Thursday, 28 September 2017

ઈન્સ્ટન્ટ નુડલ્સ

ઈન્સ્ટન્ટ નુડલ્સની શોધ ઈ.સ. ૧૯૫૮માં થયેલી. નુડલ શબ્દ એ જર્મનનો છે. લગભગ ચાર હજાર વર્ષ પૂર્વે ચીનમાં પણ નુડલ્સ બનાવવામાં આવતાં હતાં. હાલનાં બજારમાં ઈન્સ્ટન્ટ નુડલ્સનો સૌથી વધારે હિસ્સો નેસ્લે કંપનીની મેગીનો છે. આ સિવાય પણ બજારમાં ઘણી કંપનીનાં નુડલ્સ વેચાણમાં છે. જેમ કે ટોપરમેન, ચીગ્ન્સ સિક્રેટ, સ્મિથ એન્ડ જોન્સ વગેરે. 


નુડલ્સ અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે અને અલગ અલગ સ્વાદ જોવા મળે છે. વિશ્વમાં ભારત, ચીન, નેપાળ, જાપાન જર્મન, શ્રીલંકા, કોરિયા, અમેરિકા જેવા દેશોમાં નુડલ્સનું મોટું માર્કેટ છે. નુડલ્સ ઘઉં, ચોખા, બાજરો કે અન્ય પ્રકારનાં લોટથી સૂકાયેલ પાતળાં અને લાંબા રેસાઓ હોય છે; જે ઉકળતા પાણી કે તેલમાં નાખીને પકવવામાં આવે છે. જયારે નુડલ્સ સૂકાયેલાં હોય છે ત્યારે તે મોટેભાગે લાકડી જેવાં સખ્ત હોય છે પરંતુ તેને ઉકાળતાં જ તે મુલાયમ થઈ જાય છે અને ખાવા યોગ્ય બની જાય છે.

ચીની ઈતિહાસકારો મુજબ દુનિયામાં નુડલ્સનો સૌથી પ્રાચીન સુરાગ ચીનનાં ચિંગ હઈ રાજ્યથી મળેલાં છે. ચીન સિવાયનાં વિશેષજ્ઞો આ દવા પર શંકા કરે છે. ચીની વિશેષજ્ઞોનું કહેવું છે કે પ્રાચીન નુડલ્સ એટલાં નાજુક હતા કે તેને ઉઠાવતાં જ ચૂર્ણ થઈ પડી ગયા. આથી હવે તેમનું કોઈ સબૂત બાકી નથી વધ્યું. આ માટે એક વિવાદ પણ છે. મોટાભાગનાં વિદ્વાનોનું માનવું છે કે નુડલ્સની શરૂઆત મધ્ય એશિયા સ્થિત તારિમ ઘાટીમાં થયો હતો. 


ભારતમાં ઉત્તર પ્રદેશના ખાદ્ય વિભાગ દ્વારા મેગીની તપાસ કરતા તેમાં લેડ એટલે સીસુનું પ્રમાણ વધુ હોવાથી આરોગ્ય માટે નુકશાનકારક છે, તથા વધુ પડતું મોનો સોડિયમ ગ્લુંટેમાઈટ મળી આવતા ઘણો વિરોધ થયો હતો. અને નેસ્લે કંપની પર કેસ દાખલ કર્યો હતો. લાંબા સમય સુધી પ્રતિબંધ રહેલી મેગી બજારમાં આવતા જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. તેનું પુષ્કળ વેચાણ થયું.

 નુડલ્સ એક એવી વાનગી છે જે બાળકો જ નહિ પણ વૃદ્ધોને પણ  પ્રિય છે. આથી જ બજારમાં વિવિધ પ્રકારના ઈન્સ્ટન્ટ નુડલ્સ ઉપલબ્ધ છે. નેસ્લે મેગી પર પ્રતિબંધ આવ્યાં પછી નુડલ્સની બીજી કંપનીને ભરપુર લાભ થયો. તેવામાં જ પતંજલિ ને આટા નુડલ્સ લાવીને બધાં ને પડકાર આપ્યો છે. 

image credit : Wikipedia
image Source : Wikipedia

દુનિયાભરની લોકપ્રિય બ્રાંડ પાર્લે જી


Wednesday, 27 September 2017

અવકાશી યંત્ર - ટેલિસ્કોપ


➤ ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી?

