સામાન્ય રીતે ફરવાનું બધાને જ ગમતું હોય છે. પરંતુ જયારે વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ હોય ત્યારે ફરવાની મજા જ કાઇક અલગ હોય છે. કારણ કે આ ઋતુમાં પ્રકૃતિ ચારે બાજુએ ખીલી ઉઠે છે. જેમાં આપણને પહાડો, નદીઓ, તળાવો વગેરે જગ્યાએ ફરવાનું મન થાય છે. ભારતમાં અનેક એવી જગ્યાઓ છે જે કુદરતી દ્રશ્યો માટે અન્ય દેશોમાં દુર્લભ જ જોવા મળે છે. અને એમાં ચોમાસા દરમિયાન તો ચારેબાજુ હરિયાળી જ હોય છે. ચોમાસાને ફરવા માટે ઉત્તમ ઋતુ માનવામાં આવે છે. આજે અમે તમને એવા જ એક દૂધસાગર ધોધ વિશે જણાવવાના છીએ.
દૂધસાગર ધોધ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલ ગોવા તથા કર્ણાટક રાજયની સરહદ પર વહેતી મંડોવી નદી પર આવેલો છે. આ ધોધ ચાર ભાગમાં વહેંચાયેલો છે.
જે ખુબ જ આકર્ષક છે. દૂધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે,
જેની ઉચાઇ ૩૧૦ મીટર
(૧૦૧૭ ફૂટ) તેમજ સરેરાશ
પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફૂટ) જેટલી છે.
આ ધોધ સહયાદ્રી પર્વતમાળામાં આવેલા ભગવાન મહાવીર અભયારણ્ય તથા મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાનના
રક્ષિત વિસ્તારમાં આવેલો
છે. આ મંડોવી નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે
છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવા માટે
ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે
વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.
image credit : Wikipedia
image Source : Wikipedia
દુનિયાના સૌથી સુંદર, અદ્ભુત અને
શાનદાર ધોધમાંથી એક છે દૂધસાગર ધોધ. આને જોતાં એવું લાગે છે જાણે કોઈ ઊંચા
પહાડમાંથી દૂધ વહી રહ્યું છે. ચોમાસા દરમિયાન આ ધોધ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત
કરે છે.વરસાદની મોસમમાં અહી ફરવાની મજા જ કઈક અલગ હોય છે. કારણ કે આ ધોધ જંગલો
ઊંચા શિખરો તેમજ હરિત પશ્ચિમ ઘાટથી ઘેરાયેલ છે.
image credit : Wikipedia
image Source : Wikipedia
ભેડાઘાટ - ધુંઆધાર ધોધ
No comments:
Post a comment