Tuesday, 1 August 2017

રાજર્ષિ પુરષોત્તમદાસ ટંડનરાજર્ષિ પુરષોત્તમદાસ ટંડનનો જન્મ ૧ ઓગસ્ટ ૧૮૮૨નાં ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ સ્થાનીય સિટી એંગ્લો વર્નાક્યૂલર વિદ્યાલયમાં પ્રાપ્ત કર્યું. ૧૮૯૯માં કોંગ્રેસનાં સ્વયંસેવક બનીને સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યાં અને ૧૯૦૬માં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનાં પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યાં.

રાજર્ષિ ટંડન ભારતીય રાષ્ટ્રીય આંદોલનનાં અગ્રણી પંક્તિનાં નેતાં હતાં. ૧૯૨૦માં અસહયોગ આંદોલનનો પ્રારંભ થયો. ગાંધીજીના આહવાનની સાથે તે પોતાની વકાલતને  છોડીને આ સંગ્રામમાં જોડાયા. ૧૯૩૧માં લંડન આયોજિત ગોલમેજ સંમેલનમાંથી ગાંધીજી પાછા આવ્યાં તે પહેલાં જે સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ થઇ હતી તેમાં તે પણ સામેલ હતાં.

હિન્દી સાહિત્ય સંમેલનનાં પ્રથમ અધિવેશનમાં માલવીયજીની અધ્યક્ષ બન્યાં અને ટંડન સંમેલનનાં મંત્રી તરીકે નિયુક્તિ થયા. તેમજ તે હિન્દીના પ્રચાર માટે હિન્દી વિદ્યાપીઠ પ્રયાગની સ્થાપના કરી.  

સન ૧૯૪૯માં સંવિધાન સભામાં રાજભાષાને સબંધિત એક પરિસ્થિતિમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તથા અન્ય અનેક નેતા પણ તેનાં સમર્થનમાં હતાં, પણ ટંડનજી વિરોધ પક્ષમાં હતા પરંતુ તે હાર્યા કે ઝુક્યાં નહી પરિણામે વિજય પણ તેનો જ થયો. છેલ્લે હિન્દીને રાષ્ટ્રભાષા અને દેવનાગરીને રાજલિપિ તરીકે ઘોષિત થઈ. તેમજ હિન્દીને રાષ્ટ્રભાષા અને 'વંદેમાતરમ્'ને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાવવા માટે ટંડનજી એક વધારે અભિયાન ચલાવ્યું, જેમાં જોઈતી સફળતા પ્રાપ્ત થઈ ન શકી. 

૧૯૬૧માં તેમણે ભારતવર્ષનું સર્વોચ્ય રાજકીય સમ્માન 'ભારત રત્ન' પ્રાપ્ત કરવામાં આવ્યું. ૧ જુલાઈ ૧૯૬૨માં રાજર્ષિ પુરષોત્તમદાસ ટંડનનું નિધન થયું.

No comments:

Post a Comment