ઈ.સ.૧૬૦૮માં ડચના ચશ્માં બનાવનાર વ્યક્તિ હેન્સ લીપ્રશે એ પહેલું ટેલિસ્કોપ બનાવ્યું હતું. તેણે જોયું કે ટ્યુબના બને છેડે એક-એક લેન્સ મુકવાથી દૂરની વસ્તુ પ્રમાણમાં મોટી દેખાય છે. ઈ.સ.૧૬૦૯માં ઇટાલીના વૈજ્ઞાનિક ગેલેલિયો ગેલીલી નાના ટેલિસ્કોપના ઉપયોગથી આકાશનો અભ્યાસ કરતો. આ ટેલિસ્કોપનો ઉપયોગ તે ચંદ્રની સપાટીના અભ્યાસ તેમજ ગુરુ ગ્રહના ચાર ચંદ્રનો અભ્યાસ કરવા માટે કરતો.
 


➤ પરાવર્તિત ટેલિસ્કોપ કેવી રીતે કામ કરે છે?

પરાવર્તિત ટેલિસ્કોપમાં અરીશાનો ઉપયોગ થાય છે જેના કારણે અવકાશ વિજ્ઞાનીને ગ્રહો અને તારાઓ ચોખ્ખા અને મોટા દેખાય છે. ઈ.સ.1668માં અંગ્રેજ વૈજ્ઞાનિક આઈઝેક ન્યુટને સૌપ્રથમ પરાવર્તિત ટેલિસ્કોપની રચના કરી. આ ટેલિસ્કોપ પ્રકાશના કિરણો અરીસામાંથી કોઈ એક છેડા પર એકત્રિત કરે છે. આ કિરણોને અરીસો સપાટ અને ત્રાંસા અરીસા પર પરાવર્તિત કરતાં એક ચિત્ર બને છે. ત્યારબાદ લેન્સ આ ચિત્રને કદમાં મોટું દર્શાવે છે.

રેડિયો ટેલીસ્કોપ શું છે?

અવકાશ વૈજ્ઞાનિકો રેડિયો ટેલિસ્કોપ જે કમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે તે અવકાશમાં દૂર રહેલ પદાર્થોમાંથી આવતાં રેડિયોતરંગો, અવકાશી પદાર્થો જેવાં કે બ્લેક હોલ અને આકાશગંગા પણ ગામા કિરણો, ઇન્ફ્રા રેડ કિરણો, પારરક્ત કિરણો વિશેષ ટેલિસ્કોપ દ્વારા પકડી લેવામાં આવે છે. વાતાવરણ મોટાભાગના આ પ્રકારના કિરણોને વાતાવરણની બહાર રહેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ઝીલવામાં આવે છે.


હબલ ટેલીસ્કોપ કયા છે?

ઈ.સ. ૧૯૯૦માં હબલ અવકાશી ટેલિસ્કોપ અવકાશમાં ૬૦૦ કિ.મી. ઊચે મુકવામાં આવ્યું. જે આજે પણ પૃથ્વી પર રહેલા અન્ય ટેલિસ્કોપની જેમ જ કામ કરે છે પરંતુ તે વધારે સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પૃથ્વી વાતાવરણની બહાર રહીને આ ટેલિસ્કોપ ૧૨ લાખ પ્રકાશવર્ષ દૂર સુધીના અંતરના ચોખ્ખા ફોટા લઈ શકે છે. હબલ ટેલિસ્કોપને કારણે અવકાશી વૈજ્ઞાનિકોને બ્લેક હોલ અને તારા કેવી રીતે જન્મે છે તથા મૃત્યુ પામે છે તે અંગે ઘણી જાણકારી મળે છે.

