છે.

➤ લેપટોપ શું છે?

લેપટોપ એ કદમાં નાના, બેટરી દ્વારા ચાલતું કમ્પ્યુટર છે. તેની શોધ ઈ.સ. 1982માં થઇ હતી જેના લીધે વ્યવસાયિક લોકો પોતાનાં કમ્પ્યુટરને ઓફિસથી દૂર લઈ જઈ શકે છે. જેમ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા ઘરે કામ કરવા માટે. લેપટોપના પાર્ટ્સ અને ક્ષમતા એક પર્સનલ કમ્પ્યુટર જેટલાં જ હોય છે પરંતુ કદમાં તે ખુબ નાના હોવાથી એક બ્રિકકેસમાં પણ સમાઈ જાય છે. લેપટોપનો પડદો અને કી-બોર્ડ સામસામે વળી શકે તેવા હોય છે. અહી માઉસની જગ્યાએ ટચપેડ (સ્પર્શ વડે સંચાલિત) હોય છે.

Tuesday, 3 October 2017

રામકૃષ્ણ મિશન


ભારતમાં બ્રિટીશરોનાં રાજનાં સમયે બ્રિટીશ ઈસાઈઓ હિંદુધર્મની કડવી નિંદા કરી હિંદુઓને ઈસાઈ મતમાં મતાંતરિત કરવાનાં અભિયાનમાં પરોવાઈ ગયાં હતાં. હિંદુ સંતની નિંદા કરવાં તર્ક આપ્યો કે ફક્ત આત્મમોક્ષની તપસ્યા કરે છે; તેનાથી સમાજને શું મળે છે? આવો ઢોલ પીટનારને જવાબ આપવાનો વિચાર સ્વામી રામકૃષ્ણ પરમહંસનાં શિષ્ય સ્વામી વિવેકાનંદે કર્યો અને કહ્યું કે ‘જે ગરીબ, નબળાં અને બીમારમાં શિવનાં દર્શન કરે છે, તેઓ જ સાચાં અર્થમાં શિવની પૂજા કરે છે. ‘આત્મનો મોક્ષાર્થમ્-જગત્ હિતાય’નાં ધ્યેયને લઈને ૧૮૯૭માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ.


જાતિ, પંથ મતની દીવાલો તોડી રામકૃષ્ણ મિશને સર્વપ્રથમ સમરસતાનો ઉદ્ઘોષ કર્યો. મુસ્લિમ હોય, ઈસાઈ હોય કે હિંદુ - દરેકને આ મઠ દિક્ષા આપી. પરંતુ આ બધા માટે એક અનિવાર્યતા હતી કે ૯ વર્ષ સુધી હિંદુ ધર્મ અનુસાર યજ્ઞોપવીત ધારણ કરી ચોટી રાખવી અને સાથે જ સમાજનાં દરેક વર્ગને જોવું. રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ માટે મંદિરમાં પ્રાર્થના અને હોસ્પિટલમાં રોગીની સેવા માટે કોઈ અંતર ન હતું. આ મિશન જ્ઞાનને કર્મ સાથે જોડ્યું.


સામાજિક સમરસતાનો ઉદ્ઘોષ તો સ્વયં સ્વામી રામકૃષ્ણ જ કર્યો. તેઓ ઇસ્લામી સિદ્ધાંતોનું અધ્યયન કર્યું, કુરાન અનુસાર કેટલાંય દિવસો નમાજ પઢી. ઈસાનો વિચાર પણ ગ્રહણ કર્યો. અને પછીથી નિષ્કર્ષ રૂપમાં સનાતન ધર્મનો મૂળ ‘એકમ્સદ્ વિપ્રા બહુધા વદન્તિ’નો સાક્ષાત લોકોને કરાવ્યો. તેમનાં ઈસાઈ અને મુસલમાન અનુયાયીઓ પણ બધાને સનાતન હિન્દુધર્મનાં મૂળ સિદ્ધાંતો પર ચાલી જ્ઞાન સાથે કર્મને અપનાવ્યું. સમાજ સેવાનાં વિભિન્ન ક્ષેત્રોમસ રામકૃષ્ણ મિશને હાથ વધાર્યો.

image credit : Wikipedia
image Source : Wikipedia

કયું વૃક્ષ ભગવાન શિવનું પ્રિય છે?
રાજા રામ મોહન રાય 

સબમરીન કોના દ્વારા ચાલે છે?

