➤ ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી?
ઈ.સ.૧૬૦૮માં ડચના ચશ્માં બનાવનાર વ્યક્તિ હેન્સ લીપ્રશે એ પહેલું ટેલિસ્કોપ બનાવ્યું હતું. તેણે જોયું કે ટ્યુબના બને છેડે એક-એક લેન્સ મુકવાથી દૂરની વસ્તુ પ્રમાણમાં મોટી દેખાય છે. ઈ.સ.૧૬૦૯માં ઇટાલીના વૈજ્ઞાનિક ગેલેલિયો ગેલીલી નાના ટેલિસ્કોપના ઉપયોગથી આકાશનો અભ્યાસ કરતો. આ ટેલિસ્કોપનો ઉપયોગ તે ચંદ્રની સપાટીના અભ્યાસ તેમજ ગુરુ ગ્રહના ચાર ચંદ્રનો અભ્યાસ કરવા માટે કરતો.
પરાવર્તિત ટેલિસ્કોપમાં અરીશાનો ઉપયોગ થાય છે જેના કારણે અવકાશ વિજ્ઞાનીને ગ્રહો અને તારાઓ ચોખ્ખા અને મોટા દેખાય છે. ઈ.સ.1668માં અંગ્રેજ વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટને સૌપ્રથમ પરાવર્તિત ટેલિસ્કોપની રચના કરી. આ ટેલિસ્કોપ પ્રકાશના કિરણો અરીસામાંથી કોઈ એક છેડા પર એકત્રિત કરે છે. આ કિરણોને અરીસો સપાટ અને ત્રાંસા અરીસા પર પરાવર્તિત કરતાં એક ચિત્ર બને છે. ત્યારબાદ લેન્સ આ ચિત્રને કદમાં મોટું દર્શાવે છે.
➤ રેડિયો ટેલીસ્કોપ શું છે?
અવકાશ વૈજ્ઞાનિકો રેડિયો ટેલિસ્કોપ જે કમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે તે અવકાશમાં દૂર રહેલ પદાર્થોમાંથી આવતાં રેડિયોતરંગો, અવકાશી પદાર્થો જેવાં કે બ્લેક હોલ અને આકાશગંગા પણ ગામા કિરણો, ઇન્ફ્રા રેડ કિરણો, પારરક્ત કિરણો વિશેષ ટેલિસ્કોપ દ્વારા પકડી લેવામાં આવે છે. વાતાવરણ મોટાભાગના આ પ્રકારના કિરણોને વાતાવરણની બહાર રહેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ઝીલવામાં આવે છે.
➤ હબલ ટેલીસ્કોપ કયા છે?
ઈ.સ. ૧૯૯૦માં હબલ અવકાશી ટેલિસ્કોપ અવકાશમાં ૬૦૦ કિ.મી. ઊચે મુકવામાં આવ્યું. જે આજે પણ પૃથ્વી પર રહેલા અન્ય ટેલિસ્કોપની જેમ જ કામ કરે છે પરંતુ તે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પૃથ્વી વાતાવરણની બહાર રહીને આ ટેલિસ્કોપ ૧૨ લાખ પ્રકાશવર્ષ દૂર સુધીના અંતરના ચોખ્ખા ફોટા લઈ શકે છે. હબલ ટેલિસ્કોપને કારણે અવકાશી વૈજ્ઞાનિકોને બ્લેક હોલ અને તારા કેવી રીતે જન્મે છે તથા મૃત્યુ પામે છે તે અંગે ઘણી જાણકારી મળે છે.
Source credit: વિજ્ઞાન અને ટેકનોલોજી જ્ઞાનકોષ
Image credit : Wikipedia
No comments:
Post a comment