Source credit: વિજ્ઞાન અને ટેકનોલોજી જ્ઞાનકોષ
 Image credit : Wikipedia

Tuesday, 26 September 2017

googleની પ્રમુખ સેવાઓ

કોઈ વ્યક્તિને સીધી સાદી ભાષામાં પૂછવામાં આવે કે ગૂગલ શું છે? તો નક્કી એમનો જવાબ તે એક સર્ચ એન્જિન છે. આવાં પ્રકારનો જ તેમનો કંઇક જવાબ હશે. ગૂગલ એવું એક સાધન છે જેમની મદદથી આપણે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કોઈ પણ શબ્દની માહિતી હાસંલ કરી શકીએ છીએ. ગૂગલ એક સર્ચ એન્જિન હોવાની સાથેસાથે એક મલ્ટી નેશનલ કંપની પણ છે. તે માત્ર કોઈ વિષયની જાણકારી હાસંલ કરવામાં જ નહિ પરંતુ કલાઉડ કંપ્યુટિંગ, સર્ચ, સોફ્ટવેર ડાઉનલોડ વગેરે માટે પણ મદદ કરે છે.


ગૂગલ એ અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે; જે મુખ્યત્વે ઇન્ટરનેટ   સર્ચ, ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવાઓ આપે છે. આ કંપનીની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં પીએચડીનાં વિદ્યાર્થી લેરી પેજ અને સર્જી બ્રિન દ્વારા કરવામાં આવી હતી. ૪ સપ્ટેમ્બર ૧૯૯૮નાં રોજ ગૂગલને કંપનીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. તેમનો પહેલાં સાર્વજનિક કાર્યક્રમનો પ્રારંભ ૧૯ ઓગસ્ટ ૨૦૦૪માં થયો. આ જ દિવસે લેરી પેજ, સર્જી બ્રિન અને એરિક સ્ખ્મિડટ એ ગુગલમાં આગળના ૨૦ વર્ષ સુધી એકસાથે કાર્ય કરવાની સમતિ લીધી. કંપનીની શરૂઆતમાં જ "વિશ્વમાં જ્ઞાનને વ્યવસ્થિત તથા સર્વત્ર ઉપલબ્ધ અને નફાકારક" એ કથિત મિશન રહ્યું. આ કંપનીનું વડું મથક અમેરિકાનાં કેલીફોર્નીયામાં માઉન્ટેનવ્યૂ ખાતે આવેલું છે.

તમે જાણતાં જ હશો કે ગૂગલની સૌથી મોટો અને લોકપ્રિય સેવા હોય તો તે સર્ચ સેવા છે. દુનિયામાં ઇન્ટરનેટ પર થતાં સર્ચમાંથી 65%થી વધારે સર્ચિંગ ગૂગલમાંથી થાય છે. દર મહિને ગૂગલ પર 100 બિલિયનથી પણ વધારે સર્ચ થાય છે. આ સર્ચ મોટેભાગે ઈમેલ, યુ ટ્યુબ, બ્લોગસ્પોટ, એડસેન્સ, મેપ્સ, સમાચાર, પુસ્તકો, ગૂગલ પ્લસ, ગૂગલ પ્લે, અનુવાદ વગેરે પ્રકારનું હોય છે.

ગૂગલની મુખ્ય સેવાઓ:

➤ સર્ચ

ઉપર જણાવ્યું તે મુજબ સર્ચ એ ગૂગલની સૌથી મોટી અને લોકપ્રિય સેવા છે.

➤ ઈમેલ

ઈમેલ માટે જાણીતી જીમેલની શરૂઆત 1 એપ્રિલ 2004નાં કરવામાં આવી હતી. જૂન 2012માં મળેલ સત્તાવાર આંકડા અનુસાર ગૂગલનાં 425 મિલિયન સક્રિય વપરાશકર્તા નોંધાયેલા છે.

➤ યુ ટ્યુબ

દુનિયાની સૌથી મોટી વિડિયો સંગ્રહકર્તા સાઈટ યુ ટ્યુબને ગુગલે 2009માં ખરીદેલી. આ સાઈટ વપરાશકર્તાઓને વિડિયો અપલોડ કરવાની સુવિધાઓ પૂરી પડે છે. દર સેકન્ડે યુ ટ્યુબ પર વપરાશકર્તા 1 કલાકનો વિડિયો અપલોડ કરે છે. 4 બિલિયન પણ વધારે લોકો દરરોજ વિડિયો જોવે છે.