➤ સબમરીનની શોધ ક્યારે થઇ હતી?

ઈ.સ. 1624માં ઈંગ્લેન્ડના રાજા જેન્સ પહેલા માટે સૌપ્રથમ સબમરીનની શોધ થઇ હતી. આ પાણીની અંદર તરતી હોડીની શોધ ડચના કોર્નેલીઅસ દેબેલે બનાવી હતી. જે લાકડાંની બનેલ હતી અને તેનાં પર પાણીના પ્રતિકારક ચામડીનું આવરણ ચડાવેલ હતું. આ સબમરીન 12 ખલાસીઓ દ્વારા ચલાવી શકાતી હતી. તેઓ સબમરીનની અંદર બેસતા અને હલેસાં વડે આ રચનાને થેમ્સ નદીમાં ચલાવતા. વાયુમુક્ત ટ્યુબની રચનાના કારણે આ સબમરીન કેટલાંક કલાકો માટે પાણીની અંદર રહેલી હતી.


➤ સબમરીન કોના દ્વારા ચાલે છે?

સૌપ્રથમ આધુનિક સૈન્ય માટેની સબમરીન ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જીન દ્વારા ચાલતી. ઈ.સ. ૧૯૦૧માં જહોન પિ. હોલેન્ડે તેની શોધ કરી હતી. આજે પણ ઘણી સબમરીન આ રીતે જ ચાલે છે. જયારે સબમરીન પાણીની સપાટી ઉપર ચાલતી હોય ત્યારે ડીઝલ દ્વારા પ્રોપેલર ચલાવવામાં આવે છે જે સબમરીનને પાણીની અંદર તરફ ધકેલે છે. પાણીની અંદર સબમરીન ઇલેક્ટ્રિક એન્જીન દ્વારા ચલાવવામાં આવે છે. ઈ.સ. ૧૯૫૪માંથી ઘણી સબમરીન આણ્વિક એન્જીન ઉપર પણ ચલાવવામાં આવે છે. આ સબમરીન મહિનાઓ સુધી પાણીની નીચે રહી શકે છે અને તેને બળતણ માટે ઉપર આવવું પડતું નથી.

➤ સબમરીન કેવી રીતે કામ કરે છે?

આજની સબમરીન મજબૂત સ્ટીલ ધાતુમાંથી બનાવવામાં આવે છે જે દરિયાના ખુબ ઊંચા દબાણને તે સહન કરી શકે છે. તેની બંને તરફ આવેલી ટાંકીમાં પાણી ભરીને પોતાનું વજન વધારીને સબમરીન પાણીમાં અંદર ઉતરી શકે છે. જયારે સબમરીનને સપાટીની ઉપર આવવું હોય ત્યારે તેમાં હવાના દબાણ દ્વારા પાણીને કાઢવામાં આવે છે અને ટાંકીને હવાથી ભરી દેવામાં આવે છે. સબમરીન મુખ્યત્વે બે કે ત્રણ વિભાગમાં વિભાજિત હોય છે જેમાં ઘણા ઓરડાઓ હોય છે. જો મુખ્ય સબમરીનમાં કોઈ જગ્યાએ લીકેજ થાય તો આ મુખ્ય ભાગને જરૂર પ્રમાણે સીલ કરી શકાય છે. ➤ ટોર્પિડોની શોધ કોણે કરી?

