૯ ઓગસ્ટ ૧૯૨૫ના રેલ
પરિવહન દ્વારા લઇ જવામાં આવેલ સરકારી ખજાનાને ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી રેલ્વે
સ્ટેશન પાસે લુટી લેવામાં આવ્યો હતો. જે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં કાકોરી
કાંડથી ઓળખાય છે. બ્રિટિશ શાસન વિરુદ્ધ યુદ્ધ લડવા માટે હથિયાર
ખરીદવા માટે તેમનાં જ ખજાનાને લુંટવાની યોજના બનાવાઈ. અંગ્રેજોનો ખજાનો લૂટવા
માટે તેમણે ચાલતી રેલમાં સુરક્ષા વ્યવસ્થા તોડીને સાહસ, શૌર્ય અને સુનિયોજિત
રણનીતિની જરૂર હતી, આઝાદીના આ આંદોલનને ગતિ આપવા તત્કાળ ધનની
વ્યવસ્થા કરવામાં આવી.
શાંહજહાપુરમાં બેઠક દરમિયાન આ યોજના રામપ્રસાદ બીસ્મિલે બનાવી, યોજનાનુસાર દળના
એક પ્રમુખ સદસ્ય રાજેન્દ્રનાથ લાહિડીએ કાકોરી સ્ટેશનથી 'આઠ ડાઉન સહારનપુર-લખનઉ પેસેન્જર ટ્રેન'ની ચેન ખેંચીને
રોકી અને રામ પ્રસાદ બિસ્મિલનાં નેતૃત્વમાં અશફાફ ઉલ્લા ખાન, ચન્દ્રશેખર આઝાદ અને અન્ય
૬ સહયોગીઓની મદદથી
ગાર્ડના ડબ્બામાંથી સરકારી ખજાનાની પેટીઓને નીચે ફેકી દીધી. પેટીઓ ન ખોલતાં તેમને
હથોડા વડે તોડી દીધી. તરત જ ચાંદીના સિક્કા અને નોટોને ચામડાના
થેલામાં ભરી અને ચાદરમાં બાંધીને ભાગ્યાં પણ એક ચાદર ત્યાં રહી ગઈ.
બીજા દિવસે આ ખબર અખબારથી આખી દુનિયામાં ફેલાઈ ગઈ. બ્રિટિશ સરકારે ટ્રેન
લુંટને ગંભીરતાથી લીધી એને સી.આઈ.ડી. ઇન્સ્પેકટર તસદ્દુક હુસૈનના નેતૃત્વમાં સ્કોટલૅન્ડની
સૌથી ઝડપી પોલિસને તપાસ કરવાનું કાર્ય સોપી દીધું.
અંગ્રેજી હુકૂમતે તેમની પાર્ટી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના કુલ ૪૦ ક્રાંતિકારીઓ પર
સમ્રાટ વિરુદ્ધ સશસ્ત્ર યુદ્ધ છેડવા, સરકારી ખજાનો લૂટવા અને મુસાફરીની હત્યાનો
મુકદમો ચલાવ્યો જેમાં રાજેન્દ્રનાથ લાહિડી, રામપ્રસાદ બિસ્મિલ, અસ્ફાફ ઉલ્લા ખાન તથા
ઠાકુર સિંહને મૃત્યુદંડ તથા ૧૬ ક્રાંતિકારીને ઓછામાં ઓછી ૪ વર્ષની સજા લઈને
કાળા પાણી સુધીનો દંડ કરવામાં આવ્યો.
img cradit :vsk
No comments:
Post a Comment