➤ બ્લોગસ્પોટ

પહેલાં તે બ્લોગર તરીકે જાણીતી હતી; જે સેવા 2003માં પાયર લેબ પાસેથી ખરીદી હતી. આ સેવા પોતાનાં મનગમતાં વિષય પર બ્લોગ બનાવવાની સગવડતા પૂરી પાડે છે, જે હાલમાં બ્લોગસ્પોટ તરીકે ઓળખાય છે. અહીં જાહેરાત કરવની છૂટછાટ હોવાથી લોકો બ્લોગસ્પોટની મદદથી કમાણી પણ કરી શકે છે.

➤ એડસેન્સ
એડસેન્સ એ ગૂગલની જાહેરાત માટેનો પ્રકલ્પ છે. અહીં લખાણ, ફોટો, વિડિયો વગેરેને અનુરૂપ જાહેરાત આવે છે. આ સુવિધાની શરૂઆત 2003માં કરવામાં આવેલી હતી. વ્યવસાયિક બ્લોગરમાં આ એડ્સન એ કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. ગૂગલની આવકનો ઘણોખરો ભાગ પણ એડસેન્સમાંથી જ આવે છે.

➤ મેપ્સ

મેપ્સની મદદથી તમે બે સ્થળો વચ્ચેનું અંતર જાણી શકો છો. આ અંતર ઉપગ્રહની મદદથી જાની શકાય છે. હાલનાં સ્માર્ટ ફોનમાં ગૂગલ મેપ્સ નામની એપ્લિકેશનનો વપરાશ ઘણો જ વધ્યો હતો.

➤  ગૂગલ પ્લે

તે ગુગલની ખાસ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ઑપરેટિંગ સિસ્ટમ માટેનાં સૉફ્ટવેર અને ગેમ્સ માટેની વેબસાઇટ છે. તેમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન માટે ઘણા બધા સૉફ્ટવેર, ગેમ્સ, ફિલ્મો અને પુસ્તકો ઉપલબ્ધ છે. વપરાશકર્તા ગૂગલ પ્લેની મદદ તેમનાં સ્માર્ટ ફોન પરથી સીધુ જ ડાઉનલોડ કરી શકે છે.

➤ ગૂગલ પ્લસ

તે ગુગલની સોસિયલ નેટવર્કીંગ વેબસાઈટ છે. તેમાં ઉપયોગકર્તા તેમના પરિવારજન અને મિત્ર સાથે જોડાય શકે છે તેમજ તે ફોટાઓ, લખાણ, વીડિયો વગેરે શેર કરી શકે છે. ગૂગલ પ્લસ તદ્દન નવાં પ્રકારની અને ખુબજ લોકપ્રિય વેબસાઇટ છે.

➤ અનુવાદ

ગુગલ ટ્રાન્સલેટમાં લગભગ ૮૧ જેટલી ભાષાઓ ઉપલબ્ધ છે. જેમનો ઉપયોગ અનુવાદ કરવા માટે થાય છે. દા.ત., ગુજરાતી ભાષાનો અંગ્રેજી અનુવાદ.

image credit : Wikipedia
image Source : Wikipedia

કમ્પ્યુટર વિશે અવનવું

કમ્પ્યુટર હાર્ડવેર
 

Monday, 25 September 2017

ગુજરાતનાં ગૃહઉદ્યોગ

પ્રાચીનકાળથી જ ગુજરાત પટોળા, મશરૂ, કિનખાબ, અકીકની વસ્તુઓ, લાકડાનાં કોતરકામ, રંગાટીકામ અને ભરતકામ માટે પ્રખ્યાત છે.  

➤ પટોળા

સદીઓથી ગુજરાતનાં પટોળા પ્રખ્યાત છે. તેમનાં ઉત્પાદન માટે પાટણ શહેર પ્રખ્યાત ગણાય છે. પટોળાનાં વણકરો વાસ્તવમાં ભૂમિતિશાસ્ત્રીઓ ગણાય. રંગોને પારખી આ કારીગરો તાણા-વાણાનાં માધ્યમથી વિવિધ આકારોને ઉપસાવે છે. વર્તમાન સમયમાં પાટણમાં અત્યંત મોઘી પટોળા સાડી બનાવવા માટે માત્ર ત્રણ જ કુટુંબ રહ્યા છે. 

