તમે જાણતાં જ હશો કે દેશને આઝાદી અપાવનાર વ્યક્તિઓને અલગ અલગ ઉપાધિથી બોલાવામાં આવે છે. આજે અમે તમને એ બતાવીશું કે દેશને સ્વતંત્રતા અપાવનાર વીરોને કેવી રીતે આ ઉપાધિ પ્રાપ્ત થઈ.
1. ચંદ્રશેખર આઝાદ – આઝાદ
ચંદ્રશેખરે પોતાને જ આઝાદ ઘોષિત કરી દીધાં હતાં.
મહાત્મા ગાંધી એ ૧૯૨૧માં અસહયોગ આંદોલનનો પ્રારંભ કરેલો. તેમાં એક ચંદ્રશેખર પણ શામેલ હતાં અને એક દિવસ તે ધરના દેતાં પકડાઈ ગયાં. તે સમયે તેમની ઉમર કેવળ ૧૪ વર્ષની હતી. તેમને પારસી મજિસ્ટ્રેટ ખરેઘાટની અદાલતમાં પેશ કરવામાં આવ્યાં. મજિસ્ટ્રેટે બાળકને તેમની વ્યક્તિગત જાણકારીઓ પૂછવાનું શરૂ કર્યું.
જજ - તારું નામ શું છે?
ચંદ્રશેખર – મારું નામ આઝાદ છે.
જજ – તારા પિતાનું નામ શું છે?
ચંદ્રશેખર – મારા પિતાનું નામ સ્વાધીન છે.
જજ – તારું ઘર ક્યાં છે?
ચંદ્રશેખર – મારું ઘર જેલખાનું છે.
મેજિસ્ટ્રેટ આ ઉત્તરોથી ચિડાઈને તેમને ૧૫ બેંતોની સજા સંભળાવી. દરેક બેંત સાથે તે ‘ભારત માતાની જય’ બોલતાં હતાં. આ ઘટના બાદ ચંદ્રશેખરનું નામ ‘આઝાદ’ની ઉપાધિ સાથે જોડાઈ ગયું.
2. વલ્લભભાઇ પટેલ – સરદાર
સરદાર વલ્લભભાઈને આ ઉપાધિ મહાત્મા ગાંધી એ આપી હતી.
બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ત્યાંની મહિલાઓ તરફથી ગાંધીજી એ તેમને ‘સરદાર’ની ઉપાધિ પ્રાપ્ત કરી.
બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ત્યાંની મહિલાઓ તરફથી ગાંધીજી એ તેમને ‘સરદાર’ની ઉપાધિ પ્રાપ્ત કરી.
3. બાળ ગંગાધર તિલક – લોકમાન્ય
બાળ ગંગાધર તિલકની સરકાર વિરોધી ગતિવિધિઓએ એક સમયે તેમને બ્રિટીશ સરકાર સાથે ટકરાવની સ્થિતિમાં લાવી ઉભા કરી દીધાં. તેમની પર ૧૯૩૭માં પહેલી રાજદ્રોહનો મુકદમો ચલાવામાં આવ્યો. સરકારે તેમની પર રાજદ્રોહનો મુકદમો લગાવી તેમને જેલ મોકલી દીધાં. આ મુકદમામાં અને સજાનાં કારણે તેમને ‘લોકમાન્ય’ની ઉપાધિ પ્રાપ્ત થઈ.
4. સુભાષચંદ્ર બોઝ – નેતાજી
સુભાષચંદ્ર બોઝને સન ૧૯૪૨માં જર્મનીમાં સૌથી પહેલાં ‘નેતાજી’ કહી પુકારવામાં આવ્યાં. કેટલાંક જાણકારોનું માનવું છે કે મહાત્મા ગાંધી દ્વારા સુભાષચંદ્રને ‘નેતાજી’ની ઉપાધિ પ્રાપ્ત થઈ પરંતુ એતિહાસિક રેકોર્ડ અનુસાર ૯ જુલાઈ ૧૯૪૩નાં સિંગાપુરમાં થયેલી એક રેલી દરમિયાન અધિકારિક તૌર પર સુભાષચંદ્રને ‘નેતાજી’ કહી સંબોધિત કરવામાં આવ્યાં હતાં.
5. મોહનદાસ ગાંધી – રાષ્ટ્રપિતા
૪ જુન ૧૯૪૪’નાં સુભાષચંદ્ર બોસે સિંગાપુર રેડિયોથી એક સંદેશ પ્રસારિત કરતાં મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહી સંબોધ્યા હતાં.
img cradit : wikipedia
ખતરનાક કાર્ય માટે હરીફાઈ કરનાર દેશભક્ત : ક્રાંતિવીર રાજગુરુ
ઐતિહાસિક દિવસ - કાકોરી કાંડ
જયારે તિરંગો ફરકી ઉઠ્યો.........
No comments:
Post a comment