રેસલિંગમાં મહાકુંભમાં જાણીતું WWEમાં એ બધું છે; જે તેમનાં ફેન્સને જોઈએ. આ 'શો'માં રોમાન્સ, ફાઈટ અને
એન્ટરટાઈનમેંટનું જબરદસ્ત મિશ્રણ છે. આમ છતાંય લોકો મનમાં સવાલ ઉઠે છે કે ફાઈટ
અસલી છે કે નકલી? કદાવર પહેલવાન નાના પહેલવાન સામે કેમ હારી જાય છે? ફાઈટ દરમિયાન
લાગતી ચોટમાં નીકળતું લોહી અસલી છે કે ફેક? વગેરે વગેરે.
WWE નું Full Form 'World Wrestling
Entertainment' છે. રેસલિંગ બાળકોને ઘણું જ પસંદ છે; જેમનું WWE ધ્યાન પણ રાખે છે. લોકોનું માનવું છે કે અહીં ફક્ત મજબુત બોડીવાળા જ લોકો આવે
છે; પરંતુ એવું નથી. અહીં એ લોકો જ આવે છે જેમને દર્શક પસંદ કરે છે.
'આ મેચમાં કોણ જીતશે?' એ પહેલેથી જ નક્કી હોય છે
પરંતુ ફાઈટ અસલી હોય છે અને જે ખેલાડીને ચોટ લાગી હોય છે એ અસલી હોય છે. આ મેચમાં
ઘણીવાર હારનારને વધારે પૈસા મળે છે. WWEમાં આરોપ પણ લાગતાં
હોય છે કે સારી બોડી બનાવવા અને સ્ટેમિના માટે કેટલાંક રેસલર ડ્રગ્સ લે છે; તેમ
છતાંય તેમને રોકવા WWE વેલનેસ પોલીસી છે. આમ
છતાંય આવાં મામલો સામે આવતો રહે છે. WWE ફાઈટની સ્ક્રિપ્ટ ભલે
પહેલેથી જ લખાઈ હોય તેમ છતાંય કેટલીય વાર સાચે થયું છે કે રેસલરને ચોટ લાગી હોય
અને તે વિકલાંગ પણ થયા હોય. આ સિવાય મોટાભાગનાં કિસ્સામાં ખૂન અસલી હોય છે.
રિંગની નીચે કેટલીય પ્રકારનાં હથિયાર રાખવામાં આવે
છે, જેથી રેસલર તેમનો ઉપયોગ કરી શકે. આ હથિયારમાં 75% હથિયાર અસલી હોય છે. રિંગની
નીચે એક માઈક લગાવામાં આવે છે. જેથી રેસલર્સનો અવાજ ધ્યાનથી સાંભળી શકાય.
img cradit : vsk
લેડી ખલી : કવિતા દલાલ WWEમાં હિસ્સો લેનાર પહેલી ભારતીય મહિલા બનશે
img cradit : vsk
લેડી ખલી : કવિતા દલાલ WWEમાં હિસ્સો લેનાર પહેલી ભારતીય મહિલા બનશે
No comments:
Post a comment