Thursday, 7 September 2017

શિક્ષણ એક અણમોલ રતન


"ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે."
– સ્વામી રામતીર્થ

આજે વિશ્વ સામે કેટલીય મુસીબતોનો પહાડ ઉભો છે. માણસોની થોડીક લાપરવાહી કોઈ પણ સમયે વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. પર્યાવરણ સંકટ, પ્રદુષણ, જનસંખ્યા, બેરોજગારી, બીમારી, કુદરતી આપત્તિ વગેરેથી પૂરું વિશ્વ ઘેરાઈ ગયું છે. આ બધી મુસીબતોથી બચવાનો કોઈ એક રસ્તો હોય તો તે એકમાત્ર માણસોની સૂઝબૂઝ અને તકનીકી. આ બંને વસ્તુ શિક્ષણ પ્રાપ્ત કર્યા વગર મેળવવી મુશ્કેલ જ છે. આજે વિકાસનાં આ દોરમાં શિક્ષણ જ સૌથી મોટું સહાયક પરિબળ છે. શિક્ષણ એ એવું ધન છે જે મનુષ્યની સાથે હંમેશા રહે છે, જે ન તો કોઈને આપવાથી ઘટે છે અને ન તો કોઈ ચોરી શકે છે.

ઈતિહાસ એ વાતનું સાક્ષી રહ્યું છે કે જે દેશ સભ્યતા અને જ્ઞાનને અપનાવેલ છે તેમનો વિકાસ અભૂતપૂર્વ ગતિથી થયો છે. શિક્ષણનાં મહત્વનું વર્ણન શબ્દોમાં કરવું એકદમ મુશ્કેલ કાર્ય છે. આથી જ કદાચ દર વર્ષે ૮ સપ્ટેમ્બરે 'વિશ્વ સાક્ષરતા દિવસ' મનાવવામાં આવે છે.

નિરક્ષર હોવું કે ઓછું શિક્ષણ હોવાને કારણે કોઈ પણ દેશને કેટલું નુકસાન ઉઠાવું પડે છે તેમનું સબૂત તેમનાં વિકાસદરથી જાણી શકાય છે. વિશ્વમાં સાક્ષરતાને ધ્યાનમાં રાખતાં ૧૭ નવેમ્બર ૧૯૬૫નાં સંયુક્ત રાષ્ટ્રનાં શૈક્ષિક, વૈજ્ઞાનિક એવં સાંસ્કૃતિક સંગઠને (યુનેસ્કો) ૮ સપ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિવસ (International Literacy Day) ઘોષિત કર્યો. વિશ્વ સાક્ષરતા દિવસ સૌપ્રથમ વખત ૧૯૬૬માં મનાવવામાં આવેલો હતો. આ ઉત્સવ દુનિયાભરમાં મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર એ વૈશ્વિક સમુદાયને સાક્ષરતા પ્રતિ જાગૃત કરવાં માટે તેમની શરૂઆત કરી હતી અને પ્રત્યેક વર્ષ એક નવાં ઉદ્દેશ સાથે વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે.

સાક્ષરતાનું તાત્પર્ય ફક્ત વાંચવું-લખવું નથી બલ્કે સમ્માન, અધિકાર, કર્તવ્ય અને સામાજિક વિકાસ પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. દુનિયામાં શિક્ષણ અને જ્ઞાન બહેતર જીવન જીવવાનું એક જરૂરી માધ્યમ છે. સાક્ષરતા, ગરીબી, ભ્રષ્ટાચાર અને આંતકવાદીથી નિપટવામાં સહાયક અને સમર્થ છે. આજે નિરક્ષરતા દેશની પ્રગતિમાં ઘણી મોટી બાધા છે.

ભારત સરકારે સાક્ષરતા વધારવા માટે સર્વ શિક્ષા અભિયાન, સાક્ષર ભારત મિશન, મિડ ડે મીલ યોજના, પ્રોઢ શિક્ષા યોજના, રાજીવ ગાંધી સાક્ષરતા મિશન વગેરે અભિયાન ચલાવવામાં આવ્યા છે પરંતુ સફળતા આશાને અનુરૂપ પ્રાપ્ત થઈ નથી. આમાંની એક મીલ ડે જ એક એવી યોજના છે, જે દેશમાં સાક્ષરતા વધારવામાં મુખ્ય ભૂમિકા નિભાવી. તેમની શરૂઆત તમિલનાડુમાં થઇ હતી. ત્યાં ૧૯૮૨નાં તત્કાલીન મુખ્યમંત્રી એમ. જી. રામચંદ્રને ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં સ્કૂલી બાળકોને પ્રતિદિન નિઃશુલ્ક ભોજન આપવાની યોજના શરૂ કરી હતી.

No comments:

Post a Comment