Tuesday, 26 September 2017

googleની પ્રમુખ સેવાઓ

કોઈ વ્યક્તિને સીધી સાદી ભાષામાં પૂછવામાં આવે કે ગૂગલ શું છે? તો નક્કી એમનો જવાબ તે એક સર્ચ એન્જિન છે. આવાં પ્રકારનો જ તેમનો કંઇક જવાબ હશે. ગૂગલ એવું એક સાધન છે જેમની મદદથી આપણે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કોઈ પણ શબ્દની માહિતી હાસંલ કરી શકીએ છીએ. ગૂગલ એક સર્ચ એન્જિન હોવાની સાથેસાથે એક મલ્ટી નેશનલ કંપની પણ છે. તે માત્ર કોઈ વિષયની જાણકારી હાસંલ કરવામાં જ નહિ પરંતુ કલાઉડ કંપ્યુટિંગ, સર્ચ, સોફ્ટવેર ડાઉનલોડ વગેરે માટે પણ મદદ કરે છે.


ગૂગલ એ અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે; જે મુખ્યત્વે ઇન્ટરનેટ   સર્ચ, ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપે છે. આ કંપનીની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં પીએચડીનાં વિદ્યાર્થી લેરી પેજ અને સર્જી બ્રિન દ્વારા કરવામાં આવી હતી. ૪ સપ્ટેમ્બર ૧૯૯૮નાં રોજ ગૂગલને કંપનીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. તેમનો પહેલાં સાર્વજનિક કાર્યક્રમનો પ્રારંભ ૧૯ ઓગસ્ટ ૨૦૦૪માં થયો. આ જ દિવસે લેરી પેજ, સર્જી બ્રિન અને એરિક સ્ખ્મિડટ એ ગુગલમાં આગળના ૨૦ વર્ષ સુધી એકસાથે કાર્ય કરવાની સમતિ લીધી. કંપનીની શરૂઆતમાં જ "વિશ્વમાં જ્ઞાનને વ્યવસ્થિત તથા સર્વત્ર ઉપલબ્ધ અને નફાકારક" એ કથિત મિશન રહ્યું. આ કંપનીનું વડું મથક અમેરિકાનાં કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે.

તમે જાણતાં જ હશો કે ગૂગલની સૌથી મોટો અને લોકપ્રિય સેવા હોય તો તે સર્ચ સેવા છે. દુનિયામાં ઇન્ટરનેટ પર થતાં સર્ચમાંથી 65%થી વધારે સર્ચિંગ ગૂગલમાંથી થાય છે. દર મહિને ગૂગલ પર 100 બિલિયનથી પણ વધારે સર્ચ થાય છે. આ સર્ચ મોટેભાગે ઈમેલ, યુ ટ્યુબ, બ્લોગસ્પોટ, એડસેન્સ, મેપ્સ, સમાચાર, પુસ્તકો, ગૂગલ પ્લસ, ગૂગલ પ્લે, અનુવાદ વગેરે પ્રકારનું હોય છે.

ગૂગલની મુખ્ય સેવાઓ:

➤ સર્ચ

ઉપર જણાવ્યું તે મુજબ સર્ચ એ ગૂગલની સૌથી મોટી અને લોકપ્રિય સેવા છે.

➤ ઈમેલ

ઈમેલ માટે જાણીતી જીમેલની શરૂઆત 1 એપ્રિલ 2004નાં કરવામાં આવી હતી. જૂન 2012માં મળેલ સત્તાવાર આંકડા અનુસાર ગૂગલનાં 425 મિલિયન સક્રિય વપરાશકર્તા નોંધાયેલા છે.

➤ યુ ટ્યુબ

દુનિયાની સૌથી મોટી વિડિયો સંગ્રહકર્તા સાઈટ યુ ટ્યુબને ગુગલે 2009માં ખરીદેલી. આ સાઈટ વપરાશકર્તાઓને વિડિયો અપલોડ કરવાની સુવિધાઓ પૂરી પડે છે. દર સેકન્ડે યુ ટ્યુબ પર વપરાશકર્તા 1 કલાકનો વિડિયો અપલોડ કરે છે. 4 બિલિયન પણ વધારે લોકો દરરોજ વિડિયો જોવે છે.

➤ બ્લોગસ્પોટ

પહેલાં તે બ્લોગર તરીકે જાણીતી હતી; જે સેવા 2003માં પાયર લેબ પાસેથી ખરીદી હતી. આ સેવા પોતાનાં મનગમતાં વિષય પર બ્લોગ બનાવવાની સગવડતા પૂરી પાડે છે, જે હાલમાં બ્લોગસ્પોટ તરીકે ઓળખાય છે. અહીં જાહેરાત કરવની છૂટછાટ હોવાથી લોકો બ્લોગસ્પોટની મદદથી કમાણી પણ કરી શકે છે.

➤ એડસેન્સ
એડસેન્સ એ ગૂગલની જાહેરાત માટેનો પ્રકલ્પ છે. અહીં લખાણ, ફોટો, વિડિયો વગેરેને અનુરૂપ જાહેરાત આવે છે. આ સુવિધાની શરૂઆત 2003માં કરવામાં આવેલી હતી. વ્યવસાયિક બ્લોગરમાં આ એડ્સન એ કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. ગૂગલની આવકનો ઘણોખરો ભાગ પણ એડસેન્સમાંથી જ આવે છે.

➤ મેપ્સ

મેપ્સની મદદથી તમે બે સ્થળો વચ્ચેનું અંતર જાણી શકો છો. આ અંતર ઉપગ્રહની મદદથી જાની શકાય છે. હાલનાં સ્માર્ટ ફોનમાં ગૂગલ મેપ્સ નામની એપ્લિકેશનનો વપરાશ ઘણો જ વધ્યો હતો.

➤  ગૂગલ પ્લે

તે ગુગલની ખાસ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ઑપરેટિંગ સિસ્ટમ માટેનાં સૉફ્ટવેર અને ગેમ્સ માટેની વેબસાઇટ છે. તેમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માટે ઘણા બધા સૉફ્ટવેર, ગેમ્સ, ફિલ્મો અને પુસ્તકો ઉપલબ્ધ છે. વપરાશકર્તા ગૂગલ પ્લેની મદદ તેમનાં સ્માર્ટ ફોન પરથી સીધુ જ ડાઉનલોડ કરી શકે છે.

➤ ગૂગલ પ્લસ

તે ગુગલની સોસિયલ નેટવર્કીંગ વેબસાઈટ છે. તેમાં ઉપયોગકર્તા તેમના પરિવારજન અને મિત્ર સાથે જોડાય શકે છે તેમજ તે ફોટાઓ, લખાણ, વીડિયો વગેરે શેર કરી શકે છે. ગૂગલ પ્લસ તદ્દન નવાં પ્રકારની અને ખુબજ લોકપ્રિય વેબસાઇટ છે.

➤ અનુવાદ

ગુગલ ટ્રાન્સલેટમાં લગભગ ૮૧ જેટલી ભાષાઓ ઉપલબ્ધ છે. જેમનો ઉપયોગ અનુવાદ કરવા માટે થાય છે. દા.ત., ગુજરાતી ભાષાનો અંગ્રેજી અનુવાદ.

image credit : Wikipedia
image Source : Wikipedia

કમ્પ્યુટર વિશે અવનવું

કમ્પ્યુટર હાર્ડવેર
 

No comments:

Post a Comment