➤ મશરૂ 

 

રેશમ તથા સૂતરનાં ઘણાં રંગનાં પટાવાળા કાપડને મશરૂ તરીકે ઓળખવામાં આવે છે. પાટણ શહેરમાં ખાતરી અને શેખ મુસ્લિમ પરિવાર તેમજ ઊંઝામાં પટેલ કારીગરો આવું કાપડ તૈયાર કરે છે. તેમાં સોનેરી, લાલ, લીલો, પીળો રંગ વપરાય છે. 

➤ અકીકની વસ્તુઓ

 

પ્રાચીનકાળથી જ વલભી અને ખંભાતમાં અકીકનો ઉદ્યોગ પ્રચલિત છે. અકીકનાં પથ્થરો ભરૂચનાં બાવા ઘોરની ખીણમાંથી મળી આવે છે. છરી તેમજ ખંજરનાં હથાઓ, તલવારની મૂઠ, વીંટી, પ્યાલા-રકાબીઓ, કલમ, ખડિયો, પેપર વેઈટ વગેરે અકીકનાં પથ્થરોમાંથી બંને છે. તેમની નિકાસ આફ્રિકા, યુરોપ અમે મધ્ય એશિયાનાં દેશોમાં થાય છે.

➤ કાષ્ઠકળા 

 

લાકડા પર કોતરકામ અને લખ્કમ એ ભારતીય કળાકારીગરીની એક આગવી વિશેષતા છે. ભારતમાં આ કળા ગુજરાત, રાજસ્થાન તેમજ અન્ય સ્થળોએ વિકસેલી જોવા મળે છે. ગુજરાતમાં પ્રભાસપાટણ ખાતેથી આશરે ૩૫૦ વર્ષ પૂર્વે થયેલું કોતરકામ પ્રાપ્ત થયું છે; જે ભારતના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલાં વાસ્તુશાસ્ત્ર અનુસાર થયું હતું.

ભારતભરમાં હાલ વડોદરાનાં સંખેડા અને પોરબંદરનાં ધોરાજી ખાતે થયેલું લાખકામ પ્રખ્યાત છે. સંખેડામાં લાકડાઓનાં પારણા, માંચીઓ, પલંગ, હિંડોળા, બાજઠ, કબાટ વગેરે જેવાં વિવિધ પ્રકારનાં મનોહર ફર્નિચર બંને છે.

➤ ભરતકામ 

 

કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોચી, જત, મતવા, લોહાણા, આહારી, કાઠી, રબારી, કણબી, વણિક, સિંધી મહિલાઓ ભરતકામ કરે છે.

➤ ધાતુકામ

ધાતુકામ માટે શિહોર, વધવાન, જામનગર, ધાંગધ્રા, જામનગર, વિસનગર વગેરે શહેરો જાણીતાં છે. જામનગર, અંજાર, માંડવી, ભુજ વગેરે શહેરો સૂડી, ચપ્પુ, તાળા માટે જાણીતાં છે. રાજકોટ અને ભુજ શહેર સોના-ચાંદીનાં કલાત્મક આભૂષણો માટે જાણીતાં છે. આ સિવાય કચ્છમાં રાખદાની, પાનદાની, ફૂલદાની અને અત્તરદાની પણ બંને છે તેમજ રાજકોટમાં મીનાકામ અને હીરામોતી જડેલાં આભૂષણો પણ બંને છે.
 

➤ માટીકામ

સદીઓથી કુંભારો ઇંટો, નળિયા, માટલા, કુલડી, કોડિયા વગેરે બનાવતાં આવ્યા છે. આદિવાસીઓ સપાટ નળિયા, ઘોડા ને ખત્રીદેવની મૂર્તિઓ બનાવે છે. થાનમાં માટીનાં રમકડા બંને છે. થાન, શિહોર, વાંકાનેર, મોરબી વગેરે શહેરોમાં ચિન્નાઈ માટીનાં પ્યાલા-રકાબીઓ, બરણી, સેનેટરીવેર વગેરે બંને છે.

➤ કિનખાબ 

 

સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતાં રેશમી કાપડને કિનખાબ તરીકે ઓળખવામાં આવે છે. તેમનાં કેન્દ્રો અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાત, પાટણ, વિસનગર, ઊંઝા વગેરે છે. આવાં કાપડનો ઉપયોગ રાજવી કુટંબો અને મેમણ કોમ વધારે વાપરે છે. 

