Wednesday, 2 August 2017

જયારે તિરંગો ફરકી ઉઠ્યો.........


ભારતનો સ્વાતંત્ર્ય દિવસ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ છે. તે દિવસથી અંગ્રેજો ભારતમાંથી પરત ફર્યા. ફ્રાંસનાં કબજાવાળું પોન્ડેચેરી, કારગિલ તથા ચંદ્રનગર પણ ભારતને પ્રાપ્ત થયું, પરંતુ ભારતના ભૂભાગના દેશો પોર્ટુગીઝનાં કબજામાં હતા તે હજુ પણ ગુલામ હતા. તેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકોએ ૨ ઓગસ્ટ, ૧૯૫૪માં તેમનું શૌર્ય, પરાક્રમ અને બલિદાનથી સ્વતંત્ર કરાવ્યું.

ગુજરાતી, મરાઠી આદિ ૧૪ ભાષાઓ જાણતાં વિશ્વનાથ નરવણેએ પૂરો સમય સિલ્વાસામાં રહીને વ્યૂહરચના કરી. હથિયારો માટે ઘણાં જ ધનની જરૂર પૂરી કરવાનું કામ સુધીર ફડકેને સોપ્યું. તેમણે લતા મંગેશકર સાથે મળીને સંગીત કાર્યક્રમનાં આયોજનથી તે કામ પાર પાડ્યું. બધી વ્યવસ્થા કર્યા બાદ રાજભાઉ સંઘનાં આર્શીવાદ લીધા અને દલનું નામ 'મુક્તિવાહિની' રાખ્યું. ૩૧ જુલાઈની તુફાની રાતમાં કેટલીય ટુકડી સિલ્વાસા પહોચીને હુમલો કરી દીધો અને પોલિસથાણા, ન્યાયલય, જેલ વગેરેને મુક્ત કરાવ્યાં. આ માહોલના કારણે પોર્ટુગોલી સૈનિકોએ હથિયાર મૂકી દીધાં અને ૨ ઓગસ્ટ, ૧૯૫૪નાં સવારે સૂર્યોદય થતાં શાસકીય ભવન પર ત્રિરંગો ફરકી ઉઠ્યો.

આશ્ચર્યની લગતી સત્ય વાતએ છે કે માત્ર ૧૧૬ સ્વયંસેવકોએ જ એક રાતમાં આ ક્ષેત્રને સ્વતંત્ર કરાવી લીધો. તેમાં સર્વશ્રી બાબૂરાવ ભિડે, વિનાયકરાવ આપ્ટે, પ્રભાકર કુલકર્ણી, શ્રીમતિ લલિતા ફડકે તથા શ્રીમતિ હેમવતી નાટેકર વગેરેની ભૂમિકા પ્રમુખ હતી. સ્વતંત્રતા માટે કષ્ટ ભોગવવાવાળાને સ્વાતંત્ર્ય સેનાની માનીને કોંગ્રેસ સરકાર તેમને અનેક સુવિધા તથા પેન્શન આપ્યું હતું.

img cradit : vsk


No comments:

Post a Comment