Wednesday, 6 September 2017

ભારતીય સેના લાહોર સુધી પહોંચી


૬ સપ્ટેમ્બર, ૧૯૬૫ના ભારત પાકિસ્તાન વચ્ચેની વાસ્તવિક સીમા રેખાને પાર કરી ભારતીય થલ સેના ઝડપથી આક્રમણ કરી લાહોર હવાઈ અડ્ડા નજીક પહોંચી ગઈ. અહીં એક રોચક ઘટના બની. અમેરિકાએ ભારતને અપીલ કરી કે તે થોડાં સમય માટે યુદ્ધવિરામ કરે જેથી તેમનાં નાગરિક લાહોરમાંથી બહાર નીકળી શકે. આ વાત માનવા બદલ ભારતને નુકસાન પણ થયું. આ સમયે પાકિસ્તાને ભારતમાં હુમલો કરી ખેમકરણ પર કબજો કરી લીધો.

આ જંગમાં આશરે ભારતીય સેનાના ૩૦૦૦ અને પાકિસ્તાનના ૩૮૦૦ જવાન મૃત્યુ પામ્યાં. ભારતે પાકિસ્તાનનાં જે ક્ષેત્રમાં જીત હાસિલ કરી તે સિયાલકોટ, લાહોર અને કશ્મીરનાં અતિ ઉપજાઉ ક્ષેત્ર હતાં, જયારે પાકિસ્તાને ભારતનાં છંબ અને સિંધ જેવાં રેતીલા ક્ષેત્રમાં કબજો કર્યો.

રૂસના તાશકંદમાં ભારતનાં પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી અયૂબ ખાનની વચ્ચે ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬ના કરાર થયો. જેમાં બંને દેશ વચ્ચે કરાર થયાં કે ૫ ઓગસ્ટ પહેલાંની સ્થિતિનું પાલન કરી જીતેલી જમીનનો કબજો છોડી દેશે.

થોડા સમય બાદ તાશકંદમાં શાસ્ત્રીજીનું રહસ્યમય રીતે મોત થયું. સત્તાવાર તરીકે કહેવાયું કે ભયંકર શિયાળાના કારણે તેમને હાર્ટએટેક આવ્યું હતું. જયારે કોઈ માને છે કે ષડયંત્રના કારણે તેમની હત્યા થઇ હતી. કોઈ જાણકર એ સંભાવના બતાવે છે કે ભારત પાકિસ્તાન કરારનાં કેટલાક મુદ્દા પર સર્વસંમતિ કાયમ ન હોવાથી શાસ્ત્રીજી તણાવમાં આવી ગયા આથી તેમને હાર્ટએટેક આવ્યું.

No comments:

Post a Comment