➤ સુજની

તેમનો ઉદ્યોગ ભરૂચમાં આવેલો છે. સુજની એ એવાં પ્રકારની રજાઈ છે, જેમાં એક પણ ટાંકો લીધા વિના વણાટની સાથે વચ્ચે રૂ ભરવામાં આવે છે.

  ➤ તણછાઈ

તણછાઈનું કાપડ એ સુરતની વિશિષ્ટતા છે. રેશમી કાપડ પર એક બાજુ સિંહ, હાથી વગેરેની છાપ પાડવામાં આવે છે.

image credit : Wikipedia
image Source : Wikipedia
ચોમાસામાં મુલાકાત લો આ અદ્ભુત વોટરફોલની


સામાન્ય રીતે ફરવાનું બધાને જ ગમતું હોય છે. પરંતુ જયારે વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ હોય ત્યારે ફરવાની મજા જ કાઇક અલગ હોય છે. કારણ કે આ ઋતુમાં પ્રકૃતિ ચારે બાજુએ ખીલી ઉઠે છે. જેમાં આપણને પહાડો, નદીઓ, તળાવો વગેરે જગ્યાએ ફરવાનું મન થાય છે. ભારતમાં અનેક એવી જગ્યાઓ છે જે કુદરતી દ્રશ્યો માટે અન્ય દેશોમાં દુર્લભ જ જોવા મળે છે. અને એમાં ચોમાસા દરમિયાન તો ચારેબાજુ હરિયાળી જ હોય છે. ચોમાસાને ફરવા માટે ઉત્તમ ઋતુ માનવામાં આવે છે. આજે અમે તમને એવા જ એક દૂધસાગર ધોધ વિશે જણાવવાના છીએ.

દૂધસાગર ધોધ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલ  ગોવા તથા કર્ણાટક રાજયની સરહદ પર વહેતી મંડોવી નદી પર આવેલો છે. આ ધોધ ચાર ભાગમાં વહેંચાયેલો છે. જે ખુબ જ આકર્ષક છે. દૂધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે, જેની ઉચાઇ ૩૧૦ મીટર (૧૦૧૭ ફૂટ) તેમજ સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફૂટ) જેટલી છે.


દુનિયાના સૌથી સુંદર, અદ્ભુત અને શાનદાર ધોધમાંથી એક છે દૂધસાગર ધોધ. આને જોતાં એવું લાગે છે જાણે કોઈ ઊંચા પહાડમાંથી દૂધ વહી રહ્યું છે. ચોમાસા દરમિયાન આ ધોધ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.વરસાદની મોસમમાં અહી ફરવાની મજા જ કઈક અલગ હોય છે. કારણ કે આ ધોધ જંગલો ઊંચા શિખરો તેમજ હરિત પશ્ચિમ ઘાટથી ઘેરાયેલ છે.

આ ધોધ સહયાદ્રી પર્વતમાળામાં આવેલા ભગવાન મહાવીર અભયારણ્ય તથા મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાનના રક્ષિત વિસ્તારમાં આવેલો છે. આ મંડોવી નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવા માટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.

image credit : Wikipedia
image Source : Wikipedia

ભેડાઘાટ - ધુંઆધાર ધોધ

ચાલો સફેદ રણ જોવા!!
મિત્રો! તમે અમિતાભ બચ્ચનનું સુત્ર તો સાંભળ્યું હશે!! કચ્છ નહીં દેખા તો, કુછ નહીં દેખા કચ્છ જીલ્લાના ભુજ શહેરથી ખાવડા તરફ જતા કચ્છનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવું સફેદ રણ’ આવેલ છે. સફેદ રણ લગભગ ,૫૦૫.૨૨ ચોરસ કી.મી.ના વિસ્તારમાં ફેલાયેલ છે. તે ભારતનું એક વિશાળ મીઠાનું રણ છે. અહીં શિયાળાની ઋતુ દરમિયાન મીઠાના પડ જામી જવાથી ચોતરફ જોતા તેનો નજારો સફેદ દેખાતો હોવાથી તેને સફેદ રણ’ તરીકે ઓળખવામાં આવે છે.
 
