Tuesday, 8 August 2017

પ્રતાપી રાજા કૃષ્ણદેવ રાય - રાજ્યાભિષેક દિવસએક પછી એક હુમલો કરીને વિદેશી મુસ્લિમોએ ભારતનાં ઉત્તરમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. .૧૩૦૬ થી ૧૩૧૫ સુધી દક્ષિણમાં ભારે વિનાશને કારણે હરિહર અને બુક્કા રાય નામના બે વીર ભાઈઓએ ૧૩૩૬માં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. વારંવાર યુદ્ધ થયાં બાદ પણ આ રાજ્ય વિશ્વનાં સર્વાધિક ધની અને શક્તિશાળી રાજ્યોમાં ગણાતું. આ રાજ્યનાં સૌથી પ્રતાપી રાજા કૃષ્ણદેવ રાય હતાં. તેમનો રાજ્યાભિષેક ૮ ઓગસ્ટ, ૧૫૦૯નાં થયો હતો.

તે રાજ્યમાં હિંદુ એકતાને પ્રોત્સાહન આપતાં. તે સ્વયં વૈષ્ણવપંથમાં માનતા, પરંતુ ત્યાં બધા જ પંથના વિદ્વાનોનો આદર થતો. કૃષ્ણદેવનાં શાસનકાળ દરમિયાન સૌથી પહેલાં બહમની સુલ્તાન મહમૂદ શાહના આક્રમણનો સામનો કરવો પડ્યો, ત્યાં કૃષ્ણદેવે એવો ભીષણ હુમલો કર્યો કે મહમૂદ શાહ અને તેની સેના માથા પર પગ રાખીને ભાગી. તેમની એક વિશેષતા એ છે કે તેમણે પોતાની જીંદગીમાં લડેલ દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યા.

મહમૂદ શાહ તરફથી નિશ્ચત થઈને કૃષ્ણદેવે ઉડીસા રાજ્યને તેમનાં પ્રભાવમાં લઈ ત્યાંના શાસકને પોતાનો મિત્ર બનાવી લીધો. ૧૫૨૦માં તેમણે બીજાપુર પર આક્રમણ કરીને સુલ્તાન યૂસુફ આદિલશાહને પરાજિત કર્યો. તેઓએ ગુલબર્ગાના મજબૂત કિલ્લાને ધ્વસ્ત કરી આદિલશાહની કમર તોડી. આ વિજયથી દક્ષિણ ભારતમાં કૃષ્ણદેવ રાય અને હિંદુ ધર્મના શૌર્યની ધાક જામી ગઈ. તેમનાં દ્વારા લિખિત 'આમુક્ત માલ્યદા' નામનો તેલુગૂ ગ્રન્થ પ્રસિદ્ધ છે. રાજ્યમાં સર્વત્ર શાંતિ અને સુવ્યવસ્થાનાં કારણે વ્યાપર અને કલાઓનો ખુબ જ વિકાસ થયો છે.

તેમણે વિજયનગરમાં ભવ્ય રામ મંદિર અને હજાર મંદિર (હજાર થાંભલાવાળું મંદિર)નું નિર્માણ કરાવ્યું. આવા વીર અને ન્યાયપ્રિય શાસકને કોટિ-કોટિ પ્રણામ.

img cradit : vsk
 

No comments:

Post a Comment