Monday, 4 September 2017

પહેલાં શિક્ષક અને પછી રાષ્ટ્રપ્રમુખ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનહિંદુ સંસ્કૃતિમાં ગુરુનો ખૂબ જ મહિમા ગવાયો છે. ગુરુ એટલે જીવનમાં ડગલેને પગલે માર્ગદર્શન પૂરું પાડનાર. ભગવાન શ્રી રામ અને કૃષ્ણ શિક્ષા મેળવવા બાળપણમાં પોતાનું ઘર છોડીને શિક્ષા ગ્રહણ કરી તેમજ પોતાનું જીવન સાર્થક બનાવ્યું. આપને હમેશાં વિદ્યા જેવું ધન મેળવવાં સાચાં ગુરુની શોધ કરતાં આવ્યાં છીએ; કારણ કે એક સારા અને સાચાં શિક્ષક જ આપણું સારું ભવિષ્ય નિર્માણ કરી શકે. જુદાં જુદાં દેશોમાં શિક્ષક દિન જુદાં જુદાં દિવસે ઉજવાય છે. વિશ્વ શિક્ષક દિન ૫ ઓક્ટોબરે ઉજવાય છે પરંતુ ભારતમાં દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે ઉજવાય છે; જે ભારતનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસ નિમિતે શિક્ષક દિન મનાવવામાં આવે છે.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ૫ સપ્ટેમ્બર ૧૮૮૮નાં તમિલનાડુનાં તિરૂત્તામાં જન્મેલ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્રિતીય રાષ્ટ્રપતિ હતાં. સાથે જ તેઓ ભારતીય તત્વચિંતક અને રાજપુરુષ હતાં. ૨૦ સદીનાં વિદ્વાનોમાંના એક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું.

બાળપણથી જ તેઓ ભણવામાં હોશિયાર હતાં. ૧૯૦૬માં તેઓ મદ્રાસ કોલેજથી ફિલોસોફી પર માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી. જયારે તેઓ ૨૦ વર્ષનાં હતાં ત્યારે તેમને ફિલોસોફીનો વિષય પસંદ ન હતો પરંતુ તેમનાં દૂરનાં એક ભાઈ જે તેમની સાથે અભ્યાસ કરતાં હતાં તેઓ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતાં. આ પુસ્તકો તે સમય પસાર કરવાં માટે વાંચતા પરંતુ આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો.

૧૯૦૯માં તેઓ ફિલોસોફીનાં અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આ સાથે તેઓ લેખનકાર્ય પણ કરતાં હતાં. તેમનાં સૌથી પહેલાં પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતનાં પ્રતિનિધિ તરીકે કાર્યરત રહ્યાં. ૧૯૪૯-૫૨ દરમિયાન સોવિયત યુનિયન ખાતે તેઓ ભારતનાં રાજદૂત રહ્યાં.

૧૯૫૨માં રાધાકૃષ્ણન જયારે રાષ્ટ્રપતિ બન્યાં ત્યારે તેમનાં મિત્રો અને વિદ્યાર્થીઓ એ તેમનાં જન્મદિવસની ઉજવણી માટે ઉત્સાહ બતાવ્યો. જોકે રાધાકૃષ્ણન પોતાનાં જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું. બસ ત્યારથી જ ભારતભરમાં તેમનાં જન્મદિવસ નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.

દેશ અને દુનિયામાં ડૉ. રાધાકૃષ્ણનન દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતાં થયાં. વર્ષો પહેલાં પ્લેટોએ લખેલું કે આદર્શ રાજય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. સર્વપલ્લી રાધાકૃષ્ણનન રાષ્ટ્રપતિ બન્યાં એટલે આ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ.

પહેલાં પોતાને શિક્ષક અને પછી રાષ્ટ્રપ્રમુખ માનનાર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ૧૭મી એપ્રિલ ૧૯૭૫ની વહેલી સવારે આ દુનિયામાંથી હમેશાં માટે તેઓ વિદાય લઈ લીધી.

ગુરુ પૂર્ણિમા
સ્વામી વિવેકાનંદ 

No comments:

Post a Comment