આપણે વિશાળ દુનિયામાં ઘણા જ પ્રકારના મંદિર જોયા હશે પરંતુ તમે એવું મંદિર જોયું છે જે દુરથી જાણે હવામાં લટકતું હોય! આ મંદિર ચીનમાં શાનસી પ્રાંતના પહાડની ચટ્ટાન ઉપર જે જમીનથી ૫૦ મીટરનું ઉંચાઈ પર બિરાજમાન છે. તેથી દુરથી જોતા હવામાં લટકતું હોય એવો ભાસ થાય છે. તે બોદ્ધ, તાઓ તથા કન્ફયુસીયસ એમ ત્રણ ધર્મથી મિશ્રિત છે. તેમજ ચીનની સુરક્ષિત પ્રાચીન વાસ્તુ નિર્માણ દ્વારા સ્થિત એક માત્ર અદભુત મંદિર છે. મંદિર ઉપર પહાડનો વિશાળ ટુકડો બહાર ફેલાયેલો હોવાથી એવું લાગે છે હમણા જ મંદિર ઉપર પાડી જશે.
આ ઐતિહાસિક મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરને ૨૦૧૦માં ટાઇમ પત્રિકામાં દુનિયાની અજીબ તથા ભયાનક ઈમારતોમાં સામેલ કરવામાં આવી હતી. આ ભયાનક મંદિરનું નિર્માણ કોંગસુ નામના પ્રાચીન સુપ્રસિદ્ધ ચીની શિલ્પી દ્વારા કરવામાં આવ્યું હતું.
મંદિરનો પ્રવેશ માર્ગ લાકડાનો બનેલો છે. જે પર્યટકોના ચાલવાથી લાકડીનો અવાજ તો આવે છે પરંતુ આજે પણ આ મંદિર સ્થિર જ દેખાય છે. અંદાજિત આ મંદિર ૧૬૦૦ વર્ષોથી પણ જુનું છે. ઉંચાઈ પર હોવાથી પુરથી રક્ષણ મળે છે તથા ટેકરીઓ ઘેરાયેલ હોવાથી સૂર્યથી પણ રક્ષણ મળે છે. તેથી જ આ મંદિર આજે પણ સુરક્ષિત છે. ચીનમાં સ્થિત આ મંદિર જેટલું ભયાનક સ્થાન પર છે એટલું જ લોકોને પોતાની તરફ આકર્ષે છે.
image credit : Wikipedia
image Source : Wikipedia
image credit : Wikipedia
image Source : Wikipedia
No comments:
Post a comment