Monday, 11 September 2017

ભૂદાન યજ્ઞનાં પ્રણેતા: વિનોબા ભાવે



સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ નિર્ધન ભૂમિહીનોને ભૂમિ અપાવવાવાળા 'ભૂદાન યજ્ઞ'નાં પ્રણેતા વિનાયક નરહરિ (વિનોબા ભાવે)નો જન્મ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૫નાં ગાગોદા ગામમાં થયો હતો. વિનોબા પર તેમની માં તથા ગાંધીજીનાં શિક્ષણનો ઘણો જ પ્રભાવ હતો. તેમની માંના આગ્રહથી તેમણે 'શ્રીમદ્ ભગવદગીતા'નો મરાઠીમાં કાવ્યાનુવાદ કર્યો. કાશી વિશ્વવિદ્યાલયમાં અધ્યયન દરમિયાન ગાંધીજીનાં વિચાર વાંચીને પ્રભાવિત થયાં અને પોતાનું જીવન ગાંધીજીને સમર્પિત કરી દીધું અને ગાંધીજીનાં નિર્દેશ પર સાબરમતી આશ્રમમાં વૃદ્ધાશ્રમની દેખરેખ કરવા લાગ્યાં. નોકરી કરવાની ઈચ્છા ન હોવાથી તેમણે કાશી જવાં પહેલાં જ શૈક્ષણિક પ્રમાણ પત્ર બાળી દીધાં હતા.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ૧૯૪૮માં વિનોબાએ 'સર્વોદય સમાજ'ની સ્થાપના કરી. ત્યારબાદ ૧૯૫૧માં ભૂદાન યજ્ઞનું બીડું ઉઠાવ્યું. તેઓ જમીનદારોને ભૂમિ દાન કરવા અપીલ કરતાં અને મળેલ ભૂમિ ગામનાં ભૂમિહીનોને વહેચી દેતાં. આમ તેમણે ૭૦ લાખ હેક્ટર ભૂમિ નિર્ધનોને વહેંચી કિસાનનો દર્જો અપાવ્યો. 

જયારે તેમનું શરીર શિથિલ થઈ ગયું ત્યારે તેઓ વર્ધામાં જ રહેવા લાગ્યાં. ત્યાં રહીને ગાંધીજીનાં આચાર, વિચાર અને વ્યવહાર અનુસાર કામ કરતાં. ગોહત્યા બંદી માટે અનેક પ્રયાસ કરવા છતાંય શાસન ધ્યાન ન આપતાં તેમનાં મન પર ભારે ચોટ લાગી. વિનોબાએ જેલ દરમિયાન અનેક ભાષાઓ શીખી. તેમનાં જીવનમાં સાદગી તથા પરોપકારની ભાવના ખુબ હતી. 

૧૫ નવેમ્બર, ૧૯૮૨નાં સંત વિનોબાનું દેહાંત થયું. તેમનાં જીવનકાળમાં તે 'ભારત રત્ન'નું સમ્માન ઠુકરાવી ચુક્યા હતાં. અંતે ૧૯૮૩માં શાસને તેમને મરણોપરાંત 'ભારત રત્ન'થી વિભૂષિત કર્યા.