મિત્રો! તમે અમિતાભ બચ્ચનનું આ સુત્ર તો સાંભળ્યું જ હશે!! ‘કચ્છ નહીં
દેખા તો,
કુછ નહીં દેખા’ કચ્છ જીલ્લાના ભુજ શહેરથી ખાવડા તરફ જતા કચ્છનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવું ‘સફેદ રણ’ આવેલ છે. સફેદ રણ
એ લગભગ ૭,૫૦૫.૨૨ ચોરસ કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલ છે. તે ભારતનું
એક વિશાળ મીઠાનું રણ છે. અહીં શિયાળાની ઋતુ દરમિયાન મીઠાના પડ જામી જવાથી ચોતરફ જોતા તેનો નજારો સફેદ દેખાતો હોવાથી તેને ‘સફેદ રણ’ તરીકે ઓળખવામાં આવે છે.
પૂનમની ચાંદનીમાં આ
સફેદ રણ કાંઈક અલગ રૂપમાં જ સજેલ દેખાય છે. દર વર્ષે અહીં ગુજરાત સરકાર તરફથી ત્રણ મહિના માટે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને ‘રણોત્સવ’ કહેવામાં આવે છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ રણમાં વિવિધ
પશુ-પક્ષીઓ પણ જોવા મળે છે; જેવા કે વિશાળ સુરખાબ, જંગલી ઘુડખર
ગધેડા, ચિકારા, નીલ ગાય, કાળિયાર જેવી પ્રજાતિ બીજે ક્યાંક દુર્લભ
જ જોવા મળે છે.
તેને જોવા
વિવિધ દેશોમાંથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. જેમાં કચ્છની વિવિધ સ્થાનિક પ્રજાઓ પોતાની કળા અને ભાતીગળ સંસ્કૃતિ,
કચ્છના સંગીત, ભરતકામ વગેરેનું ઉદાહરણ
પૂરું પડે છે. આ રણમાં લોકો ઊંટ પર
બેસી કચ્છની કુદરતી સંસ્કૃતિનો નજારો માળે છે. આ અદભુત સ્થાન પર કેટલીક બોલીવુડ ફિલ્મો પણ
બનાવામાં આવી છે, જેમકે રેફ્યુજી. કચ્છના
આ રણમાં કુદરતી અને માનવ સર્જિત સંસ્કૃતિ એમ બન્નેની સુંદરતાની ઝલક જોવા મળે છે.
image Source : Wikipedia
No comments:
Post a comment