ઈ.સ. 1866માં અંગ્રેજ ઈજનેર રોબર્ટ વ્હાઈટહેડે સ્વયંસંચાલિત ટોર્પિડોની શોધ કરી. આ ખતરનાક પાણીની નીચે દોડતી મિસાઈલ યુદ્ધ જહાજો દ્વારા ઉપયોગમાં લેવાતી અને ત્યારબાદ પાણીની નીચે ચાલતી સબમરીન દ્વારા ઉપયોગમાં લેવામાં આવી. જે દુશ્મન જહાજને ડુબાડી શકે છે. વ્હાઈટ હેડના આ હથિયારમાં ગતિ માટે પાછળ પ્રોપેલર હોય છે અને દિશા માટે મીનપક્ષ જેવી રચના હોય છે.

Source credit: વિજ્ઞાન અને ટેકનોલોજી જ્ઞાનકોષ
image credit : Wikipedia

Monday, 2 October 2017

હિરોશિમા પર પરમાણું હુમલો

 આજથી ઠીક ૭૦ વર્ષ પહેલાં ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ અમેરિકાએ જાપાનનાં હિરોશિમા પર પહેલો પરમાણુ બોમ્બ ફેંક્યો અને ત્રણ દિવસ પછી એટલે કે ૯ ઓગસ્ટનાં નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યો. ૬ ઓગસ્ટનાં લિટિલ બોય બોમ્બ હુમલાથી હિરોશિમામાં ૧ લાખ ૪૦ હજાર અને ૯ ઓગસ્ટનાં ફૈટ મૈનથી નાગાસાકીમાં ૭૪ હજાર લોકોનું મૃત્યુ પામ્યાં હતા.


હિરોશિમા પર આ બોમ્બનાં કારણે બીજાં વિશ્વ યુદ્ધનો નકશો જ ફેરવાઈ ગયો. લિટિલ બોમનાં કારણે ૧૩ વર્ગ કિલોમીટરનો દાયરો પૂરો ઉજ્જડ થઈ ગયો અને શહેરમાં ૬૦ ટકા ઈમારત વિનાશ પામી. તેમજ ઘણાં લોકો બોમ્બનાં વિકિરણનાં કારણે મૃત્યુ પામ્યાં.

અમેરિકી વાયુ સેનાએ જાપાનનાં હિરોશિમા પર લિટિલ બોય અને નાગાસાકી શહેર પર ફૈટ મૈન પરમાણુ બોમ્બ ફેંક્યા. અમેરિકા દ્વારા પરમાણુ હુમલા બાદ અમેરિકાનાં રાષ્ટ્રપતિ હૈરી ડ્રમને કહ્યું કે હિરોશિમા પર ફેકાયેલ બોમ્બ આજ સુધી ઉપયોગ થયેલાં બોમ્બથી બે હજાર ગણો શક્તિશાળી છે. જેનાંથી થયેલ નુકશાનનું અનુમાન આજ સુધી પણ લગાવી શકાયું નથી. આ બોમ્બને અમેરિકી જહાજ બી-૨૯ પરથી ફેંકવામાં આવ્યો હતો જેને ઈનોલા ગેનાં નામથી જાણવામાં આવે છે.


આ પરમાણુ હુમલાએ માનવતાનો વિનાશ કરવાનાં બધા જ રેકોર્ડ તોડી દીધાં. બાળકો અને સ્ત્રીઓની હજારો લાશોએ અને શહેરોનાં વિનાશે માનવતાને શરમાવી દીધાં હતાં. આ પરમાણુ હુમલાની આગ એવી ભયંકર હતી કે તેને યાદ કરતા પણ રૂવાંડા ઉભા થઇ જાય છે. એવું લાગે છે જો ક્યારેક પરમાણુ યુદ્ધ થશે તો આખી દુનિયાનો વિનાશ થઇ જશે.

image credit : Wikipedia
image Source : Wikipedia


જલિયાવાલા બાગ કાંડ

વૈશાખીનો પર્વ પુરા દેશમાં મનાવાય છે, પરંતુ ખાલસા પંથનો સ્થાપના દિવસ હોવાનાં કારણે પંજાબમાં તે ખાસ હોય છે. આ દિવસે મેળો તથા પવિત્ર નદીમાં સ્નાન કરી પૂજા થાય છે; પરંતુ ૧૯૧૯માં પૂર્વ અંગ્રેજ સરકારે ભારતીયોનાં દમન માટે ‘રોલેટ એક્ટ’નો ઉપહાર આપ્યો, જેમના વિરોધમાં અમૃતસરનાં જલિયાવાલા બાગમાં વિશાળ સભાનું આયોજન થયું. 