પૂનમની ચાંદનીમાં સફેદ રણ કાંઈક અલગ રૂપમાં સજેલ દેખાય છે. દર વર્ષે અહીં ગુજરાત સરકાર તરફથી ત્રણ મહિના માટે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેને ‘રણોત્સવ કહેવામાં આવે છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ રણમાં વિવિધ પશુ-પક્ષીઓ પણ જોવા મળે છે; જેવા કે વિશાળ સુરખાબ, જંગલી ઘુડખર ગધેડા, ચિકારા, નીલ ગાય, કાળિયાર જેવી પ્રજાતિ બીજે ક્યાંક દુર્લભ જ  જોવા મળે છે.
 
તેને જોવા વિવિધ દેશોમાંથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. જેમાં કચ્છની વિવિધ સ્થાનિક પ્રજાઓ પોતાની કળા અને ભાતીગળ સંસ્કૃતિ, કચ્છના સંગીત, ભરતકામ વગેરેનું ઉદાહરણ પૂરું પડે છે. આ રણમાં લોકો ઊંટ પર બેસી કચ્છની કુદરતી સંસ્કૃતિનો નજારો માળે છે. આ અદભુત સ્થાન પર કેટલીક બોલીવુડ ફિલ્મો પણ બનાવામાં આવી છે, જેમકે રેફ્યુજી. કચ્છના આ રણમાં કુદરતી અને માનવ સર્જિત સંસ્કૃતિ એમ બન્નેની સુંદરતાની ઝલક જોવા મળે છે.

image credit : Wikipedia
image Source : Wikipedia

Saturday, 23 September 2017

ભારતીય સોળ શણગારનું મહત્વ જાણો છો???

સ્ત્રીઓમાં શણગારનું મહત્વ સૌથી વધારે હોય છે. સમય બદલાતો રહે છે અને ફેશનની સાથે પોષાક, શણગારની વસ્તુઓનું ચલણ પણ બદલે છે. પરંતુ નથી બદલતી સ્ત્રીઓની તૈયાર થવાની આદત અને તેમનો શોખ. ભારતની તો પરંપરામાં પણ સ્ત્રીઓના સોળે શણગાર કરવાની વાતને જરૂરી ગણાવી છે.

સોળે શણગાર શબ્દ પણ 16 પ્રકારના શણગારની સામગ્રી પરથી પ્રચલિત થયો છે. આ 16 પ્રકારના શણગાર સ્ત્રીની સુંદરતામાં વધારો કરવાની સાથે તેના સ્વાસ્થ્યને પણ સુધારે છે. આજે જાણી લો આ 16 શણગાર કયા કયા છે અને તેનું મહત્વ શું છે.

1. ચાંદલો: 

મહિલાઓ માટે કપાળમાં ચાંદલો કરવો જરૂરી મનાય છે. ચાંદલો કરવાથી એકાગ્રતા વધે છે  અને મન પણ શાંત રહે છે.


2. સિંદૂર:

મહિલાઓ જે ભાગમાં સિંદૂર લગાવે છે ત્યાં મગજની સંવેદનશીલ ગ્રંથી હોય છે, તેનાથી માનસિક શક્તિ વધતી હોવાનું માનવામાં આવે છે.

3. મંગળસૂત્ર

મંગળસૂત્રના કાળા મોતી મહિલાઓને ખરાબ નજરથી બચાવે છે તેવું માનવામાં આવે છે.

4. બાજુબંધ

હાથના બાવડામાં પહેરવાથી સ્ત્રીઓની સુંદરતામાં વધારો થાય છે.

5. બુટી
કાનના આ કોમળ ભાગમાં એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે જેના પર બુટી પહેરવાથી દબાણ આવે છે અને તેના કારણે કિડની પણ સ્વસ્થ રહે છે.

6. ઝાંઝરી

ઝાંઝરીની ધાતુ ત્વચાના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે અને હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી નીવડે છે.

7. નથણી: 

નથણીના કારણે નાકના એ એક્યુપ્રેશર પોઈન્ટ પર દબાણ આવે છે જે સ્ત્રીઓની દુખાવો સહન કરવાની શક્તિમાં વધારો કરે છે.

