Saturday, 9 September 2017

આધુનિક હિન્દી સાહિત્યનાં પિતામહ ભારતેન્દુ હરિશ્ચંદ્રહિન્દી સાહિત્યનાં માધ્યમથી નવજાગરણનો શંખનાદ કરવાવાળા ભારતેન્દુ હરિશ્ચંદ્રનો જન્મ કાશીમાં ૯ સપ્ટેમ્બર, ૧૮૫૦માં થયો હતો. ઘરમાં કાવ્યમય વાતાવરણનાં પ્રભાવથી તેમણે પાંચ વર્ષની ઉંમરે પોતાનો પહેલો દોહો લખ્યો હતો. આ જોઇને પિતા પ્રસન્ન થયાં અને આર્શીવાદ આપીને કહ્યું કે તું નિશ્વિત મારું નામ આગળ વધારીશ.

ભારતેન્દુજીનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી હતી. તેમણે દેશનાં વિભિન્ન ભાગોની યાત્રા કરી અને ત્યાંના સમાજની સ્થિતિ અને રીતિ-નીતિને ગહેરાઈથી જોઈ. આ યાત્રાનો પ્રભાવ તેનાં જીવન પર ખુબ જ પડ્યો.

ભારતેન્દુએ હિન્દીમાં 'કવિ વચન સુધા' પત્રિકાનું પ્રકાશન કર્યું. તે અંગ્રેજોની ખુશામતના વિરોધી હતાં. પત્રિકામાં સરકારને રાજદ્રોહની ગંધ આવતાં પત્રને મળતી શાસકીય સહાયતા બંધ થઈ ગઈ, પરંતુ તે પોતાનાં વિચારથી દ્રઢ રહ્યાં.

ભારતેન્દુની રાષ્ટ્ર ભાવનાનાં સ્વર 'નીલ દેવી' અને 'ભારત દુર્દશા' નાટકોમાં પ્રતિબિંબિત થયાં. પ્રખ્યાત સાહિત્યકાર ડૉ. શ્યામસુંદર વ્યાસે લખ્યું છે કે જે દિવસથી ભારતેન્દુ હરિશ્ચન્દ્રે પોતાના ભારત દુર્દશા નાટકનાં પ્રારંભમાં સમસ્ત દેશવાસીને સંબોધિત કરી દેશની નષ્ટ થયેલ અવસ્થા પર આંસુ વહેવડાવવા આમંત્રિત કર્યા, આ દેશ અને સાહિત્યનાં ઇતિહાસમાં તે દિવસ કોઈ મહાપુરુષના જન્મદિવસથી ઓછો મહત્વપૂર્ણ ન હતો.

આ આપણા દેશ, ધર્મ અને ભાષાનું દુર્ભાગ્ય છે કે આટલાં પ્રતિભાશાળી સાહિત્યકાર માત્ર ૩૫ વર્ષની અવસ્થામાં જ કાળના ગાળામાં સમાઈ ગયા. આ અવધિમાં તેમણે ૭૫થી વધારે ગ્રંથની રચના કરી, જે હિન્દી સાહિત્યની અમૂલ્ય નિધિ છે. જેમાં સાહિત્યનાં પ્રત્યેક અંગ સમાયેલ છે.


No comments:

Post a Comment