આ ભાગ ત્રણે તરફ દીવાલથી ઘેરાયેલ હતો, કેવળ એક જ તરફ આવવાં-જવાંનો ઘણો નાનો માર્ગ હતો. સભાની સુચના મળતાં જ જનરલ ડાયર ૯૦ સશસ્ત્ર સૈનિકો સાથે માર્ગને ઘેરી લીધો. ત્યારબાદ કોઈ ચેતવણી આપ્યાં વગર નિર્દોષ સ્ત્રી-પુરુષ, વૃદ્ધ-બાળકો પર ગોળી ચલાવી દીધી. સરકારી રીપોર્ટ અનુસાર તેમાં ૩૭૯ લોકો મર્યા તથા ૧૨૦૮ ઘાયલ થયા; પરંતુ સાચી સંખ્યા અનુક્રમે ૧૨૦૦ તથા ૩૬૦૦ છે. સેકડો લોકો ભાગદોડમાં કચડાયા અને મોટી સંખ્યામાં લોકો બાગમાં આવેલ કુવામાં પડી માર્યા ગયાં.

આ નરસંહારની વિરોધમાં પુરા દેશનું વાતાવરણ ગરમ થઈ ગયું. હંટર કમેટી’ સામે ખલનાયક ડાયરે સ્વયં સ્વીકાર કર્યો કે આવી દુર્ઘટના ઇતિહાસમાં દુર્લભ છે. આવું કરવા પાછળનું કારણ જણાવ્યું કે તેમને શક્તિ પ્રદર્શનનો આ સમય યોગ્ય લાગ્યો. તે એ પણ કહ્યું કે તેમની પાસે ગોળી સમાપ્ત ન થઈ હોત તો તે વધારે વાર ગોળી ચલાવત. તે ઈરછતો હતો કે એટલી મજબુતીથી ગોળી ચલાવે, જેનાથી ભારતીય ફરીથી શાસનનો વિરોધ કરવાની હિમત ન કરે.

ભારે વિરોધથી ગભરાઈ શાસને ૨૩ માર્ચ ૧૯૨૦નાં જનરલ ડાયરને બરખાસ્ત કરી ઇંગ્લેન્ડ મોકલી દીધાં, જ્યાં અનેક શારીરિક અને માનસિક વ્યાધિથી પીડાઈ ૨૩ જુલાઈ ૧૯૨૭ના તેમણે આત્મહત્યા કરી લીધી.


તે સમયનાં પંજાબનાં ગવર્નર માઈકેલ ઓડવાયર હતો. ડાયરનાં સિર પર તેમનું વરદહસ્ત રહેતું. તે પણ ૨૮ મેં ૧૯૧૯નાં ગવર્નર પદથી મુક્ત થઈ ઇંગ્લેન્ડ ચાલ્યો ગયો. ત્યાં તેમનાં પ્રશંસકોએ તેમને સમ્માનિત કરી મોટી ધનરાશિ ભેટ કરી.

તે ભારતની વિરોધમાં એક પુસ્તક પણ લખ્યું; પરંતુ ભારતમાના વીર સપુત ઉધમસિંહે લંડનનાં કૈક્સટન હોલમાં ૧૩ માર્ચ ૧૯૪૦નાં આ અપમાનનો બદલો લીધો. આ બાગની દીવાલો પર લાગેલ ગોળીનાં નિશાન આજે પણ તે ક્રૂર જનરલ ડાયરની યાદ અપાવે છે, જયારે ત્યાં સ્થિત અમર શહીદ જ્યોતિ આપણે દેશ માટે મરવા-મટવા પ્રેરે છે.

image credit : Wikipedia
image Source : Wikipedia