8. મહેંદી

મહેંદીનો રંગ હાથને સુંદર બનાવવાની સાથે શરીરની ગરમી પણ દૂર કરે છે. આ ઉપરાંત તેના કારણે ચામડીના રોગ પણ દૂર થાય છે.

9. બંગડી

સોના-ચાંદીની બંગડી પહેરવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે.

10. વેણી

ગજરો-વેણી વાળને તંદુરસ્ત રાખે છે અને માથાની ગરમી પણ ફુલના કારણે દૂર થાય છે.

11. કંદોરો:

કંદોરો પહેરવાથી મહિલાઓને હર્નિયાની સમસ્યા થતી નથી તેવું માનવામાં આવે છે.

12. આંજણ

આંજણ લગાડવાથી આંખોમાં ઠંડક મળવા ઉપરાન્ત આંખની સાથે સંકળાયેલ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બની શકે છે તેમ મનાય છે


13. પગની આંગળીની વીંટી:

પગની આંગળીમાં પહેરાતી વીટીંના કારણે રક્ત પરીભ્રમણ વધે છે. માનવામાં આવે છે કે આ કારણે ગર્ભાશય સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચી શકે છે.

14. દામની

માથામાં દામની પહેરવાથી બેચેની થતી નથી અને મનને શાંતિ મળે છે.

15. વીંટી

આંગળીમાં વીંટી પહેરવાથી આળસ દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

16. લાલ કપડાં

સુતરાવ અને રેશમી લાલ કપડાં શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી બને છે.

Credit : સંદેશ
Image Credit : Wikipedia

Wednesday, 20 September 2017

ચીનમાં પણ પ્રખ્યાત છે હવામાં સ્થિત આ મંદિરઆપણે વિશાળ દુનિયામાં ઘણા જ પ્રકારના મંદિર જોયા હશે પરંતુ તમે એવું મંદિર જોયું છે જે દુરથી જાણે હવામાં લટકતું હોય! આ મંદિર ચીનમાં શાનસી પ્રાંતના પહાડની ચટ્ટાન ઉપર જે જમીનથી ૫૦ મીટરનું ઉંચાઈ પર બિરાજમાન છે. તેથી દુરથી જોતા હવામાં લટકતું હોય એવો ભાસ થાય છે. તે બોદ્ધ, તાઓ તથા કન્ફયુસીયસ એમ ત્રણ ધર્મથી મિશ્રિત છે. તેમજ ચીનની સુરક્ષિત પ્રાચીન વાસ્તુ નિર્માણ દ્વારા સ્થિત એક માત્ર અદભુત મંદિર છે. મંદિર ઉપર પહાડનો વિશાળ ટુકડો બહાર ફેલાયેલો હોવાથી એવું લાગે છે હમણા જ મંદિર ઉપર પાડી જશે. 


આ ઐતિહાસિક મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરને ૨૦૧૦માં ટાઇમ પત્રિકામાં દુનિયાની અજીબ તથા ભયાનક ઈમારતોમાં સામેલ કરવામાં આવી હતી. આ ભયાનક મંદિરનું નિર્માણ કોંગસુ નામના પ્રાચીન સુપ્રસિદ્ધ ચીની શિલ્પી દ્વારા કરવામાં આવ્યું હતું.

મંદિરનો પ્રવેશ માર્ગ લાકડાનો બનેલો છે. જે પર્યટકોના ચાલવાથી લાકડીનો અવાજ તો આવે છે પરંતુ આજે પણ આ મંદિર સ્થિર જ દેખાય છે. અંદાજિત આ મંદિર ૧૬૦૦ વર્ષોથી પણ જુનું છે. ઉંચાઈ પર હોવાથી પુરથી રક્ષણ મળે છે તથા ટેકરીઓ ઘેરાયેલ હોવાથી સૂર્યથી પણ રક્ષણ મળે છે. તેથી જ આ મંદિર આજે પણ સુરક્ષિત છે. ચીનમાં સ્થિત આ મંદિર જેટલું ભયાનક સ્થાન પર છે એટલું જ લોકોને પોતાની તરફ આકર્ષે છે.

image credit : Wikipedia
image Source : Wikipedia